WTC Final 2021: કેમ રદ્દ કરવી પડી પ્રથમ સેશનની રમત? જાણો કેમ અમ્પાયરો અચાનક દોડી ગયા મેદાનમાં!
વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ સિરિઝની ફાઈનલ મેચને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. હાલ મેચમાં નડ્યું છે વરસાદનું વિધ્ન. વરસાદને કારણે હાલ ગ્રાઉન્ડ પાણી પાણી થઈ ગયું છે.
Trending Photos
નવી દિલ્લીઃ લગભગ બે વર્ષના લાંબા સફર બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડ઼િયા અને કેન વિલિયમ્સનના નેતૃત્વમાં ન્યૂઝિલેન્ડની ટીમે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવું છે. બીસીસીઆઇએ ટ્વીટ કરીને મેચ મોડેથી શરૂ થવાની જાણકારી આપી છે. બીસીસીઆઇએ કહ્યું કે પહેલા સેશનની રમત રદ્દ કરી દેવામાં આવી છે. સાઉથેમ્પ્ટનમાં પડી રહેલા વરસાદના કારણે મેદાન હાલ રમવા લાયક નથી. ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટનો આ મહામુકાબલો શરૂ થવામાં મોડુ થઇ શકે છે.
Good morning from Southampton. We are just over an hour away from the scheduled start of play but It continues to drizzle here. The match officials are on the field now. ☔ #WTC21 pic.twitter.com/Kl77pJIJLo
— BCCI (@BCCI) June 18, 2021
ચિંતા ન કરશો ફાઈલ મેચ માટે છે રિઝર્વ ડેઃ
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આજે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટન મેચમાં કદાચ વરસાદ વિઘ્ન બની શકે છે, અને ફાઇનલ મેચ પર વરસાદનો ખતરો પણ મંડરાઇ રહ્યો છે. ઇન્ટરનેસનલ ક્રિકેટ કાઉનસિલે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા પહેલાથી જ મેચ માટે રિઝર્વ ડે રાખવાનો ફેંસલ કર્યો હતો, પરંતુ આઇસીસીએ રિઝર્વ ડેની શરતો લાગુ કરી છે.
અહીં જોઈ શકાશે મેચની લાઈવ અપડેટ:
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડબલ્યુટીસી ફાઈનલ (WTC Final) સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3 કલાકે ટોસ થશે અને 3.30 કલાકથી મેચ શરૂ થશે. ફાઇનલ ટેસ્ટને જોવા માટે તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની Star Sports 1, Star Sports 1 HD, Star Sports 1 Hindi, Star Sports 1 Hindi HD, Star Sports 1 Telugu, Star Sports 1 Tamil અને Star Sports 1 Kannada ચેનલ પર જઇ શકો છો. જ્યારે લાઇવ સ્ટ્રીમિગ ડિઝ્ની હોટસ્ટાર પર જોઈ શકાશે.
કયા બૉલથી રમાશે ફાઇનલ ટેસ્ટ:
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઇનલ મેચ કુકાબૂરા બૉલથી નહીં પરંતુ સ્પેશ્યલ ડ્યૂક બૉલથી રમાડવામાં આવશે. આઇસીસી (ICC) તરફથી પહેલીવાર આયોજિત આ મહામુકાબલાને ખાસ બૉલથી રમાડવામાં આવશે. જેની પહેલી તસવીર પણ રિલીઝ કરી દેવામા આવી છે. બ્લેક કેપ્સ ( new zealand ) પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી આ ખાસ બૉલની તસવીર શેર કરી હતી.
ફાઈનલ મેચમાં કિવી ખેલાડીઓએ બદલ્યો 'રંગ':
બે વર્ષથી ચાલી રહેલી આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હવે કિવી ખેલાડીઓ રંગ બદલ્યો છે, આજના આ મહામુકાબલામાં ન્યૂઝીલેન્ડની ટીમ નવી ટેસ્ટ જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. આ મેચ માટે કિવી ટીમે પોતાની નવી જર્સી પણ લૉન્ચ કરી દીધી છે. જેની તસવીરો ખુદ બ્લેકકેપ્સ રિલીઝ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે