3 વર્ષ...3 વિશ્વકપ... કેપ્ટન કોહલી પાસે સાંભળો- શું છે ફ્યૂચર પ્લાન


વિશ્વના બેટ્સ બેટ્સમેનોમાં સામેલ શુમાર કોહલી આગામી ત્રણ વર્ષોમાં બે ટી20 અને એક 50 ઓવરનો વિશ્વ કપ રમશે. ત્યારબાદ તે ત્રણમાંથી બે ફોર્મેટ રમવા પર નિર્ણય કરી શકે છે. 

Trending Photos

3 વર્ષ...3 વિશ્વકપ... કેપ્ટન કોહલી પાસે સાંભળો- શું છે ફ્યૂચર પ્લાન

વેલિંગ્ટનઃ ભારતનો કેપ્ટન વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં રમવા માટે ખુદને 'ત્રણ મુશ્કેલ વર્ષ' માટે તૈયાર કરી રહ્યો છે. ત્યારબાદ તે પોતાના વર્કલોડનો અંદાજ લગાવશે. વિશ્વના શાનદાર બેટ્સમેનોમાં સામેલ કોહલી આગામી ત્રણ વર્ષોમાં બે ટી20 અને એક 50 ઓવરનો વિશ્વ કપ રમશે. ત્યારબાદ તે ત્રણમાંથી બે ફોર્મેટ રમવા પર વિચાર કરી શકે છે. 

વિરાટ કોહલીએ 2021 બાદ ઓછામાં ઓછું એક ફોર્મેટ છોડવાના સવાલ પર કહ્યું, 'મારી નજર મોટી તસવીર પર છે. હું ખુદને આગામી ત્રણ વર્ષ માટે તૈયાર કરી રહ્યો છું. ત્યારબાદ લગભગ આપણી અલગ વાતચીત હોઈ શકે છે.' ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શુક્રવારથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચોની સિરીઝ પહેલા મીડિયા સાથે વાત કરી રહ્યો હતો.

— BLACKCAPS (@BLACKCAPS) February 19, 2020

વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે, થાક અને કાર્યભાર મેનેજમેન્ટ એવા મુદ્દા છે, જેના પર દરેક મંચ પર ચર્ચાની જરૂર છે. તેણે કહ્યું, 'આ વિષયથી તમે બચી ન શકો. આશરે 8 વર્ષથી હું દર વર્ષે લગભગ 300 દિવસ રમી રહ્યો છું, તેમાં સફર અને પ્રેક્ટિસ સેશન સામેલ છે. દર વખતે તે જોશની સાથે મેદાન પર ઉતરુ છું, જેથી તમારા પર ભાર પડે છે.'

કોહલી આ વર્ષે 31 વર્ષનો થઈ જશે. તેણે સ્વીકાર કર્યો કે, તેના માટે સમય-સમય પર બ્રેક લેવો ફાયદાકારક રહ્યો છે. કોહલીએ કહ્યું, 'તેવું નથી કે ખેલાડી દરેક સમય આ વિશે વિચારતો રહે છે. અમે વ્યક્તિગત રૂપથી વચ્ચે-વચ્ચે બ્રેક લઈએ છીએ. પરંતુ ઘણીવાર કાર્યક્રમ તમને આમ કરવાની મંજૂરી ન આપે. આ તે ખેલાડીઓ માટે ખુબ જરૂરી છે જે ત્રણેય ફોર્મેટમાં પ્રદર્શન કરે છે.'

કોહલી માટે આ માત્ર તેના પ્રદર્શન વિશે નથી, પરંતુ તેની આગેવાની માટે પણ છે. રણનીતિ બનાવવા માટે હંમેશા તમારે મગજ લગાડવું પડે છે. તેણે કહ્યું, 'કેપ્ટન હોવું, પ્રેક્ટિસ સત્રમાં તે ગતિ દેખાડવી, તે બધુ સરળ નથી. તેનાથી તમારા પર વધુ ભાર પડે છે. વચ્ચે આરામ કરતો ફાયદાકારક સાબિત થાય છે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news