WTC Final: ઓસ્ટ્રેલિયાના 469 રન સામે ભારતની ખરાબ શરૂઆત, બીજા દિવસને અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 151/5

IND vs AUS: લંડનના ધ ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના બીજા દિવસે ભારતીય ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાએ શાનદાર બોલિંગ કરતા ભારતની પાંચ વિકેટ પાડી દીધી છે. હવે ટીમ ઈન્ડિયા સામે ફોલોઓન બચાવવાનો ખતરો છે. 
 

WTC Final: ઓસ્ટ્રેલિયાના 469 રન સામે ભારતની ખરાબ શરૂઆત, બીજા દિવસને અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 151/5

લંડનઃ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final 2023) ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની રમતના અંતે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં બીજા દિવસના અંતે ભારતીય ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 5 વિકેટે 151 રન બનાવ્યા છે. ભારત હજુ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગના સ્કોર કરતા 318 રન પાછળ છે અને તેના પર ફોલોઓનનો ખતરો છે. દિવસના અંતે રહાણે 39 અને કેએસ ભરત 5 રન બનાવી ક્રીઝ પર હતા. 

ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો
ઓસ્ટ્રેલિયાના 469 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ટોપના ચાર બેટર મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં હતા. કેપ્ટન રોહિત શર્મા 15 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો હતો. તો આઈપીએલમાં ધમાલ મચાવનાર શુભમન ગિલ 13 રન બનાવી ક્લિન બોલ્ડ થયો હતો. ચેતેશ્વર પુજારા (14) ને કેમરૂન ગ્રીને બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાને ત્રીજી સફળતા અપાવી હતી. વિરાટ કોહલી 14 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં સ્લિપમાં કેચઆઉટ થયો હતો. 

જાડેજા અને રહાણે વચ્ચે ભાગીદારી
ભારતીય ટીમે 71 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રવીન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે વચ્ચે પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારી થઈ હતી. જાડેજા 51 બોલમાં 7 ચોગ્ગા અને એક સિક્સ સાથે 48 રન બનાવી નાથન લાયનનો શિકાર બન્યો હતો. દિવસના અંતે રહાણે 71 બોલમાં ચાર ચોગ્ગા સાથે 29 અને ભરત 5 રન બનાવી ક્રીઝ પર હતો. ઓસ્ટ્રેલિયાના પાંચેય બોલરોને એક-એક સફળતા મળી હતી. 

ઓસ્ટ્રેલિયા તરફથી હેડ અને સ્મિથની સદી
ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરતા 469 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 163 રન ફટકાર્યા હતા. સ્ટીવ સ્મિથ 121 રન બનાવી આઉટ થયો હતો. વિકેટકીપર એલેક્સ કેરીએ 48 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 108 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીને બે-બે સફળતા મળી હતી. તથા જાડેજાએ એક વિકેટ લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news