બેન્કના કસ્ટમર કેરમાં ફોન કરવો પડ્યો ભારે, ખાતામાંથી ગુમાવ્યા 43 હજાર રૂપિયા


ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી લોકોના રૂપિયા ચાઉં થઈ જતા હોવાની અનેક ફરિયાદો થઈ છે. પણ અમદાવાદ શહેરમાં ફ્રોડનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

બેન્કના કસ્ટમર કેરમાં ફોન કરવો પડ્યો ભારે, ખાતામાંથી ગુમાવ્યા 43 હજાર રૂપિયા

ઉદય રંજન/અમદાવાદઃ સાયબર ક્રાઇમની દુનિયામાં ગુનેગારો દિવસેને દિવસે લોકોના પૈસા પડાવા માટે રોજ રોજ નવા કીમિયા લઈ આવે છે. ત્યારે અમદાવાદના ATMમાંથી નાણાં ન નીકળતા કસ્ટમર કેરમાં યુવકને ફોન કરવો ભારે પડ્યું અને હજારો રૂપિયાથી હાથ ધોવાનો વારો આવ્યો છે. આવો જ એક  છેતરપિંડીનો  કિસ્સો કાગડપીઠ પોલીસ સ્ટેશન ચોપડે નોંધયો છે.

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી લોકોના રૂપિયા ચાઉં થઈ જતા હોવાની અનેક ફરિયાદો થઈ છે. પણ અમદાવાદ શહેરમાં ફ્રોડનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવકને એટીએમમાંથી નાણાં ન નીકળતા તેણે કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. બાદમાં નાણાં તો આવી ગયા પણ ફરી એક ફોન આવ્યો હતો અને 43 હજારનો ફ્રોડ થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

રાયપુરમાં રહેતા મનોહરભાઈ જાવલે ડેટા ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેઓને એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે અને ગત 22મીએ સાંજે તેઓને રૂપિયાની જરૂર ઉભી થઈ જતી. જેથી તેમના ઘર નજીક પંજાબ નેશનલ બેંકના એટીએમ સેન્ટર પર ગયા હતા. ત્યાં 3500 રૂપિયા કાઢવા પ્રોસેસ કરી હતી. પણ મશીનમાં રૂપિયા ન હોવાથી તેઓના રૂપિયા નહોતા નીકળી શક્યા. પરંતુ તેઓના 3500 રૂપિયા એકાઉન્ટમાંથી ડેબિટ થઈ ગયા હોવાનો મેસેજ તેઓને આવ્યો હતો.  જેથી તેમણે ગુગલમાંથી એસબીઆઈ બેંકના કસ્ટમર કેરનો નમ્બર શોધ્યો અને બાદમાં 18002086289 પર ફોન કર્યો હતો. 

અમદાવાદના શ્યામલ વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, બેની ધરપકડ  

મનોહરભાઈએ તેમની ફરિયાદ આપતા ગણતરીના સમયમાં એક લિંક આવી હતી. બાદમાં તે લિંક પર ઓકે બટન દબાવતા તેમના 3500 રૂ. પાછા ક્રેડિટ થઈ ગયા હતા. જોકે ફરી તેઓના મોબાઈલ નંબર પર કોઈનો ફોન આવ્યો અને કહ્યું કે ફરીથી રૂપિયા ન કપાય તે માટે અમારા સિનિયરનો ફોન આવશે તે કહે તેમ પ્રોસેસ કરજો. બાદમાં ફોન કરનાર વ્યક્તિએ મનોહરભાઈ પાસે QS એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. 

આ એપ ડાઉનલોડ કરાવી ગૂગલ પે પર ટુકડે ટુકડે 43 હજાર રૂપિયા મંગાવી લીધા હતા. મનોહરભાઈએ પૈસા કેમ ટ્રાન્સફર કરાવ્યા તેવું પૂછતાં જ ફોન કરનારે તે પૈસા પરત એકાઉન્ટમાં જ જમા થશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. 43 હજારનો ફ્રોડ થતા સાયબર ક્રાઇમમાં મનોહર ભાઈએ અરજી આપ્યા બાદ કાગદાપીઠ પોલીસસ્ટેશનમાં પુરાવા સાથે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news