આ સ્થળે ભૂલથી પણ પણ ના રોકાવાય, નહીં તો મર્યા! જે જાય છે તે આજ સુધી પાછા નથી આવ્યા!
Bhangarh Fort: આ કિલ્લો પોતાની ઐતિહાસિક વાસ્તુકળા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. સાથે જ તે કિલ્લાના રહસ્યો માટે પણ જાણીતું છે. દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકો જતા ડરે છે. આ જગ્યાઓને ભૂતિયા જાહેર કરવામાં આવી છે અને લોકોએ એવો પણ દાવો કર્યો છે કે અહીં ભૂત રહે છે. ભારતમાં પણ એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં રહસ્યમય ઘટનાઓ બનવાનો દાવો કરવામાં આવે છે.
Trending Photos
Bhangarh Fort: રાજસ્થાનના અલવરમાં આવેલો ભાનગઢ કિલ્લો ભારતના સૌથી ભૂતિયા કિલ્લો તરીકે ઓળખાય છે. લોકો દિવસના સમયે પણ આ કિલ્લાની અંદર જતા ડરે છે. તમને જણાવી દઈએ કે ભાનગઢ કિલ્લો અંબરના કચવાહા રાજા ભગવંત સિંહે બનાવ્યો હતો. તેમણે આ કિલ્લો તેમના નાના પુત્ર માધો સિંહ માટે વર્ષ 1573માં બનાવ્યો હતો. માધો સિંહનો ભાઈ માન સિંહ હતો, જે મુઘલ સમ્રાટ અકબરનો સેનાપતિ હતો.
કિલ્લામાંથી આવે છે અવાજ?
સંતના ક્રોધ બાદ ભાણગઢ તરત એક શાપિત શહેરમાં ફેરવાયું અને પછી વસી શક્યું નહીં. કારણ કે તેમાં કોઈ પણ સંરચના ક્યારેય જીવિત રહી શકવામાં સફળ થઈ નહીં. ચોંકાવનારી વાત એ છે કે બાલુનાથનું તપસ્યા સ્થળ આજે પણ ખંડેર અવસ્થામાં જોઈ શકાય છે. જો કે વૈજ્ઞાનિકો ભાણગઢની આ કહાનીઓને માનતા નથી પરંતુ ગામના લોકો તો હજુ પણ કિલ્લાને ભૂતિયો જ ગણે છે. સ્થાનિકોનું કહવું છે કે તેમણે એક મહિલાના બૂમો પાડવાનો, બંગડી તોડવાનો અને રડવાનો અવાજ સાંભળ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે કિલ્લામાંથી સંગીતનો પણ અવાજ આવે છે અને ક્યારેક ક્યારેક પડછાયો પણ દેખાય છે. કેટલાક લોકોને તો એવું પણ લાગે છે કે જાણે કોઈ તેમનો પીછો કરી રહ્યા છે અને પાછળથી થપ્પડ મારે છે. વિચિત્ર વાસ પણ આવે છે.
સાંજે 6 વાગ્યા પછી પ્રવેશ નહીં!
ભાણગઢનો કિલ્લો સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો હોય છે. ત્યારબાદ કિલ્લામાં પ્રવેશ મળતો નથી. ફરવા જવું હોય તો સૂર્યાસ્ત પહેલા જ કિલ્લાની મુલાકાત લઈ લેવી. કિલ્લાને પેરાનોર્મલ એક્ટિવિટીનું કેન્દ્ર માનવામાં આવે છે. આર્કિયોલોજિકલ સર્વ ઓફ ઈન્ડિયાએ અહીં રાતે ફરવા પર પ્રતિબંધ લગાવેલો છે. જેને કારણે કિલ્લામાં રાતે કોઈ રોકાઈ શકતું નથી. ભાણગઢ જવા માટે અલવર જવું પડે અને ત્યાંથી ટેક્સી લેવી પડે છે. ભાણગઢની આજુબાજુ કોઈ હોટલ કે રેસ્ટોરા નથી. જો કે રસ્તામાં તમને ઢાબાની સુવિધા જોવા મળશે. પરંતુ ઘરેથી પૂરતી વ્યવસ્થા કરીને નીકળવું વધુ સારું રહેશે.
અનેક કહાનીઓ છે પ્રચલિત
ભાણગઢના કિલ્લા સાથે અનેક રહસ્યમય કહાનીઓ જોડાયેલી છે. મોટાભાગે લોકોનું એવું માનવું છે કે કિલ્લો ભૂતિયો છે પણ આમ છતાં લોકોને કિલ્લો જોવાની તીવ્ર ઈચ્છા હોય છે. સ્થાનિક લોકોમાં સમ્રાટ માધો સિંહની કહાની ખુબ પ્રચલિત છે. જે મુજબ ગુરુ બાલુનાથની મંજૂરી મેળવ્યા બાદ તેમણે આ શહેરનું નિર્માણ કર્યું હતું. તેઓ એક તપસ્વી હતા અને ધ્યાનમાં રહેવું ગમતું હતું. સંતે શરતી મંજૂરી આપી હતી જે મુજબ મહેલનો પડછાયો તેમના પ્રાર્થનાસ્થળ પર પડવો જોઈએ નહીં નહીં તો મહેલ વેર વિખેર થઈ જશે. પણ જ્યારે મહેલ બન્યો તો તેનો પડછાયો સંતના પ્રાર્થના સ્થળ પર પડ્યો અને ભાણગઢ તે જ સમયે વેર વિખેર થઈ ગયું.
જ્યારે પણ તમે ભાનગઢ જાવ છો તો આ સુંદર કિલ્લાના વખાણ કર્યા વગર રહી નહીં શકો. જો કે, ઘણા લોકોનું કહેવું છે કે, ભાનગઢ કિલ્લામાં કાલ્પનિક અને ડરાવની હરકતો થાય છે. ત્યાં ગયેલા ઘણા લોકોએ બેચેની અને સ્ટ્રેસ અનુભવ્યો હોવાની ફરિયાદ કરી છે. આ સાથે ઘણા લોકોએ ડરાવની હરકતોને પણ નોટિસ કરી છે. આ સિવાય ભાનગઢ કિલ્લામાં લોકો અમુક મિનિટો માટે જ રોકાઈ શકે છે.
પ્રશાસને ભાનગઢ કિલ્લામાં સૂર્યાસ્ત બાદ રોકાવાની મનાઈ ફરમાવી છે. Archaeological Survey of India (ASI) તરફથી સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલાં ત્યાં રોકાવાની મનાઈ ફરમાવતું બોર્ડ લગાવાયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો કોઈ ભાનગઢ કિલ્લામાં સૂર્યાસ્ત બાદ પ્રવેશ કરે છે તો તે રાતની કહાની કહેવા માટે ક્યારેય પાછા નથી આવી શકતા. એવું માનવામાં આવે છે કે, કિલ્લામાં આત્માઓ ભટકે છે.
ઈતિહાસકારોનું માનીએ તો ગુરુ બાલૂ નાથ નામના સન્યાસીના શ્રાપથી આ સુંદર ભાનગઢ આજે ભૂતોની હવેલી બની ગઈ છે. ભાનગઢ કિલ્લા પર પૂર્વમાં ગુરુ બાલૂ ધ્યાન કરતાં હતા. તત્કાલિન રાજા ભાનગઢમાં કિલ્લો બનાવવા માગતા હતા. ત્યારે સન્યાસી બાલૂ નાથે એક શરત પર કિલ્લો બનાવવાની અનૂમતિ આપી. તેમની શરત હતી કે, કિલ્લાનો પડછાયો તેમના પર ન પડે. જો કે, એવું ન બની શક્યું. અને તે સમયે આ સાધુ બાલૂ નાથે શ્રાપ આપ્યો કે, આ કિલ્લો ભૂતોની હવેલી બની જશે.
એક મહત્વની વાત તો એ છે કે, ભાનગઢ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં કોઈ પણ ઘરની ઉપર છત નથી. જો કોઈ છત બનાવે છે તો તે તૂટી જાય છે. જેથી કરીને લોકો ત્યાં ઘર પર છત નથી બનાવતા. આ સાથે ભાનગઢ કિલ્લામાં રોકાયેલા લોકો સાથે કોઈને કોઈ ઘટના ચોક્કસ બનેલી છે. માટે જ્યારે પણ ભાનગઢ જાવ તો કિલ્લાની સુંદરતાને બહારથી જ નિહાળો.
(નોંધ-આ લેખમાં આપેલી જાણકારી વિભિન્ન માધ્યોમાં સંગ્રહિત કરેલી માહિતીના આધારે આપવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર સૂચના આપવાનો છે, લોકો આને ફક્ત એક જાણકારીના રૂપે જ વાંચે. ઝી 24 કલાક આ જાણકારીની પુષ્ટિ નથી કરતું.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે