સ્મિથ, વોર્નર 'ધ હંડ્રેડ'ના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ
પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્રની રિઝર્વ કિંમત આશરે 1.14 કરોડ રૂપિયા છે. મિશેલ સ્ટાર્ક, ક્રિસ ગેલ, મલિંગા અને રબાડાને પણ આ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.
Trending Photos
લંડનઃ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જુલાઈમાં રમાનારી 'ધ હંટ્રેડ લીગ'ના શરૂઆતી ડ્રાફ્ટમાં સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ છે. સ્મિથ અને વોર્નરની રિઝર્વ કિંમત 125000 પાઉન્ડ (આશરે 1.14 કરોડ) છે. ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક, વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ, શ્રીલંકાના લસિથ મલિંગા અને આફ્રિકાનો ફાસ્ટ બોલર કગિસો રબાડા પણ આ શ્રેણીમાં છે.
બાંગ્લાદેશનો શાકિબ અલ હસન, પાકિસ્તાનનો મોહમ્મદ આમિર અને ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટને એક લાખ પાઉન્ડ (આશરે 91 લાખ)ની રિઝર્વ રકમના વર્ગમાં રાખવામાં આવ્યા છે. પ્રથમ હરાજી રવિવારે થશે.
પુરૂષ વર્ગમાં 239 ખેલાડીઓ સહિત 570 ખેલાડી સામે થશે. આઠ ટીમો 100 બોલની પ્રથમ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે જે 17 જુલાઈથી 16 ઓગસ્ટ વચ્ચે રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે