T20 World Cup માં ક્યો ભારતીય ફટકારશે સદી અને કઈ ટીમ જીતશે ટ્રોફી? થઈ ગઈ ભવિષ્યવાણી
Big Prediction For T20 World Cup 2022: ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટર કેવિન પીટરસને ટી20 વિશ્વકપ 2022ના વિજેતાને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે અને સાથે તે પણ જણાવ્યું કે ભારતનો એક બેટર આ ટૂર્નામેન્ટમાં સદી ફટકારશે.
Trending Photos
નવી દિલ્હીઃ T20 World Cup 2022: ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને ટી20 વિશ્વકપ 2022ના વિજેતાને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે અને સાથે તે પણ જણાવ્યું કે એક ભારતીય બેટર આ ટૂર્નામેન્ટમાં સદી ફટકારશે. કેવિન પીટરસને ભવિષ્યવાણી કરી છે કે કેએલ રાહુલ ટી20 વિશ્વકપ 2022માં સદી ફટકારશે, પરંતુ તેને લાગતું નથી કે આ મેગા ઈવેન્ટમાં ભારત ટ્રોફી જીતશે.
ટી20 વિશ્વકપમાં આ ભારતીય ફટકારશે સદી
બેટવે ડોટ કોમ માટે પોતાની કોલમમાં ઈંગ્લેન્ડના પૂર્વ બેટર કેવિન પીટરસને લખ્યું- હું રાહુલને રમતો જોવાનું પસંદ કરુ છું. મને લાગે છે કે તે આ સમયે દુનિયામાં નંબર 1 બેટર છે. તે શાનદાર છે. મને લાગે છે કે તે ખુબ પ્રામાણિક રીતે રમે છે. પીટરસને પરંતુ ભવિષ્યવાણી કરી કે 2021 સીઝનમાં ટાઇટલની રેસમાંથી બહાર થયા બાદ આ વખતે ઈંગ્લેન્ડ ટ્રોફી જીતશે. ન્યૂઝીલેન્ડે પાછલા વર્ષે ઈંગ્લેન્ડને સેમીફાઇનલમાં હરાવ્યું હતું.
પીટરસને આગળ કહ્યું- ઈંગ્લેન્ડની આ વ્હાઇટ બોલ ટીમ શાનદાર છે. તે સારૂ પ્રદર્શન કરી રહી છે. તેણે દરેક પાસાને કરવ કર્યાં છે અને તે દાવેદારના રૂપમાં જશે. તેણે પાકિસ્તાન પર શાનદાર જીત મેળવી હતી (સાત મેચની ટી20 સિરીઝ) અને જે રીતે તેણે ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ મેચ રમી છે, તેમાં તેને વિશ્વાસ છે.
આ ખેલાડીનો સૌથી વધુ ડર
પીટરસને તે ભવિષ્યવાણી કરી કે ઈંગ્લેન્ડનો ઓપનિંગ બેટર એલેક્સ હેલ્સ મેચ વિજેતાના રૂપમાં ઉભર્યો છે. પીટરસને કહ્યું કે ઈંગ્લેન્ડના ટાઇટલ જંગમાં સ્ટોક્સ ફેક્ટર ખુબ મોટું હશે. તેમણે કહ્યું- જ્યારે વિપક્ષી ટીમ પોતાની તૈયારી કરી રહી હશે, તો જે વ્યક્તિ વિશે સૌથી વધુ ચર્ચા હશે તે સ્ટોક્સ છે, કારણ કે તે જે કરી શકે છે. તે બધા જાણે છે.
આ ટીમ હશે ડાર્કહોર્સ
પીટરસને આગળ કહ્યું- ઈંગ્લેન્ડ મારા માટે પસંદગીની ટીમ છે. તેની પાસે દરેક વિભાગમાં સારા ખેલાડી છે. તેની પાસે ફાસ્ટ બોલર અને સ્પિનરના રૂપમાં આદિલ રાશિદ છે. તેની બેટિંગમાં પણ ઘણા આક્રમક બેટર છે. તો પીટરસને કહ્યું કે ટી20 વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકા ડાર્કહોર્સ સાબિત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે