T20 World Cup 2021: હાર્દિક પંડ્યા બોલીંગ ન કરતાં ભારતને કેટલું થશે નુકસાન? કપિલ દેવે કર્યું સ્પષ્ટ

આ વાતમાં કોઇ બે મત નથી કે હાર્દિક પંડ્યા અત્યારના સમયે સારા ઓલરાઉન્ડરોમાંથી એક છે. પરંતુ તાજેતરમાં જ તેમણે બોલીંગ કરવાનું એકદમ છોડી દીધું છે.

T20 World Cup 2021: હાર્દિક પંડ્યા બોલીંગ ન કરતાં ભારતને કેટલું થશે નુકસાન? કપિલ દેવે કર્યું સ્પષ્ટ

નવી દિલ્હી: આ વાતમાં કોઇ બે મત નથી કે હાર્દિક પંડ્યા અત્યારના સમયે સારા ઓલરાઉન્ડરોમાંથી એક છે. પરંતુ તાજેતરમાં જ તેમણે બોલીંગ કરવાનું એકદમ છોડી દીધું છે. તેની પાછળ મોટું કારણ છે ફિટનેસ. એવામાં ટીમ ઇન્ડીયાને હાલના ટી20 વર્લ્ડકપમાં તેનું નુકસાન વેઠવું પડી શકે છે. પરંતુ ટીમ ઇન્ડીયાને વર્લ્ડકપ જીતાડનાર કપિલ દેવએ આ વાત પર એક મોટું નિવેદન આપ્યું છે. 

કપિલ દેવે હાર્દિક પર કહી આ વાત
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે કહ્યું કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના બોલીંગ ન કરવાથી ભારતીય ટીમના આઇસીસી ટી20 વર્લ્ડકપની સંભાવનાઓ પર કોઇ ફરક નહી પડે. કપિલ દેવે જોકે કહ્યું કે તેનાથી વિરાટ કોહલી માટે સંયોજન અને વિકલપ પર ફરક પડશે. કપિલ દેવનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હાર્દિક પંડ્યાએ ઇગ્લેંડ વિરૂદ્ધ સોમવારે થયેલી અભ્યાસ મેચમાં બોલીંગ કરી ન હતી. 

હાર્દિકથી નહી પડે બહાર
કપિલ દેવે સ્પોર્ટ્સકીડાને કહ્યું કે 'એક ઓલરાઉન્ડર ટીમ માટે અલગ હોય છે. હાર્દિક બોલીંગ નહી કરતાં ટીમ પર પ્રભાવ નહી પડે પરંતુ આ કોહલી માટે વિકલ્પ તરીકે થોડું અલગ હશે. જો ઓલરાઉન્ડર બંને કામ કરવા માટે ઉપલબ્ધ રહે છે તો કેપ્ટનને બોલીંગની ક્ષમતા રોટેટ કરવાની તક મળે છે. તેમણે કહ્યું કે હાર્દિકના મામલે ભારત પર ફરક નહી પડે કારણ કે તેનાથી તેમની પાસે ટીમમાં પ્રતિભાશાળી ખેલાડી છે. પરંતુ જો તે બે ઓવર પણ બોલીંગ કરે છે તો તેનાથી લચીલાપણું રહેશે.'

પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ મેચ
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડકપમાં 5 મુકાબલો થયો છે. જેમાં આજ સુધી પાકિસ્તાન ભારત સામે જીત્યું નથી. 24 ઓક્ટોબરના રોજ બંને ટીમ 2 વર્ષ આમને-સામને ટકરાશે. ગત વખતે 2019 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડે વર્લ્ડકપમાં મુકાબલો થયો હતો, જેમાં ભારતે પાકિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું. વનડે વર્લ્ડકપમાં પણ ભારતનું પલડું પાકિસ્તના પર ભારે રહ્યું હતું. 7 મુકાબલામાં ભારત સામે આજસુધી પાકિસ્તાન જીતી શક્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news