WTC Final: ટીમ ઈન્ડિયા હજુ પણ પહોંચી શકે છે  WTCની ફાઇનલમાં, જાણો કઈ રીતે

WTC 2023: હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી બોર્ડર- ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ 9 વિકેટથી જીતી લીધી છે. આ સાથે જેને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ મળી ગઈ. અત્યાર સુધી સિરીઝની 3 મેચ રમાઈ છે. હવે ભારતીય ટીમ માટે સમીકરણ બદલાઈ ગયા છે. 

WTC Final: ટીમ ઈન્ડિયા હજુ પણ પહોંચી શકે છે  WTCની ફાઇનલમાં, જાણો કઈ રીતે

WTC 2023: હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી બોર્ડર- ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ 9 વિકેટથી જીતી લીધી છે. આ સાથે જેને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ મળી ગઈ. અત્યાર સુધી સિરીઝની 3 મેચ રમાઈ છે. હવે ભારતીય ટીમ માટે સમીકરણ બદલાઈ ગયા છે. ભારતીય ટીમને ઈન્દોરમાં હાર મળી હોવા છતાં પણ 4 મેચની આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. ક્રિકેટના ચાહકોને ભારતીય ટીમ WTCની ફાઈનલમાં પ્રવેશ મેળવશે તેવી આશા છે.

ઓસ્ટ્રેલિયાની ટીમનું WTC ફાઇનલમાં રમવું કન્ફર્મ
ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ જીતી મેળવીને ઓસ્ટ્રેલિયાની ટીમે  WTC ફાઈનલની ટિકિટ કન્ફર્મ લીધી. ICC ટેસ્ટ ટ્રોફી જીતવા માટે ઓસ્ટ્રેલિયાને ભારત અથવા શ્રીલંકાનો પડકાર રહેશે.

ભારતીય ટીમને WTC ફાઇનલમાં પહોંચવા માટે કરવું પડશે આ કામ
ઓસ્ટ્રેલિયા સામેની ઈન્દોર ટેસ્ટમાં કારમી હાર બાદ પણ ટીમ ઈન્ડિયા  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી શકે છે. ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ટીમ ઈન્ડિયાએ  9 માર્ચથી અમદાવાદમાં રમાનાર ચોથી ટેસ્ટ મેચ જીતવી પડશે. તો ટીમ ઈન્ડિયા બોર્ડર- ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે. તો તે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. જો આ મેચમાં ભારતનો પરાજય થાય છે. અથવા મેચ ડ્રો અથવા ટાઈ પર સમાપ્ત થાય છે, તો તેણે અંતિમ ટિકિટ માટે શ્રીલંકાના ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર રમાનારી 2 ટેસ્ટ મેચના પરિણામોની રાહ જોવી પડશે.

હાર પછી પણ આ સમીકરણ પર રહેશે નજર
જો ટીમ ઈન્ડિયા અમદાવાદમાં યોજાનારી ટેસ્ટ મેચ જીતવામાં નિષ્ફળ જાય છે. અને શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડને સીરિઝમાં 2-0થી હરાવશે તો તે ફાઈનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયા WTC ટેબલમાં 68.52 ટકા પોઈન્ટ્સ (PCT) સાથે ટોચ પર છે. ટકાવારી ગુણની ગણતરી ટીમ દ્વારા મેળવેલા કુલ ગુણના આધારે કરવામાં આવે છે. આમાં, ટીમને જીત માટે 12, ડ્રો માટે 4 અને ટાઈ માટે 6 પોઈન્ટ મળે છે.

ઓસ્ટ્રેલિયન ટીમ છે ટોપ પર 
હાલ જો  WTC ટેબલ પર નજર કરવામાં આવે તો ટીમ ઓસ્ટ્રેલિયા ટોચ પર છે. ઓસ્ટ્રેલિયાના 18 મેચમાં 11 જીત અને ચાર ડ્રોના આધારે 148 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયા સામે ચોથી ટેસ્ટ મેચ હાર્યા બાદ પણ ઓસ્ટ્રેલિયા ટોચ પર રહેશે. ભારતે અત્યાર સુધી 17 ટેસ્ટમાં 123 પોઈન્ટ બનાવ્યા છે. તેનું   PCT 60.29 છે. સ્લો ઓવર રેટના કારણે ભારતે આ ચક્ર દરમિયાન કેટલાક પોઈન્ટ ગુમાવ્યા. જો ભારત છેલ્લી ટેસ્ટ જીતશે તો તેનું PCT 62.5 થશે. આ સાથે ટીમ બીજું સ્થાન મેળવીને ફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે. હાર બાદ ટીમનો PCT 56.94 રહેશે, ડ્રો બાદ તે 58.79 અને ટાઈ બાદ 59.72 રહેશે અને આ સ્થિતિમાં તેણે શ્રીલંકાની મેચોના પરિણામની રાહ જોવી પડશે. સંભવિત 10 ટેસ્ટમાંથી 64 પોઈન્ટ સાથે શ્રીલંકાની વર્તમાન PCT 53.33 છે. જો ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર બંને મેચ જીતે છે. તો તેનું PCT 61.11 થશે. પ્રવાસની બંને મેચમાં એક પણ હાર કે ડ્રો થવાને કારણે ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકશે નહીં

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news