પાકિસ્તાનના આતંકી કેમ્પમાં કોરોનાની એન્ટ્રી, આતંકવાદીના ઓડિયો ક્લિપમાં થયો ખુલાસો

પાકિસ્તાનના એક ટેરર કેમ્પમાં રહેતા શાહિદ નામના એક આતંકીએ કાશ્મીરમાં તેના પિતાને ફોન પર જે વાતચીત કરી તેને સુરક્ષા એજન્સીઓએ મળી આવી છે. આ વાતચીતમાં ખુલાસો થયો છે

પાકિસ્તાનના આતંકી કેમ્પમાં કોરોનાની એન્ટ્રી, આતંકવાદીના ઓડિયો ક્લિપમાં થયો ખુલાસો

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) અને પાક અધિકૃત કાશ્મીર (PoK)ના આતંકી કેમ્પમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ફેલાઈ ચુક્યું છે. જેનાથી આ કેમ્પમાં રહેતા આતંકીઓમાં ભય ફેલાયો છે. કોરોના વાયરસથી આતંકીઓ વધારે ભયભીત છે કે, તેઓ કેમ્પ છોડીને ભાગવા માગે છે. પરંતુ તેમના પર પાકિસ્તાની સેના નરજ રાખી રહી છે અને આતંકીઓને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે સતત દબાણ કરી રહી છે. ઝી ન્યુઝને મળેલી આતંકીઓની એક ઓડીયો ક્લિપ દ્વારા આ ખુલાસો થયો છે કે કોરોના વાયરસના સંક્રમણથી આતંકીઓ ભયભીત છે.

પાકિસ્તાનના એક ટેરર કેમ્પમાં રહેતા શાહિદ નામના એક આતંકીએ કાશ્મીરમાં તેના પિતાને ફોન પર જે વાતચીત કરી તેને સુરક્ષા એજન્સીઓએ મળી આવી છે. આ વાતચીતમાં ખુલાસો થયો છે કે, શાહિદ જે બીજા આતંકીઓ સાથે કેમ્પ રહે છે તે તમામ કોરોનાથી પીડિત છે.

શાહિદ અને પિતા વચ્ચેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, અબ્બુ અમારા ત્રણ ચાર સાથીઓમાં કોરોના વાયરસ ફેલાઈ ચુક્યો છે, પરંતુ તેમની સારવાર કરવામાં આવી રહી નથી. મારી પણ તબીયત થોડી ખરાબ છે. અમને દવાની જગ્યાએ હથિયાર અને દારૂગોળો આપવામાં આવી રહ્યો છે અને અમારી પાસે કાશ્મીરમાં ઘુસણખોરી કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટમાં આવેલા એક સમાચાર અનુસરા પાકિસ્તાન કોરોનાથી સંક્રમિત આતંકીઓને કાશ્મીરમાં મોકલવાનું કાવતરૂં બનાવી રહ્યું છે. જેને કારણે આ સંક્રમણને કાશ્મીરમાં ફેલાવી શકાય. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર સુરક્ષા એજન્સીઓ કોશ્મીરમાં આતંકીઓ સાથે થઈ રહેલા એન્કાઉન્ટરમાં ઘણી સાવધારની વર્તી રહ્યાં છે. જે આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારી રહ્યાં છે તેઓમાં કોરોનાની આશંકાના કારણે સાવધાની રાખવામાં આવી રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર પીઓકેમાં 20થી વધારે ટેરર કેમ્પ એક્ટીવ છે અને તેમાં 2 હજારથી વધારે આતંકી ભારતમાં ઘુસણખોરી કરી હુમલો કરવાની તૈયારી કરી રહ્યાં છે. 450ની આસપાસ આતંકીઓ લાઈન ઓફ કંટ્રોલની નજીક બનેલા લોન્ચિંગ પેડ પર એકઠા થયા છે. જે ભારતમાં ઘુસણખોરી કરવાની શોધમાં છે. કોરોના વાયરસના કારણે સુરક્ષા દળ સામાન્ય કાશ્મીરીઓની મદદમાં લાગ્યા છે. ત્યારે તેમના પર કાઉન્ટર ટેરર ઓપરેશનની પણ જવાબદારી છે.

(નોંધ:- ઝી ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટી નથી કરતું. હાલ સુરક્ષા એજન્સિઓ આ ઓડિયો ક્લિપની તપાસ કરી રહી છે.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news