ગ્રીન ઝોન News

કન્ફ્યુઝન છે તમને? તો જાણો રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે ક્યાં કેવી મળશે છૂટ
લોકડાઉન 2.0 ખતમ થાય તેના બે દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે શુક્રવારે લોકડાઉન બે અઠવાડિયા માટે આગળ વધારી દીધુ છે. જો કે આ સાથે અનેક છૂટછાટ પણ આપી છે. દેશને 3 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન. આ દરમિયાન રેડ ઝોનમાં પણ કંપનીઓ તો ખુલશે, ફક્ત સંક્રમણ ઝોન(Containment zone)માં તમામ પ્રકારના પ્રતિબંધો લાગુ રહેશે. એટલું જ નહીં રાતના 7 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી બિનજરૂરી ગતિવિધિઓની મંજૂરી નથી. 10 વર્ષથી નાના બાળકો, વૃદ્ધો કે જેમને પહેલેથી કોઈ બીમારી છે તેમને કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. જો રાજ્યો ચાહે તો તેમને જ્યાં ઠીક લાગે, ત્યાં પ્રતિબંધ વધારી શકે છે. પરંતુ કેન્દ્ર સરકારે જે નક્કી કર્યું છે તેમાં છૂટછાટ આપી શકશે નહીં. આ બધા વચ્ચે લોકોમાં હજુ પણ કન્ફ્યૂઝન છે કે ક્યાં શું ખુલશે અને શેના પર પ્રતિબંધ રહેશે?...આવો જાણીએ વિગતવાર...
May 2,2020, 14:11 PM IST
લોકડાઉનમાં લગાવાયેલ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનનો સાચો મતલબ જાણી લેવો જરૂરી છે
Apr 14,2020, 10:27 AM IST

Trending news