જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યા બાદ સુરક્ષાબળોની શહીદીમાં 73% ઘટાડો

જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)થી પાંચ ઓગસ્ટના રોજ આર્ટિકલ 370 (Article 370) દૂર કર્યા બાદ 32 આતંકવાદીઓને ઠાર માર્યા છે અને 10 આતંકવાદીઓને ધરપકડ કરી લીધી છે. તેની સાથે જ સુરક્ષાબળો (security Force)ને વીરગતિ પ્રાપ્ત કરનાર આંકડામાં 73 ટકા સુધી ઘટાડો આવ્યો છે.

જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યા બાદ સુરક્ષાબળોની શહીદીમાં 73% ઘટાડો

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)થી પાંચ ઓગસ્ટના રોજ આર્ટિકલ 370 (Article 370) દૂર કર્યા બાદ 32 આતંકવાદીઓને ઠાર માર્યા છે અને 10 આતંકવાદીઓને ધરપકડ કરી લીધી છે. તેની સાથે જ સુરક્ષાબળો (security Force)ને વીરગતિ પ્રાપ્ત કરનાર આંકડામાં 73 ટકા સુધી ઘટાડો આવ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ બુધવારે રાજ્યસભામાં તેની જાણકારી આપી. તેમણે કહ્યું કે આ દરમિયાન જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 19 નાગરિકો મોતને ભેટ્યા છે. 

તેમણે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં હાલના સમયમાં 437 લોકો નિવારક કસ્ટડીમાં છે, જેમાં કોઇપણ નાબાલિગ સામેલ નથી. તો બીજી તરફ પાંચ ઓગસ્ટ બાદ અસામાજિક તત્વો, પથ્થરમારો કરનાર અને આતંકવાદીઓ માટે કામ કરનાર ગ્રાઉન્ડ વર્કસ મળીને કુલ 6,605 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. 

અર્થવ્યવસ્થા પણ પાટા પર પરત ફરી
આ પહેલાં મંગળવારે ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ સંસદને સૂચિત કર્યું હતું કે આર્ટિકલ 370 દૂર કરવા તથા કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ કાશ્મીર ઘાટીમાં કૃષિ કાર્ય ખૂબ સુચારું રીતે થઇ રહ્યું છે. કલમ 370 દૂર કરવાના નિર્ણય બાદ આર્થિક પ્રભાવ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, કિશન રેડ્ડીએ લોકસભાને સૂચિત કર્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20 માટે જાન્યુઆરી સુધી 18.34 લાખ મેટ્રિક ટન સફરજન મોકલવામાં આવ્યા છે. 

જમ્મૂ કાશ્મીર સરકાર પાસેથી મળતી માહિતીનો હવાલો આપતાં કિશન રેડ્ડીએ એ પણ કહ્યું કે 'વર્ષ 2019માં રેશમકીટ ઉત્પાદનના મામલે 813 મેટ્રિક ટન રેશમને કોકૂનનું ઉત્પાદન થયું. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રણ ચતૃથાંશ ભાગમાં 688.26 કરોડ રૂપિયાના હસ્તશિલ્પોને નિર્યાત કરવામાં આવ્યા. આ ઉપરાંત ઘણા પર્યટન અભિયાનોને પણ લોન્ચ કરવામાં આવ્યા. 

સદનના સભ્યોને એ પણ જણાવવામાં આવ્યું કે 'જમ્મૂ તથા કાશ્મીર સરકારને સૂચિત કરવામાં આવ્યું છે કે ભારત સરકારના સાંખ્યિકી અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન કરવામાં આવેલા સામયિક મજૂર બળ સર્વેક્ષણથી ખબર પડે છે કે જમ્મૂ કાશ્મીરમાં 15 વર્ષ આયુ સમૂહનું કામદાર-વસ્તી પ્રમાણ 51 ટકા છે.

કિશન રેડ્ડીએ કહ્યું કે જમ્મૂ તથા કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રની પૂર્ણ આર્થિક ક્ષમતાનું અહીં આતંકવાદ અને અલગાવવાદની જગ્યાએ ગત 70 વર્ષો સુધી ખબર પડી શકી ન હતી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news