મીઠાઈ, ઘી અને માવામાં કેવી રીતે કરશો અસલી નકલીની પરખ? તમે પણ ઘરે બેસી કરી શકો છો ચેક
તહેવારોના સમયે ફરસાણ અને મિઠાઈઓ આરોગવી કોને ન ગમે. તહેવાર પ્રમાણે બજારો અલગ અલગ વાનગીઓથી ઉભરાતા હોય છે. જો કે આ એવો સમય હોય છે, જ્યારે ભેળસેળિયા વેપારીઓ કમાણી માટે સક્રિય થઈ જાય છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: દિવાળીના સમયે ફૂ઼ડ એન્ડ ડ્રગ વિભાગ બજારમાંથી ફરસાણ અને મિઠાઈના મોટા પાયા પસ સેમ્પલ લેતું હોય છે. આ સેમ્પલને ત્યારબાદ તંત્રની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. જેમાં સામે આવે છે કે ખાદ્યચીજવસ્તુઓમાં ભેળસેળ છે કે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબમાં પણ સેમ્પલ ટેસ્ટિંગની મોટા પાયા પર કામગીરી થાય છે.
તહેવારોના સમયે ફરસાણ અને મિઠાઈઓ આરોગવી કોને ન ગમે. તહેવાર પ્રમાણે બજારો અલગ અલગ વાનગીઓથી ઉભરાતા હોય છે. જો કે આ એવો સમય હોય છે, જ્યારે ભેળસેળિયા વેપારીઓ કમાણી માટે સક્રિય થઈ જાય છે. વધુ કમાણીની લાલચમાં આવા તત્વો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખચકાતા નથી. અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે દિવાળી સમયે ફરસાણ અને મીઠાઈ સહિતની ખાદ્યચીજોના નમૂના લીધા છે. આરોગ્ય વિભાગની ટીમ ખાદ્ય ચીજોના નમૂના લઈને ટેસ્ટિંગ માટે મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી દે છે. હાલ લેબમાં દરરોજ 25થી વધુ ફૂડ સેમ્પલ ટેસ્ટિંગ માટે આવી રહ્યા છે.. 20 કર્મચારીઓ અને અધિકારીનો સ્ટાફ 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતના અદ્યતન સાધનો સાથે સતત ફૂડ ટેસ્ટિંગમાં વ્યસ્ત રહે છે..
ઘી, માવા અને ફોઈલમાં શેની ભેળસેળ કરવામાં આવે છે અને આ ભેળસેળને લેબમાં કેવી રીતે પકડવામાં આવે છે, તે હવે અમે આપને લેબમાં જ લાઈવ ડેમોમાં દેખાડીશું, આમાંથી કેટલાક ટેસ્ટિંગ તમે ઘરે જાતે પણ કરી શકો છો..સૌથી પહેલાં જોઈએ માવાનું ટેસ્ટિંગ.
ડેમો
ટેસ્ટિંગ માટે માવામાં ટીંચર આયોડિન નંખાય છે. માવામાં સ્ટાર્ચની ભેળસેળથી કલર ભૂરો થાય છે. માવો અસલી હોય તો પીળાશ પડતો કલર આવે છે. સ્ટાર્ચની ભેળસેળવાળો માવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ટીંચર આયોડિનની મદદથી તમે ઘરે જ માવાની ખરાઈ કરી શકો છો.
આ તો વાત થઈ માવાની હવે અમે આપને દેખાડીશું અસલી નકલી ઘીની ઓળખનો લાઈવ ડેમો.
ગાયના નકલી ઘી નું ટેસ્ટિંગ
- ઘીમાં HCL ઉમેરવારમાં આવે છે
- HCLથી ઘીમાં હળદરની હાજરી સામે આવે છે
- કલર લાવવા ઘી માં હળદર ઉમેરાય છે)
ઘીમાં વનસ્પતિ તેલની ભેળસેળનું ટેસ્ટિંગ
- ઘીમાં HCL અને ફરફુરાલ સોલ્યુશનનો ઉમેરો
- ફરફુરાલ સોલ્યુશનની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરી શકાય છે
- સોલ્યુશનનો રંગ લાલ થાય તો ઘીમાં વનસ્પતિ તેલની ભેળસેળ છે
- અસલી ઘી (સફેદ)
- નકલી ઘી (લાલ)
વેપારીઓ મિઠાઈમાં ફૂડ ગ્રેડની જગ્યાએ અખાદ્ય કલરનો પણ ઉપયોગ કરતાં હોય છે. ત્યારે લેબ ટેસ્ટમાં જોઈએ બુંદીના લાડુમાં વપરાતા રંગનું ટેસ્ટિંગ.
બુંદીના લાડુનું ટેસ્ટિંગ
- કલરના ટેસ્ટિંગ માટે HCL ઉમેરાય છે
- લાડુમાં ખાદ્ય કલર હશે તો રંગ નહીં બદલાય
- લાડુમાં અખાદ્ય કલર હશે તો જાંબલી રંગ થઈ જશે
- અખાદ્ય કલર
- ખાદ્ય કલર
મિઠાઈની સજાવટ માટે વપરાતા વરખમાં વેપારીઓ સિલ્વરની જગ્યાએ સસ્તી અને પ્રતિબંધિત એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરતાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ઘાતક છે. જો કે તેનો ટેસ્ટ પણ AMCની લેબમાં કરાય છે.
ડેમો
- વરખમાં નાઈટ્રીક એસિડ કે HCL ઉમેર્યું
- સફેદ રંગનું તત્વ જોવા મળે તો તે સિલ્વર છે
- સફેદ રંગનું તત્વ જોવા ન મળે તો એલ્યુમિનિયમ ફોઈલ છે.
આ તો વાત થઈ વરખના લેબ ટેસ્ટની. તમે ઘરે કોઈ પણ કેમિકલ વિના અસલી કે નકલી વરખની પરખ કરી શકો છો. આ માટે ફોઈલને હાથમાં લઈને આંગળી અને અંગૂઠા વચ્ચે મસળો. જો ફોઈલનો ભૂકો થઈ જાય અને તે હાથ પર કાલો રંગ ન છોડે તો તે અસલી સિલ્વરની વરખ છે. એલ્યુનિમિયમ ફોઈલ હશે તો તેને મસળતા કાળો રંગ હાથમાં રહી જશે. AMCની આ લેબમાં વર્ષે ત્રણથી ચાર હજારથી વધુ ફૂડ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. જેમાંથી 8થી 10 ટકા સેમ્પલ અનસેફ, મીસબ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવે છે. લેબમાં થતા ફૂડ ટેસ્ટિંગમાં સૌથી વધુ ભેળસેળ ઘી માં સામે આવતી હોય છે.
એવું નથી કે આ લેબમાં ફક્ત આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલનું જ ટેસ્ટિંગ થાય છે. સામાન્ય નાગરિક 100 રૂપિયાની ફી ભરીને કોઈ પણ ફૂડ સેમ્પલનું ટેસ્ટિંગ કરાવી શકે છે. મોટા ઉદ્યોગ ગૃહો પણ આ લેબોરેટરીનો લાભ લે છે. જે આ લેબનું મહત્વ સાબિત કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે