ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ 1 ઓવરમાં ફટકારી 7 સિક્સ, આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન
Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમઃ ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો છે. આ ખેલાડીએ માત્ર 1 ઓવરમાં 7 સિક્સર ફટકારી છે.
Trending Photos
Vijay Hazare Trophy 2022: હાલમાં ભારતીય સ્થાનિક ક્રિકેટમાં વિજય હજારે ટ્રોફી ક્વાર્ટર ફાઈનલની ક્વાર્ટર ફાઈનલ મેચો રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ મોટી સિદ્ધિ મેળવી છે. આ ખેલાડીએ એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ બેટ્સમેન આ પ્રકારનું કારનામું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે.
એક ઓવરમાં સાત સિક્સર!
મહારાષ્ટ્રના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં ઉત્તર પ્રદેશની ટીમ સામે ઈતિહાસ રચ્યો છે. ઋતુરાજ ગાયકવાડ લિસ્ટ A ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આ કારનામું ડાબોડી સ્પિનર શિવા સિંહ સામે ઇનિંગની 49મી ઓવરમાં કર્યું હતું. શિવા સિંહે આ ઓવરમાં 1 બોલ નો બોલ નાખ્યો હતો, જેના કારણે ઋતુરાજને કુલ 7 બોલ રમવા મળ્યા હતા. તેણે આ તમામ બોલને બાઉન્ડ્રી લાઇનની પાર લીધી.
ઋતુરાજ ગાયકવાડનો અનોખો રેકોર્ડઃ
આ મેચમાં ઋતુરાજ ગાયકવાડે 159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેના બેટમાંથી 10 ચોગ્ગા અને 16 છગ્ગા જોવા મળ્યા હતા. રૂતુરાજ ગાયકવાડની ઇનિંગના આધારે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહારાષ્ટ્રની ટીમ 5 વિકેટે 330 રન જ બનાવી શકી હતી. તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 1 ODI અને 9 T20 મેચ રમી છે.
છેલ્લી 6 ઇનિંગ્સમાં છઠ્ઠી સદી-
રુતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની છેલ્લી 8 ઇનિંગ્સમાં 6 સદી ફટકારી છે. તે જ સમયે, 25 વર્ષીય ઋતુરાજની લિસ્ટ-એ કારકિર્દીની આ 13મી સદી છે. આ મેચ પહેલા ઋતુરાજે લિસ્ટ-એની 69 મેચોમાં 55ની એવરેજથી 3538 રન બનાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે