Call Girl: હીરોઈન જેવા ફોટા બતાવી થાય છે શોખીનોનો શિકાર, તમને પણ આવી શકે છે કોલગર્લનો કોલ!

Call Girl Scam: તમારા નંબર પર વોટ્સએપમાં અલગ અલગ હીરોઈન જેવી લલનાઓ હોટ ફોટા મોકલવામાં આવે છે. રસિયાઓ ફોટો જોઈને, ફોન પર વાતચીત કરીને લપેટાઈ જાય છે.

Call Girl: હીરોઈન જેવા ફોટા બતાવી થાય છે શોખીનોનો શિકાર, તમને પણ આવી શકે છે કોલગર્લનો કોલ!

Call Girl Scam: ગંદા હૈ પર ધંધા હૈ યે...! કંઈક આ ડાયલોગને અનુરૂપ હાલ રૂપિયા કમાવવા માટે લોકો અનેક ગોરખધંધા કરે છે. એમાનો એક ધંધો એવો છે જેમાં ક્યારેય મંદી આવતી નથી. આ ધંધો છે ચામડીનો ધંધો. જીહાં, શબ્દો કડવા છે, શબ્દો આકરાં છે, પણ આ જ હકીકત છે. પૈસા પડાવવા હવે તમારા નંબર પર આવે છે કોલર્ગલનો કોલ. તમે કોલ રિસિવ કરો અને પછી તમને પૂછવામાં આવે છે શું તમારે કોઈ સર્વિસ જોઈએ છે? એના પછી તમારા નંબર પર વોટ્સએપમાં અલગ અલગ હીરોઈન જેવી લલનાઓ હોટ ફોટા મોકલવામાં આવે છે. એમાંથી જે ફોટો સિલેક્ટ કરો ત્યાર બાદ તેનો ભાવ તાલ નક્કી કરવામાં આવે છે. 5000 થી લઈને 25000 સુધીના ભાવ બતાવવામાં આવે છે. વીવીઆઈપી ગ્રાહકો માટે તો વિદેશી ફોટા બતાવીને 50,000 થી લાખ રૂપિયા સુધી ફી લેવામાં આવે છે. 

ડિજિટલ યુગમાં કૌભાંડીઓ પણ હવે હાઈટેક થઈ ગયા છે. એમાંય કાળા ધંધામાં તો ઓનલાઈનનો ભરપુર લાભ લેવામાં આવે છે. આજકાલ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના ગુજરાતના મોટા શહેરોમાં છાનેછુપેથી આવા કોલગર્લનું જબરદસ્ત રેકેટ ચાલે છે. એના માટેની ઓનલાઈન સાઈટ પણ અવેલેબલ છે. સાઈટ પર જઈને સર્ચ કરશો તો રૂપરૂપના અંબાર જેવી લલનાઓના ફોટા દેખાશે. જોકે, જ્યારે તમને મળવા હોટલના રૂમમાં છોકરી આવશે ત્યારે કોઈક અલગ જ ચહેરો સામે આવશે. તમે ઈનકાર કરશો ત્યારે સામેથી તકરાર કરવામાં આવશે અને પછી ચાલુ થશે કોલગર્લનું અસલી કૌભાંડ. 

હોરીઈન જેવો ફોટો બતાવીને રૂબરૂમાં મોકલાય છે બીજી યુવતીઃ
શોખનો પહેલાં જ ચાર્જ પેટે પૈસા લઈ લેવામાં આવે છે. ત્યાર બાદ જે ફોટો બતાવ્યો હોય એના બદલે કોઈક બીજી જ યુવતીને મોકલીને પછી કરવામાં આવે છે હંગામો. આમાં યુવતી એકલી નથી હોતી, તેની સાથે હોટલના રૂમ સુધી આવે છે તેની ટીમ, તેના બોડી ગાર્ડ. જે બાદમાં તમને કરે છે બ્લેકમેઈલ. રસિયાઓ પાસે ખોટી રીતે કરવામાં આવે છે પૈસાની માંગણી. જો પૈસા આપવાનો ઈનકાર કરવામાં આવે તો લલના દ્વારા આપવામાં આવે છે બદનામ કરવાની ધમકી. સોશિયલ મીડિયા પર તમને બદનામ કરવાની ધમકી આપીને પણ તમારી પાસે પૈસા પડાવવામાં આવે છે. 

આ 6 રાજ્યોમાંથી ગુજરાતમાં ચલાવાય છે કોલગર્લ કૌભાંડઃ
ગુજરાતના અલગ અલગ શહેરોમાં સક્રિય બની છે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહાર, ઓડિશા, ઝારખંડ અને બિહારની કોલગર્લ ગેંગ. આ 6 રાજ્યોમાંથી સંખ્યાબંધ યુવતીઓ ગુજરાતમાં લાવવામાં આવી છે. જેનું રેકેટ મોટા માથાઓ ચલાવતા હોવાનું પણ ચર્ચામાં છે. રસિયાઓ ઓનલાઈન ફોટો જોઈને, ફોન પર વાતચીત કરીને લપેટાઈ જાય છે. 

ઓનલાઈન વેબસાઈટ દ્વારા પણ ચાલે છે કૌભાંડઃ
ઈન્ટરનેટ પર એસ્કોર્ટ સર્વિસ સર્ચ કર્યા બાદ જુદી જુદી વેબસાઇટ આવે છે. જેમાં ક્લિક કરતા જ વોટ્સએપ નંબર પર હિરોઇન જેવી દેખાતી લલનાના ફોટોગ્રાફ આવી જાય છે. ત્યારબાદ હોટલ પર આવે ત્યારે લલના બદલાઈ જાય છે. પહેલાં ઓનલાઇન પૈસા લઇ લીધા હોવા છતાં ફરી પૈસાની માગણી કરવામાં આવે છે અને કેસ કરવાની ધમકી અપાય છે. ઇજ્જત જવાના ભયથી ભોગ બનનાર સામે આવતા નથી અને કેસ ન થતા આવા ખંડણીખોરો આ રીતે બિદાસ્ત પોતાનો ધંધો કરતા રહે છે. 

કઈ રીતે આપવામાં આવે છે ધમકી?
યુવતી સહિતના લોકો તમારા જ ફોટા તમને બતાવે છે અને તમે કરેલી ચેટના સ્ક્રિન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અને પરિવારને જાણ કરવાની ધમકી આપી પૈસા મેળવી લેતા હોય છે. આવી કોલગર્લ ગેંગો દરરોજ લોકો પાસેથી ઓનલાઇન લાખો રૂપિયા ખંખેરી રહી છે. 

કઈ રીતે રસિયાઓને ફસાવાય છે જાળમાં?
પોતે ભોગ બન્યા હોવા છતાં આબરૂ જવાના ડરને કારણે કોઇ કોઇને આ વાત કહેતું નથી અને છેતરાતા રહે છે. આમ, દરરોજ લાખો રૂપિયા ગેંગ લોકોને ઠગી રહી છે. પ્રોફાઇલમાં તમારો ફોટો મૂકીશું, ફેમિલીને જાણ કરીશું કહીને કોલગર્લ દ્વારા આપવામાં આવે છે બદનામ કરવાની ધમકી. પોલીસની ભૂમિકા સામે પણ અનેક સવાલો ખડા થાય છે. શું ખરેખર પોલીસની જાણ બહાર આ બધુ ચાલે છેકે, પછી....વાત કંઈક જુદી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news