જમ્મુ-કાશ્મીરઃ કુલગામમાં 5 બિન-કાશ્મીરી મજુરોની આતંકવાદીઓએ કરી હત્યા

સૂત્રોએ જણાવ્યું કે, આ હુમલામાં એક મજુર ઘાયલ થયો છે. પ્રાપ્ત માહિતી અુસાર માર્યા ગયેલા તમામ મજૂરો પશ્ચિમ બંગાળના હતા અને તેઓ અહીં રોજમદાર તરીકે કામ કરતા હતા. 

Updated By: Oct 29, 2019, 10:01 PM IST
જમ્મુ-કાશ્મીરઃ કુલગામમાં 5 બિન-કાશ્મીરી મજુરોની આતંકવાદીઓએ કરી હત્યા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ પાંચ બિનકાશ્મીરી મજૂરોની ગોળી મારીને હત્યા કરી નાખી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ હુમલામાં એક મજુર ઘાયલ થયો છે. પ્રાપ્ત માહિતી અુસાર માર્યા ગયેલા તમામ મજૂરો પશ્ચિમ બંગાળના હતા અને તેઓ અહીં રોજમદાર તરીકે કામ કરતા હતા. 

જમ્મુ-કાશ્મીર પોલીસના સૂત્રોએ ANIને જણાવ્યું કે, સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને મોટા પાયે સર્ચ ઓપેરશન હાથ ધરવામાં આવ્યું છે. વધારાના સુરક્ષા દળો પણ બોલાવાયા છે. 

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના દ્રબગામમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

આ હુમલો એવા સમયે કરાયો છે જ્યારે યુરોપિયન યુનિયનના 28 સાંસદો કાશ્મીરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. 

આ પહેલા મંગળવારે બપોરના સમયે પુલવામાના દ્રબગામ વિસ્તારમાં સુરક્ષા દળો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સુરક્ષદળોએ પણ જવાબમાં ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં કોઈ ઘાયલ થયું ન હતું. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

જુઓ LIVE TV...

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....