World Cup: સતત 8 મેચ જીતનારી ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને આપી ચેતવણી, કહ્યું-અસલ ખતરો તો...
World Cup 2023: લીગ તબક્કામાં ભારતે હજુ એક મેચ રમવાની બાકી છે પરંતુ સતત 8 મેચ જીત્યા બાદ હવે ટોપ પર રહેવાનું નક્કી છે. જો કે મેન ઈન બ્લ્યુના આવા જબરદસ્ત પ્રદર્શન છતાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી દીધી છે.
Trending Photos
આઈસીસી વર્લ્ડ કપ 2023માં 5 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં ટુર્નામેન્ટની બે ટોપ ટીમો વચ્ચે મેચ રમાઈ જેમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે એકતરફી જીત મેળવી. પાંચ નવેમ્બર પહેલા આ મેચને ફાઈનલ પહેલાની ફાઈનલ ગણવામાં આવી રહી હતી. ટીમ ઈન્ડિયા માટે આ મેચને અસલ અગ્નિ પરીક્ષા ગણવામાં આવી રહી હતી. પરંતુ મેજબાન ટીમે ખુબ જ સરળતાથી દક્ષિણ આફ્રિકાને હરાવ્યું અને ભારતીય ટીમ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ સાવ નિસહાય જોવા મળી.
લીગ તબક્કામાં ભારતે હજુ એક મેચ રમવાની બાકી છે પરંતુ સતત 8 મેચ જીત્યા બાદ હવે ટોપ પર રહેવાનું નક્કી છે. જો કે મેન ઈન બ્લ્યુના આવા જબરદસ્ત પ્રદર્શન છતાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી દીધી છે. મિસ્બાહ ઉલ હકને લાગે છે કે વિશ્વ કપમાં ભારત સામે ખરું જોખમ હવે સામે આવવાનું છે.
2003, 2015, 2019, 2023 વિશ્વ કપમાં છે સમાનતા
વર્ષ 2003, 2015, 2019, અને હાલના 2023 વિશ્વ કપમાં એક નિશ્ચિત સમાનતા છે. વિશ્વ કપ 2023ની જેમ ભારતે 2003ના વિશ્વ કપમાં પણ સતત 8 જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા 2015માં લીગ તબક્કામાં અજેય રહી હતી.
ટીમ ઈન્ડિયા 2019 અને 2023 બંનેમાં પોઈન્ટ ટેબલ પર ટોપ પર રહી હતી. આમ છતાં છેલ્લા ત્રણ વિશ્વ કપમાં કોઈ પણ ખિતાબ ભારતને નામે થયો નથી. નોકઆઉટ તબક્કામાં જ તેનું અભિયાન ખતમ થઈ ગયું.
વિશ્વ કપ 2003, 2015 ને 2019માં નોકઆઉટમાં જ બહાર
ભારતે વિશ્વ કપ 2003માં ફાઈનલ, જ્યારે 2015 અને 2019માં સેમી ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જે તબક્કો સૌથી વધુ મહત્વ ધરાવતો હતો ત્યાં ભારતીય ટીમ દબાણમાં વિખરાઈ ગઈ અને ખિતાબ પોતાના નામે કરવાનો મોકો ગુમાવી દીધો.
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતની 243 રનની જીત બાદ મિસ્બાહે એસ્પોર્ટ્સને કહ્યું કે સેમી ફાઈનલમાં પહોંચનારી અન્ય ટ ીમો માટે હજુ પણ એક નાનકડી તક બનેલી છે. કારણ કે રન અને ફેવરિટ (ખિતાબના દાવેદાર) ટેગને જોતા ભારત નોકઆઉટમાં વધુ દબાણમાં હશે.
નોકઆઉટમાં ભારત પર વધુ તબાણ રહેશે- મિસ્બાહ
મિસ્બાહ ઉલ હકે કહ્યું કે એક વાત નક્કી છે. હાં આ ગ્રુપ તબક્કો છે, ઠીક છે પરંતુ જ્યારે તેઓ નોકઆઉટ તબક્કામાં જાય છે ત્યારે એક ટીમ જેટલું સારું રમે છે અને ફેવરિટ બને છે ત્યારે દબાણ પણ એટલું જ વધુ હોય છે અને એકવાર જ્યારે કોઈ ટીમ તેમના પર એક-બે ઓવર દબાણ નાખે તો તેઓ વિખેરાઈ શકે છે. તેનો અર્થ છે કે અન્ય ટીમો માટે હજુ પણ એક તક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે