પૂર્વ ક્રિકેટર મનોજ પ્રભાકરની પત્ની સાથે દિલ્હીના પોશ વિસ્તારમાં લૂંટ

ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી મનોજ પ્રભાકરની પત્ની અને ફિલ્મ અભિનેત્રી ફરહીન પ્રભાકર દિલ્હીના સાકેત વિસ્તારમાં લૂંટનો શિકાર બની છે. 

પૂર્વ ક્રિકેટર મનોજ પ્રભાકરની પત્ની સાથે દિલ્હીના પોશ વિસ્તારમાં લૂંટ

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી મનોજ પ્રભાકરની પત્ની અને 90ના દાયકાની બોલીવુડ અભિનેત્રી ફરહીન પ્રભાકર દિલ્હીના સાકેત મોલ પાસે લૂંટનો શિકાર બની છે. શનિવારે સવારે 11 વાગ્યાના અરસામાં આ ઘટના ઘટી હતી. ફરહીન પોતાની કારમાં હતી ત્યારે આ ઘટના ઘટી હતી. કેટલાક બદમાશોએ કારને ઠોકતાં તેણી બહાર આવતાં આ શખ્સો પૈકીનો એક શખ્સ પર્સ અને મોબાઇલ લઇ ભાગી ગયો હતો. 

આ અંગે તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી રેકોર્ડીંગની મદદથી તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે લૂંટની ઘટના અંગેની કડીઓ મળી છે અને ગણતરીના સમયમાં લુટારૂઓને ઝડપી લેવાશે. 

Actress Farheen Prabhakar

ધોળા દિવસે થઇ લૂંટ
ફરહીન પ્રભાકર શનિવારે સવારે અંદાજે 11:40 વાગ્યાના અરસામાં કારથી સલેક્ટ સિટી મોલ તરફ આવી રહ્યા હતા. મેક્સ હોસ્પિટલની સામે પ્રેસ એનક્લેવ રોડ પર કેટલાક યુવકોએ એમની ગાડીને ઠોકી, ફરહીને જ્યારે કાર ઉભી રાખી અને બહાર આવી હતો આ યુવકોએ એમના માથે મુક્કા માર્યા અને હાથમાં રહેલ બેગ અને મોબાઇલ લઇ ભાગી ગયા હતા. ફરહીને આ શખ્સોનો પીછો કરવા પ્રયાસ કર્યો પરંતુ અસ્થમાને લીધે તેણી લાંબુ દોડી શકી ન હતી અને રસ્તામાં પડી ગયા હતા. 

કહેવાય છે કે બેગમાં અંદાજે 15 હજાર રૂપિયા અને દાગીના હતા. ફરહીને છેવટે એક રાહદારીના મોબાઇલ પરથી આ ઘટના અંગે પોલીસને જાણકારી આપી હતી. અહીં નોંધનિય છે કે, ફરહીને જાન તેરે નામ, સૈનિકમાં અક્ષય કુમાર સાથે લીડ રોલ કર્યો હતો. આ ઉપરાંત તેણીએ આગ કા તૂફાન, દિલ્હીની બાજી, તહકીકાત અને અમાનત જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news