વકાર યૂનૂસે વિરાટ કોહલીનાં વખાણ કરતા કહી મોટી વાત

વિરાટ કોહલી હાલ જે રીતે રમી રહ્યો છે તે જોતા તે ક્રિકેટમાં એક નવો આયામ લાવશે

વકાર યૂનૂસે વિરાટ કોહલીનાં વખાણ કરતા કહી મોટી વાત

કરાંચી : ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી  છેલ્લા લાંબા સમયથી જે અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે, દેશ જ નહી વિશ્વમાં પણ તેમની રમતનાં પ્રશંસકોની સંખ્યા વધતી જઇ રહી છે. તેઓ રન પર રન બનાવતા જઇ રહ્યા છે. એવામાં તેમના અંગે ભવિષ્યવાણીઓ પણ ઘણી થઇ રહી છે.તેનાં અને તેમના અંગે ભવિષ્યવાણીઓ પણ પાકિસ્તાનનાં ફાસ્ટબોલર રહેલા વકાર યૂનુસે કરી છે. વકારને સ્વિંગનાં જાદુગર કહેવામાં આવતા હતા. એક સમયે વન ડે ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ તેમનાં નામ પર હતું.

પાકિસ્તાનનાં પુર્વ કે્પન વકાર યૂનુસે કહ્યું કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આગામી વર્ષોમાં બેટિંગનાં તમામ રેકોર્ડ પોતાને નામ કરી શકે છે. વકારે કહ્યું કે, કોહલી જે પ્રકારે પોતાની ફિટનેસને જાળવી રાખે છે અને જે એકાગ્રતાથી તથા કૌશલ સાથે રમતનો આનંદ ઉઠાવે છે તેનાથી મને લાગે છેકે આગામી વર્ષોમાં તે બેટિંગનાં તમામ રેકોર્ડ તોડી દેશે. ગત્ત વર્ષે પાકિસ્તાનનાં મુખ્ય કોચનાં પદ પરથી રાજીનામું આપનારા પુર્વ ફાસ્ટબોલરે કહ્યું કે, કોહલી સમકાલીન ક્રિકેટમાં સર્વોચ્ચ પ્રતિભાધરાવનાર ખેલાડી છે.

પોતાનાં સમયનાં સર્વોચ્ચ બેટ્સમેન અંગે વાત કરતા વકારે કહ્યું કે છેલ્લા એક દસકામાં ક્રિકેટમાં ઘણું પરિવર્તન આવ્યું છે. જો કે કોહલીની ફિટનેસ પ્રત્યે પ્રતિબદ્ધતા અને બેટિંગ કૌશલમાં સુધારાને જોતા તેને ટોપ પર રાખવામાં આવ્યા છે. જે પ્રકારે તે આગળ વધી રહ્યો છે તે ઘણા રેકોર્ડ પોતાનાં નામે કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news