પાકિસ્તાનને મરચાં લાગ્યા, આ ક્રિકેટરે હદ વટાવી કહ્યું શમી-સિરાજને અપાતા બોલનું ટેસ્ટિંગ કરો

World Cup 2023: ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ-2023ની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ટૂર્નામેન્ટની 33મી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને અંતિમ-4માં જગ્યા બનાવી લીધી છે. આ જીતમાં ભારતીય પેસ એટેકની મહત્વની ભૂમિકા રહી છે. શ્રીલંકા સામે શમી, સિરાજ અને બુમરાહે 9 વિકેટ ઝડપી હતી. જોકે, પાકિસ્તાન ભારતીય બોલરોની સફળતાને પચાવી શક્યું નથી.

પાકિસ્તાનને મરચાં લાગ્યા, આ ક્રિકેટરે હદ વટાવી કહ્યું શમી-સિરાજને અપાતા બોલનું ટેસ્ટિંગ કરો

વર્લ્ડ કપ-2023માં ટીમ ઈન્ડિયા કેવું શાનદાર પ્રદર્શન કરી રહી છે. રોહિતની આ ધાકડ ટીમે ટૂર્નામેન્ટમાં સાત મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. 14 પોઈન્ટ સાથે તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ટીમ ઈન્ડિયાને ગુરુવારે શ્રીલંકા સામેની મેચમાં સાતમી જીત મળી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો 302 રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાની આ જીતમાં મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્રણેયએ મળીને 9 વિકેટ લીધી હતી. શમીએ 5, સિરાજે 3 અને બુમરાહે 1 વિકેટ લીધી હતી.

ભારતીય ફાસ્ટ બોલરોની આ ઘાતક બોલિંગ પાકિસ્તાનને પચી નથી. પાડોશી દેશના પૂર્વ ક્રિકેટર હસન રઝાએ તો શમી અને સિરાજને આપવામાં આવેલા બોલના ટેસ્ટિંગની પણ માંગ કરી છે. તેણે પાકિસ્તાની ન્યૂઝ ચેનલના શોમાં આવી વાહિયાત વાતો કહી. શોના એન્કરે હસન રઝાને પૂછ્યું કે, શું બોલ અલગ-અલગ છે, કારણ કે ભારતીય બોલરોને જે પ્રકારનો સ્વિંગ મળી રહ્યો છે, તેનાથી એવું લાગે છે કે જાણે તેઓ બોલિંગ પીચ પર બોલિંગ કરી રહ્યા છે અને તેમને વિચિત્ર પ્રકારનો સ્વિંગ મળી રહ્યો છે.

— Hasnain Liaquat (@iHasnainLiaquat) November 2, 2023

તેના પર હસન રજાએ કહ્યું, જ્યારે ટીમ ઈન્ડિયા બોલિંગ શરૂ કરે છે, ત્યારે જોવામાં આવે છે કે ડીઆરએસના નિર્ણયો પણ તેમના પક્ષમાં જાય છે. ત્યાં 7-8 ડીઆરએસ હતા જે ખૂબ નજીક હતા. તે ભારતની તરફેણમાં ગયા છે, પરંતુ જ્યાં સુધી બોલની વાત છે, શમી-સિરાજ જેવા બોલરો એલન ડોનાલ્ડ, એનટીની જેવા ખતરનાક બની ગયા છે. મને લાગે છે કે બીજી ઇનિંગ્સમાં બોલ પણ બદલાય છે. બોલ પણ તપાસવા જોઈએ. આ અંગે ચર્ચા થવી જોઈએ. મને શંકા છે. હસન રઝા ભારતીય બોલરો પર સવાલ ઉઠાવવા માટે બહુ મોટા ક્રિકેટર નથી. તેમણે માત્ર 7 ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે લગભગ 27ની એવરેજથી 235 રન બનાવ્યા. 16 વનડેમાં તેના નામે 242 રન છે.

જો કે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ હસન રઝાના આરોપોનો જવાબ આપ્યો હતો. તેણે હસન રઝાને ઉગ્રતાથી ઠપકો આપ્યો. આકાશ ચોપરાએ X પર લખ્યું શું આ કોઈ ગંભીર ક્રિકેટ શો છે? જો નહીં, તો કૃપા કરીને અંગ્રેજીમાં ક્યાંક ‘વ્યંગ’ ‘કોમેડી’નો ઉલ્લેખ કરો. મારો મતલબ એ છે કે...તે પહેલેથી જ ઉર્દૂમાં લખાયેલું હશે પણ કમનસીબે, હું તેને વાંચી/સમજી શકતો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news