AUS vs IND: રવિ શાસ્ત્રીએ કહ્યું- ઓસ્ટ્રેલિયામાં ભારતને પડશે હાર્દિક પંડ્યાની ખોટ

શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવાની સંભાવનાઓ લઈને કહ્યું, તમારે તમારી ભૂલમાંથી શીખ લેવી પડે છે. 

AUS vs IND: રવિ શાસ્ત્રીએ કહ્યું- ઓસ્ટ્રેલિયામાં ભારતને પડશે હાર્દિક પંડ્યાની ખોટ

બ્રિસ્બેનઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, યજમાન ઓસ્ટ્રેલિયાની સાથે રમાનારી સીમિત ઓવરની શ્રેણીમાં ટીમને પોતાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો ખોટ પડશે. હાર્દિક સંયુક્ત અરબ અમિરાતમાં રમાયેલા એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારથી ટીમમાંથી બહાર છે. હાર્દિક હોવાને કારણે ટીમને સંતુલન મળે છે અને એક વધારાના બોલરની ખોટ પૂરી પાડે છે. 

ભારત 21 નવેમ્બરથી અહીં ત્રણ મેચોની ટી20 શ્રેણી રમવાનું છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પોતાના પ્રથમ સંવાદદાતા સંમેલનમાં કહ્યું, અમને એક ખેલાડીને ખોટ પડશે, તે હાર્દિક છે, ઈજાગ્રસ્ત છે. તે બોલર અને બેટ્સમેનના રૂપમાં ટીમને સંતુલન આપે છે, જેના કારણે અમે એક વધારાના બોલરને રમાડી શકીએ. મને આશા છે કે તે જલ્દી ફિટ થઈ જશે. જો ફાસ્ટ બોલર સારૂ પ્રદર્શન કરશે તો હાર્દિકની ખોટ પૂરાઈ શકે છે. 

ભારતીય બોલરોની પાસે સર્વશ્રેષ્ઠ તક છે? તેનાજ વાબમાં શાસ્ત્રીએ કહ્યું કે, તેના પર નિર્ભર કરશે તે લાંબા સમય સુધી ફોર્મમાં રહે છે કે નહીં. કોચે કહ્યું, દક્ષિણ આફ્રિકામાં તમે ટેસ્ટ મેચ જુઓ તો પરિણામ તમામ સ્ટોરી દેખાડતું નથી. કેટલાક રોમાંચક મેચ અમે ગુમાવ્યા અને તેના કારણે અમારે શ્રેણી ગુમાવવી પડી. 

શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવાની સંભાવનાઓ લઈને કહ્યું, તમારે તમારી ભૂલમાંથી શીખ લેવી પડે છે. તમે જ્યારે વિદેશના પ્રવાસે જાવ છો અને જ્યારે આજે વિદેશી પ્રવાસ કરનારી ટીમને જુઓ છો તે તેવી ઘણી ટીમ છે જે વિદેશમાં સારૂ કરે છે. ઓસ્ટ્રેલિયામાં આ સમયે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા મુખ્ય બેટ્સમેન નથી. તેમ છતા ભારતીય કોચ યજમાન ટીમને નબળી સમજતા નથી. 

શાસ્ત્રીએ કહ્યું, મારૂ હંમેશા માનવું રહ્યું છે કે, ઘરઆંગણે કોઈ ટીમ નબળી હોતી નથી. ભગવાન ન કરે આમ હોય, પણ હોઈ શકે કે જ્યારે કોઈ ટીમ ભારત આવે તો અમારા ત્રણ-ચાર ખેલાડી રન રમે. પરંતુ જો કોઈ વિચારે કે આ નબળી ટીમ છે તો તમારે ચોંકી જવું પડે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news