પાકિસ્તાન: ખાદિમ રિઝવીનું ભડકાઉ નિવેદન, 'જેમને શીખ કોમ પ્રત્યે પ્રેમ હોય તે અમૃતસર જતા રહે'

 પાકિસ્તાન (Pakistan) ની તહરીકે એ લબ્બેક પાર્ટીના નેતા ખાદિમ હુસેન રિઝવીએ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) ને લઈને ભડકાઉ નિવેદન આપ્યું છે. રિઝવીએ કહ્યું કે જેમને શીખો પ્રત્યે એટલો પ્રેમ હોય તે લોકો સરહદ પાર કરીને અમૃતસર જતા રહે. 

Updated By: Dec 1, 2019, 07:10 PM IST
પાકિસ્તાન: ખાદિમ રિઝવીનું ભડકાઉ નિવેદન, 'જેમને શીખ કોમ પ્રત્યે પ્રેમ હોય તે અમૃતસર જતા રહે'
ફાઈલ ફોટો

ઈસ્લામાબાદ:  પાકિસ્તાન (Pakistan) ની તહરીકે એ લબ્બેક પાર્ટીના નેતા ખાદિમ હુસેન રિઝવીએ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) ને લઈને ભડકાઉ નિવેદન આપ્યું છે. રિઝવીએ કહ્યું કે જેમને શીખો પ્રત્યે એટલો પ્રેમ હોય તે લોકો સરહદ પાર કરીને અમૃતસર જતા રહે. 

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને આર્મી ચીફ જનરલ કમર બાજવાનું નામ લીધા વગર રિઝવીએ કહ્યું કે શીખોની યુનિવર્સિટી ખોલવા માટે પાકિસ્તાન નથી બન્યું. શીખોને  ખુશ કરવા માટે પાકિસ્તાન નથી બન્યું. જેમને શીખો પ્રત્યે એટલો જ પ્રેમ હોય તેઓ અમૃતસર જતા રહે.

કરતારપુર કોરિડોર દ્વારા હિન્દુસ્તાનને જખમ આપવાનું PAKનું ષડયંત્ર, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોર પર ઈન્ટીગ્રેટેડ ચેકપોસ્ટનું ઉદ્ધાટન કર્યું હતું. સાત દાયકાઓમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પહેલો ધાર્મિક સંપર્ક છે. દરબાર સાહિબ ગુરુદ્વારા કરતારપુર સાહિબ તરીકે પણ ઓળખાય છે. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવે પોતાના જીવનના છેલ્લા વર્ષો અહીં પસાર કર્યા હતાં. આ સ્થળ હવે પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં છે. 

ભારતે 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સાથે 4.2 કિમી લાંબા ચાર લેનવાળા કરતારપુર સાહિબ કોરિડોરના પરિચાલન અંગે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. બંને દેઓશએ 5000 ભારતીય શીખ તીર્થયાત્રીઓને રોજ યાત્રા કરવા દેવા પર સહમતિ વ્યક્ત કરી છે. 

કરતારપુર કોરિડોર અંગે પાકિસ્તાનના મંત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, બાજવાનું ભયંકર ષડયંત્ર

કરતારપુર કોરિડોર બાજવાના મગજની ઉપજ, આ ઘાવને હિન્દુસ્તાન હંમેશા યાદ રાખશે-શેખ રશીદ
આ બાજુ ઈમરાન ખાન (Imran Khan) ના નીકટ અને પાકિસ્તાના રેલ મંત્રી શેખ રશીદ અહેમદે (Sheikh Rasheed) શનિવારે સ્વીકાર્યું કે કરતારપુર કોરિડોર સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાના મગજની ઉપજ હતી. કોરિડોરના આ ઘાવને હિન્દુસ્તાન હંમેશા યાદ રાખશે. જ્યારે તેનાથી  બિલકુલ ઉલટુ પાકિસ્તાન (Pakistan) સરકાર અત્યાર સુધી એ દાવો કરી રહી હતી કે કોરિડોર ખોલવો એ વડાપ્રધાન ઈમરાન ખાનની સોચ છે. 

પાકિસ્તાની મંત્રીએ કહ્યું કે જનરલ કમર બાજવાએ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) નો એવો જખમ આપ્યો છે કે હિન્દુસ્તાન હંમેશા યાદ રાખશે. આ પ્રોજેક્ટ દ્વારા શીખોની અંદર પાકિસ્તાન માટે મહોબ્બત પેદા કરવામાં આવી. અત્રે જણાવવાનું કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પહેલા જ ચેતવણી ઉચ્ચારી ચૂક્યા છે કે કરતારપુર કોરિડોર પાછળ પાકિસ્તાનનો એક છૂપો એજન્ડા છે. 

જુઓ LIVE TV

પાકિસ્તાનમાં અમેરિકા, ઈંગ્લેન્ડ અને કેનેડા જેવા દેશોથી પહોંચેલા અલગતાવાદીઓ અને ખાલિસ્તાની તત્વોની હાજરી તથા ભારતથી કરતારપુર જનારા શ્રદ્ધાળુઓ સાથે તેમની સંભવિત મુલાકાત ભારત માટે ચિંતાનો વિષય છે. ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે શીખ ફોર જસ્ટિસ (એસએફજે) જેવા શીખ કટ્ટરપથી સંગઠનોની  તેમના વિભાજનકારી એજન્ડાને આગળ વધારવા માટે કરતારપુર કોરિડોરનો ઉપયોગ કરવાની યોજના છે.

ભારતને જખમ આપવાના પાકિસ્તાનના કાવતરા અંગે ભારતે આપ્યો જવાબ 
કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) નો ઉપયોગ નાપાક ઈરાદાઓને અંજામ આપવા માટે  પાકિસ્તાન (Pakistan)  ઈચ્છુક હોવાના મુદ્દે દેશના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે (Nityanand Rai)  નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ડેરાબાબા નાનક પર કરતારપુર સાહિબ કોરિડોર બીએસએફના હાથે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આપણા જવાનોની મહેનતના કારણે દુશ્મનોએ ઘૂસણખોરી કે કોઈ અપરાધને અંજામ આપતા પહેલા અનેકવાર વિચારવું પડશે. ગૃહ રાજ્યમંત્રી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના 55માં સ્થાપના દિવસ પર આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube