Tokyo Paralympics 2020: પોતાનો જ રેકોર્ડ તોડી સુમિત આંતિલે જીત્યો ગોલ્ડ, ભાલા ફેંકમાં ભારતને ત્રીજો મેડલ

ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics 2020) ભારતના જેવલિન થ્રોઅર્સનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. સુમિત આંતિલે (Sumit Antil) ભારતને આ સ્પર્ધામાં ત્રીજો મેડલ અપાવ્યો છે. તેણે સોમવારના પુરૂષ (F64 વર્ગ) ની ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલ (gold medal) જીત્યો છે

Tokyo Paralympics 2020: પોતાનો જ રેકોર્ડ તોડી સુમિત આંતિલે જીત્યો ગોલ્ડ, ભાલા ફેંકમાં ભારતને ત્રીજો મેડલ

નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics 2020) ભારતના જેવલિન થ્રોઅર્સનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. સુમિત આંતિલે (Sumit Antil) ભારતને આ સ્પર્ધામાં ત્રીજો મેડલ અપાવ્યો છે. તેણે સોમવારના પુરૂષ (F64 વર્ગ) ની ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલ (gold medal) જીત્યો છે. સુમિતની આ જીત સાથે ભારતના મેડલની સંખ્યા 7 થઈ ગઈ છે.

સુમિતે 68.55 મીટર દૂર ભાલો ફેંકી (Javeline Throw) ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સુમિત આંતિલનો (Sumit Antil) આ થ્રો વર્લ્ડ રેકોર્ડ (world record) પણ બની ગો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics 2020) ભારતને આ બીજો ગોલ્ડ મેડલ છે. સુમિત પહેલા અવનિ લખેરાએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ (gold medal) અપાવ્યો છે. તેણે સોમવારના મહિલાની આર-2 10 મીટર એર રાયફલ સ્ટેન્ડિંગ એસએચ 1 માં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે.

Sumit Antil throws a World Record on the first throw of the day, can anyone top that?#ParaAthletics #Tokyo2020 #Paralympics pic.twitter.com/cLB5qHYQ61

— Paralympic Games (@Paralympics) August 30, 2021

સુમિતે આ ગેમમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. તેમણે પ્રથમ પ્રયાસમાં 66.95 મીટરનો થ્રો કર્યો જે વર્લ્ડ રેકોર્ડ બન્યો. ત્યારબાદ બીજા પ્રયાસમાં તેમણે 68.08 મીટર ભાલો ફેંકી પોતાનો જ રેકોર્ડ તોડ્યો. સુમિતે તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો અને પાંચમાં પ્રયાસમાં 68.55 મીટરનો થ્રો કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

— Doordarshan Sports (@ddsportschannel) August 30, 2021

દેવેન્દ્ર ઝાઝરિયા અને સુંદર સિંહએ પણ જીત્યો મેડલ
આ પહેલા સોમવારના જ દેવેન્દ્ર ઝાઝરિયા અને સુંદર સિંહ ગુર્જરે પણ જેવલિન થ્રોમાં મેડલ જીત્યો. દેવેન્દ્રએ સિલ્વર અને સુંદર સિંહએ બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો છે.

— Narendra Modi (@narendramodi) August 30, 2021

ભારતના હાથમાંથી ગયો એક મેડલ
ભારતના ડિસ્ક થ્રોઅર વિનોદ કુમારના (Vinod Kumar) બ્રોન્ઝ મેડલને હવે અમાન્ય જાહેર કરવામાં આવ્યો છે. વિનોદે ગઈ કાલે જ પુરુષોની ડિસ્ક થ્રોની (Discuss Throw) F52 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ (bronze medal) જીત્યો હતો પરંતુ કેટલાક દેશોએ વિરોધ કર્યા બાદ પરિણામ અટકાવવામાં આવ્યું હતું. પરંતુ આજે એવી જાહેરાત કરવામાં આવી હતી કે વિનોદે હવે પોતાનો મેડલ પાછો આપવો પડશે કારણ કે તેમણે જે શ્રેણીમાં જીત મેળવી છે તેને અમાન્ય જાહેર કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news