IND vs ENG : નાના ભાઈના હાથે વનડે કેપ હાસિલ કરી ભાવુક થયો ક્રુણાલ પંડ્યા, પિતાને કર્યા યાદ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની સિરીઝની પ્રથમ વનડે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વડોદરાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ ડેબ્યુ કર્યુ છે. 
 

IND vs ENG : નાના ભાઈના હાથે વનડે કેપ હાસિલ કરી ભાવુક થયો ક્રુણાલ પંડ્યા, પિતાને કર્યા યાદ

પુણેઃ ભારત અને ઈંગ્લેન્ડ  (India vs England 1st ODI) વચ્ચે 3 મેચોની સિરીઝની પ્રથમ વનડેમાં ભારત તરફથી ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા (Krunal Pandya) અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) એ પર્દાપણ કર્યું છે. ક્રુણાલ અને કૃષ્ણાએ હાલમાં વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેનું તેને ઈનામ મળ્યું છે. 

— BCCI (@BCCI) March 23, 2021

ક્રુણાલને તેના નાના ભાઈ હાર્દિક પંડ્યાએ ડેબ્યુ કેપ આપી તો કૃષ્ણાને કેએલ રાહુલે કેપ આપી હતી. 29 વર્ષીય ક્રુણાલ આ પહેલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. ક્રુણાલે 18 ટી20 મેચમાં 121 રન બનાવવાની સાથે 14 વિકેટ ઝડપી છે. ક્રુણાલ ડેબ્યુ કેપ હાસિલ કર્યા બાદ ભાવુક થઈ ગયો હતો. કેપ હાલિ કરી ક્રુણાલે આકાશ તરફ જોતા પોતાના પિતાને યાદ કર્યા હતા. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વસીમ જાફરે ફોટો ટ્વીટ કરી લખ્યુ, ''મારી આંખોમાં કંઈક છે."

— Wasim Jaffer (@WasimJaffer14) March 23, 2021

કર્ણાટકના ફાસ્ટર કૃષ્ણાએ વિજય હઝારે ટ્રોફી 2021માં કુલ 14 વિકેટ ઝડપી હતી. કૃષ્ણાએ લિસ્ટ એની 48 મેચોમાં 5.17ની ઇકોનોમીથી કુલ 81 વિકેટ ઝડપી છે. 9 ફર્સ્ટ ક્લાસ મેચોમાં કૃષ્ણાના નામે 34 અને 40 ટી20 મેચોમાં 33 વિકેટ નોંધાયેલી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news