સિંહ બાદ હવે દિપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સામાન્ય રીતે ગીર પંથકમાં સિંહની પજવણીના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે હવે  દીપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં ચારથી વધુ યુવાનો લાકડી સાથે જોવા મળી રહ્યા છે. જેમાં એક યુવાને દીપડાના બચ્ચાને બોચીથી પકડી ઝાડના થડીયા વચ્ચે દબાવી રહ્યો છે. 
 

સિંહ બાદ હવે દિપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

રજની કોટેચા/ઉના: સામાન્ય રીતે ગીર પંથકમાં સિંહની પજવણીના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે હવે  દીપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં ચારથી વધુ યુવાનો લાકડી સાથે જોવા મળી રહ્યા છે. જેમાં એક યુવાને દીપડાના બચ્ચાને બોચીથી પકડી ઝાડના થડીયા વચ્ચે દબાવી રહ્યો છે. 

દિપડાના બચ્ચાની પજવણી કરી રહેલા આ યુવાનો હસી મજાક કરી બચ્ચાને ઝાડના થડીયા વચ્ચે દબાવી રાખીને તેનો વીડિયો ઉતારી રહ્યા છે. આ વીડિયોમાં યુવાનો ગુજરાતી બોલી રહ્યા છે અને ગીરનો જંગલ વિસ્તાર હોય તેવું લાગી રહ્યું છે. આ વીડિયોમાં દિપડાનું બચ્ચું ગુસ્સે ભરાયેલું જોવા મળી રહ્યું છે.

ગીર પંથક આમતો એશિયાઇ સિંહો માટે પ્રચલિત છે. પરંતુ સિંહોને પજવણી કરતા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે હવે દિપડાના બચ્ચાને ચાર યુવકો દ્વારા પજવણી કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાઇરલ થયો છે. વન વિભાગે પણ આ દિપડાની પજવણી કરી રહેલા યુવકોની વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news