ઘરમાં ઘુસીને તલવારથી કાપી નાખ્યા યુવતીના બંન્ને હાથ, માં-બાપ પર પણ હુમલો

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ત્રણેય ઘાયલોને નજીકની કટની જિલ્લા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યા હતા, કિશોરીની સ્થિતી હાલ અત્યંત ગંભીર

ઘરમાં ઘુસીને તલવારથી કાપી નાખ્યા યુવતીના બંન્ને હાથ, માં-બાપ પર પણ હુમલો

ઉમરિયા : મધ્યપ્રદેશનાં ઉમરિયા જિલ્લાના ચંદિયા નગર પંચાયતથી એક 13 વર્ષની યુવતી પર તલવાર વડે હૂમલો કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કેટલાક અસમાજીક તત્વો દ્વારા ઘરમાં ઘુસીને યુવતીનાં પરિવાર પર હૂમલો કરી દીધો હતો. ગુંડાઓ દ્વારા યુવતીના બંન્ને હાથ કાપી નાખવામાં આવ્યા. જ્યારે વચ્ચે બચાવમાં આવેલા માં-બાપ પર પણ આરોપીઓ દ્વારા હૂમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે યુવતી અને તેના માતા-પિતા પણ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. જો કે આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. 

ઘટના સ્થલે પહોંચેલી પોલીસે ત્રણેય ઘાયલોને કટની જિલ્લા હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડ્યા હતા. જ્યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે. ડોક્ટર્સ અનુસાર હાલ ત્રણેય ઘાયલોની સ્થિતી ગંભીર છે. 

ત્રણેય ગંભીર રીતે ઘાયલ
પોલીસનાં અનુસાર ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે. પોલીસ દ્વારા અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. હાલ આરોપીઓ ફરાર છે, પોલીસ તેમને શોધી રહી છે. ઘટના ઉમરિયાના ચંદિયા ગામની છે. જ્યાં અજાણ્યા શખ્સો દ્વારા અગ્રવાલ પરિવાર પર જીવલેહણ હુમલો કરવામાં આવ્યો હતો. 13 વર્ષીય કિશોરીના હાથ કાપી નાખ્યા અને અગ્રવાલ દંપત્તી પર પણ જીવલેણ હૂમલો કર્યો.

મોડી પહોંચી પોલીસ
પરિવારનાં લોકોનો આરોપ છે કે આરોપીઓએ ઘરમાં ઘુસીને હૂમલો કર્યો ત્યારે પોલીસને તે અંગે માહિતગાર કરવામાં આવ્યા, જો કે ઘટના સ્થલે પોલીસ ઘણી મોડી પહોંચી. જેના કારણે આરોપી ઘટનાને અંજામ આપીને ફરાર થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘાયલોનું નામ સુરેશ અગ્રવાલ (ઉંમર 50), સોનિયા અગ્રવાલ (ઉં.વ 45) અને સંધ્યા અગ્રવાલ (ઉં.વ 13) તરીકે થઇ છે. જો કે સંધ્યા સૌથી ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આરોપીઓએ સંધ્યાના બંન્ને હાથ કાપી નાખ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news