IND VS NZ: ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ટીમમાં કરી શકે છે બદલાવ

ભારત અને ન્યૂઝીલેન્ડ (IND VS NZ) વચ્ચે શરૂ થનાર હાઈ-પ્રોફાઇલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ (WTC Final 2021) પર દુનિયાના ક્રિકેટ પ્રેમીઓ નજર રાખીને બેઠા છે

IND VS NZ: ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ટીમમાં કરી શકે છે બદલાવ

નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ (IND VS NZ) વચ્ચે શરૂ થનાર હાઈ-પ્રોફાઇલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ (WTC Final 2021) પર દુનિયાના ક્રિકેટ પ્રેમીઓ નજર રાખીને બેઠા છે. પરંતું, સવારથી જ સાઉથમ્પટનમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પ્રથમ દિવસ ધોવાયો છે. ત્યારે, પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) ટીમ કૉમ્બિનેશન અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ગાવસ્કરે કહ્યું છે કે, ટૉસ પહેલાં ટીમ ઈન્ડિયા (Team India) પોતાની પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કરી શકે છે.

ભારતીય ટીમે (Team India) મેચના એક દિવસ પહેલાં જ પ્લેઈંગ ઈલેવન જાહેર કરી દિધી હતી. જો કે ફાઈનલ મેચ (WTC Final 2021) માટે હજુ ટૉસ નથી થયો અને ટીમ લિસ્ટ મેચ રેફરી સુધી નથી પહોંચી. જેના પગલે ભારતીય ટીમ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એક સ્પિન બૉલરનો ઉમેરો કરી શકે છે. કેમ કે ધ એજિસ બાઉલ સ્ટેડિયમના (The Aegis Bowl Stadium) પિચ ક્યુરેટર મુજબ વરસાદ બાદ જો પીચ ડ્રાય થશે. તો સ્પિન બૉલર્સને વધારે ફાયદો થઈ શકે છે.

જો કે ટીમ ટીમ ઈન્ડિયામાં પહેલાંથી જ બે સ્પિન બોલર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને રવિચંદ્રન અશ્વિનને (Ravichandran Ashwin) ટીમમાં સામેલ કર્યા છે. પરંતું, જો યોગ્ય જરૂર જણાઈ તો ટીમ ઈન્ડિયા હજું પણ કોઈ એક સ્પિન બૉલરને ટીમમાં સામેલ કરી શકે છે.

ઉલ્લેખનિય છે કે, ધ એજિસ બાઉલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચમાં સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી હતી. જ્યારે 2018માં આ સ્ટેડિયમમાં ઈંગ્લેંડ અને ભારત વચ્ચેની ટેસ્ટમાં મોઈન અલીએ 9 વિકેટ લીધી હતી. આ મેચમાં અશ્વિને પણ 3 વિકેટ લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news