TATA Stock Split: ટાટા ગ્રુપની કંપની પહેલીવાર તેના શેરનું વિભાજન કરી રહી છે. કંપની તેના શેરને 10 લોટમાં વિભાજીત કરી રહી છે. કંપનીએ શેર વિભાજન માટે ઓક્ટોબરમાં રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. કંપનીના શેરના ભાવ પાંચ વર્ષમાં 880% વધ્યા છે.
Kedia sold stake: ટાટા ગ્રુપ કંપની નવા શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, વિજય કેડિયાનું નામ જાહેર શેરધારકોની યાદીમાં નથી. માર્ચ 2025 ક્વાર્ટરમાં કેડિયા પાસે આ કંપનીના 18 લાખ શેર હતા. બુધવારે અને 23 જુલાઈના રોજ આ કંપનીના શેર 52 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી ગયા છે.
Expert Says Buy: બ્રોકરેજ હાઉસે ટાટાના આ શેર માટે સકારાત્મક ભવિષ્યવાણી કરી છે, જેમાં જણાવ્યું છે કે કંપનીના શેરમાં 20 ટકાથી વધુનો વધારો થવાની સંભાવના છે. ટાટા આ કંપની દ્વારા બજાર હિસ્સો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
Profit: બુધવારે અને 19 ફેબ્રુઆરીના રોજ ટાટાની આ કંપનીના શેર 17 ટકાથી વધુ ઉછળીને 6207.20 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરમાં 970 રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો છે. કંપનીએ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 34 કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો છે.
TATA Share Crash: ટાટા ગ્રુપની આ કંપનીના શેર સતત ફોકસમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે અને 11 ફેબ્રુઆરીના રોજ પણ શેર 3 ટકા તૂટ્યો અને 130 રૂપિયાની ઇન્ટ્રાડે લોએ પહોંચી ગયો.
Tata Company Share: ટાટા ગ્રુપનો આ શેર આજે મંગળવારે અને 14 જાન્યુઆરીના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં છે. કંપનીના શેરમાં આજે 5% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો અને રૂ. 356.80ની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો હતો. તેનો અગાઉનો બંધ ભાવ રૂ. 340.10 હતો.
Tata Capital IPO: ટાટા ગ્રુપની મુખ્ય નાણાકીય સેવા કંપની ટાટા કેપિટલે 2025માં 15,000 કરોડના IPO માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ IPO પ્રાઈમરી અને સેકન્ડરી શેર સેલ દ્વારા લોન્ચ કરવામાં આવશે.
Tata Trust: રતન ટાટા બાદ હવે ટાટા ટ્રસ્ટને તેમના ઉત્તરાધિકારી મળી ગયા છે. ટાટા ટ્રસ્ટના નવા ચેયરમેન નોએલ ટાટા હશે. શુક્રવારે તેમના નામની જાહેરાત થઈ હતી.
Ratan Tata Successor: નોએલ ટાટા, રતન ટાટાના પિતા નવલ ટાટાની બીજા પત્ની સિમોનના સંતાન છે. પરિવારનો એક ભાગ હોવાને કારણે ઉત્તરાધિકારીઓમાં નોએલ ટાટાનું નામ ઘણું લેવામાં આવે છે.
Ratan Tata: રતન ટાટાના સમયમાં ટાટા ગ્રુપે વેપાર જગતમાં એક અલગ જ મુકામ હાંસલ કર્યો છે. તેમના બાદ ગ્રુપની કમાન દિવંગત સાયરસ મિસ્ત્રી અને હવે એન ચંદ્રશેખરના હાથોમાં છે. પરંતુ હવે ચંદ્રશેખરન બાદ કોણ આ ગ્રુપને સંભાળશે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે, આ એક મોટો સવાલ છે.
Jobs in India: એપલ ભારતમાં સૌથી વધુ બ્લૂ કોલર જોબ પૈદા કરનાર કંપનીઓમાં સામેલ થઈ ચૂકી છે. એપલના વેન્ડર અત્યાર સુધી લગભગ 1.65 લાખ નોકરીઓ આપી ચૂક્યા છે.
Tata group Stock : ટાટા ગ્રુપની કંપની ટાટા એલેક્સી લિમિટેડ (Tata Elxsi Ltd)એ મંગળવારે ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. સાથે કંપનીએ ડિવિડેન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. 2 દિવસ પહેલાં રિલાયન્સે પણ શેર પર 10 રૂપિયાના ડિવિડન્ટની જાહેરાત કરી હતી.
Shantanu Naidu Net worth: શાંતનુ નાયડુનો જન્મ 1993માં પુણે, મહારાષ્ટ્રમાં થયો હતો. તેઓ 2018થી રતન ટાટા સાથે છે. નાયડુ સ્ટાર્ટઅપ ગુડફેલોઝના ફાઉંડર છે.
પાકિસ્તાન (Pakistan)થી આવેલા આતંકવાદીઓએ 12 વર્ષ પહેલાં આજના દિવસે મુંબઇ (Mumbai)ને હચમચાવી દીધું હતું. 26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદી હુમલા (26/11 Mumbai Attack)માં આતંકવાદીઓએ તાજ હોટલ સહિત ઘણી જગ્યાઓને ટાર્ગેટ બનાવી હતી.
ટાટા ગ્રુપની પ્રમુખ ફર્મ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (Tata Consultancy Services) પ્રથમ વખત વિશ્વની સૌથી વધારે મૂલ્યવાન (world's most-valuable) સૂચના ટેકનોલોજી (Information technology) કંપની બની ગઈ છે. ટાટાની આ કંપનીએ એક્સેન્ચર (Accenture)ને પાછળ છોડી આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. TCSનું માર્કેટ કેપિટલાઈઝેશન ગુરુવારે (8 ઓક્ટોબર ક્લોઝિંગ ડેટા)નો એક્સેન્ચરના $143.1 બિલિયન મૂડીકરણની સરખામણીમાં 144.7 બિલિયન ડોલર હતી. ગુરૂવારના ટીસીએસના શેર 3.19 ટકા સુધી તેજી સાથે 2,825 રૂપિયાના રેટ પર બંધ થયો પરંતુ શુક્રવાર (9 ઓક્ટોબર)ના એક ટકા નબળાઈ સાથે 2,792 રૂપિયા પર ખુલ્યો હતો.
શાપૂરજી પાલોનજી સમૂહ (Shapoorji Pallonji Group) એ ટાટા ગ્રુપથી અલગ થવાનું નક્કી કરી લીધુ છે. 70 વર્ષનો આ વેપારી સંબંધ હવે પૂરો થવા જઈ રહ્યો છે. મંગળવારે શાપૂરજી તરફથી આવેલા એક નિવેદનમાં કહેવાયું કે ટાટા સન્સ (TATA Sons)માંથી બહાર નીકળવાનો સમય હવે આવી ગયો છે. સમૂહ છેલ્લા 70 વર્ષથી ટાટા સન્સની સાથે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંનેના સંબંધમાં કડવાહટ આવી ગઈ જેના કારણે હવે આ જોડી તૂટવાના આરે છે.
ટાટા ગ્રુપને ભારતીય દવાના નિયંત્રક જનરલ (ડીજીસીઆઈ) પાસેથી દેશની પ્રથમ ક્રિસ્પર કોવિડ-19 ટેસ્ટ (Crisper Covid-19 test)ને વાણિજ્યિક રૂપથી શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટના સફળ પ્રયોગે 2001 ના કચ્છ ભૂકંપ અને 2002ના ગોધરા રમખાણો બાદ ખરાબ થયેલી ગુજરાતની છબિને સુધારવામાં મદદ કરી.
ત્રણ દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત સમિટના નવા સત્રનું રવિવારે સમાપન થઇ ગયું. આ અવસર પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના સફળ પ્રયોગે 2001 ના કચ્છ ભૂકંપ અને 2002ના ગોધરા રમખાણો બાદ ખરાબ થયેલી ગુજરાતની છબિને સુધારવામાં મદદ કરી.
વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસે મહાત્મા મંદિર ખાતે ટેક્ષટાઇલ કોન્કલેવ અંતર્ગત આયોજિત એકસપ્લોરિંગ ગ્રોથ પોન્ટેશિયલ ઇન ટેક્ષટાઇલ ફોર બિલ્ડીંગ ન્યુ ઇન્ડિયા વિષયક સેમિનાર યોજાયો હતો. ગુણવત્તામાં સુધારો કરી રોજગારીની તકોમાં વૃધ્ધિ કરવાની વિપુલ સંભાવનાઓ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રિય ટેક્ષટાઇલ મંત્રી સ્મૃતિબેન ઇરાની, મહિલા અને બાળવિકાસ મંત્રી વિભાવરીબેન દવે સહિત ટેક્ષટાઇલ ઉદ્યોગના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિશદ છણાવટ કરવામાં આવી હતી.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ના ભાગરૂપે યોજાયેલા ગુજરાત અને ભારતમાં પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનની તકો વિષયક પરિસંવાદમાં રાજયના ઊર્જા મંત્રી સૌરભ પટેલ તેમજ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિધ ઊર્જા નિગમો તેમજ ડેવલપર્સ વચ્ચે રૂ. એક લાખ કરોડના મૂડી રોકાણથી સૌર પવન અને પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનના પ્રોજેક્ટ્સ તેમજ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની સ્થાપનાના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા.
પુનઃ પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓની સ્થાપના સરળ બને તે માટે દેશના વિવિધ રાજ્યો વચ્ચે સ્પર્ધાનું વાતાવરણ સર્જવાની હિમાયત કરતા ભારત સરકારના એમ.એન.આર.ઇ. નવીન અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવ આનંદકુમારે દેશના દરેક રાજ્યને આ ક્ષેત્રમાં મૂડીરોકાણ વધે તે માટેની સૂચારૂ નીતિ ધડીને અમલમાં મૂકવા અનુરોધ કર્યો હતો.