કોરોનાનો કહેરઃ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન રદ્દ

કોરોના વાયરસને કારણે વિશ્વમાં અનેક સ્પોર્ટ્સના આયોજનોને રદ્દ અથવા સ્થગિત કરવા પડ્યા છે. હવે આ કોરોના વાયરસે વિમ્બલ્ડનનો ભોગ લીધો છે. 

Updated By: Apr 1, 2020, 09:05 PM IST
કોરોનાનો કહેરઃ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન રદ્દ

લંડનઃ કોરોના મહામારીની અસર વિશ્વના રમત જગત પર પણ પડી છે. વિશ્વમાં રમાતી અનેક ટૂર્નામેન્ટનો સ્થગિત અથવા રદ્દ કરી દેવામાં આવી છે. હવે આ કોરોના વાયરસને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનનો પણ ભોગ લીધો છે. કોરોનાને કારણે વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટને રદ્દ કરી દેવામાં આવી છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત બન્યું છે જ્યારે વિમ્બલ્ડન ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવી છે.

બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમવાર રદ્દ
વિમ્બલ્ડન ટેનિસની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ છે. તે એકમાત્ર ટૂર્નામેન્ટ છે જે ગ્રાસકોર્ટ પર રમાઇ છે. તેનો ડ્રેસ કોડ પણ નક્કી હોય છે. આ ટેનિસની પરંપરાગત ટૂર્નામેન્ટ છે. તેમાં રમવું તે પણ ખેલાડી માટે એક ગર્વ લેવા જેવી બાબત હોય છે. પરંતુ આ વિશ્વ તથા ઈંગ્લેન્ડમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે તેને રદ્દ કરવી પડી છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત વિમ્બલ્ડન ટૂર્નામેન્ટને રદ્દ કરવાની ફરજ આયોજકોને પડી છે. 

વિમ્બલ્ડનની શરૂઆત 29 જૂનથી શવાની હતી. જેમાં નોવાક જોકોવિચ અને સિમોના હાલેપે પોતાના સિંગલ્સનું ટાઇટલ બચાવવા ઉતરવાનું હતું. પરંતુ હવે મહામારીને કારણે ટૂર્નામેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોના વાયરસ ફેલાઇ ચુક્યો છે. તેના કારણે 8.50 લાખ કરતા વધુ લોકો સંક્રમિત થયા છે તો 40 હજાર કરતા વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર