આવી ટોળકીઓથી ચેતજો! દીકરાને મેડિકલમાં એડમિશનના બહાને શહેરના જાણીતા ડોક્ટરને લાખોનો ચુનો
પ્રહલાદ નગર ખાતે રહેતા અને આંખના ડોક્ટર તરીકે વ્યવસાય કરતા જીગીશ દેસાઈને તેના પુત્રને પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ પૂર્ણ થયા છતાં MBBS માં એડમિશન મળ્યું ન હતું.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: પ્રહલાદનગરમાં એક ડોકટર બન્યા ઠગ ટોળકીનો ભોગ બન્યા છે. દીકરાના મેડિકલના એડમિશન માટે ડોક્ટર ઠગ ટોળકીના સંપર્કમાં આવતા રૂપિયા 30 લાખની છેતરપીંડી થઈ. દીકરો ડોકટર બને તેવા સ્વપ્ન પર ઠગ ટોળકીએ ચુનો લગાવ્યો. સાયબર ક્રાઇમે ઠગાઈ કેસમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી. શું હતી ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડી?
આ વિશે મળતી માહિતી પ્રમાણે, MBBSમાં એડમિશન આપવાનું કહી ઠગ ટોળકીએ ડોક્ટર સાથે 30 લાખ રૂપિયા પડાવ્યા હોવાની સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં પ્રહલાદ નગર ખાતે રહેતા અને આંખના ડોક્ટર તરીકે વ્યવસાય કરતા જીગીશ દેસાઈને તેના પુત્રને પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ પૂર્ણ થયા છતાં MBBS માં એડમિશન મળ્યું ન હતું.
આ દરમિયાન ડૉક્ટરને અલગ અલગ કોલેજમાંથી ફોન આવતા હતા. ત્યારે કર્ણાટકથી કાર્તિક નામના વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે કર્ણાટકની મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન માટે રૂપિયા 65 લાખની ફી થશે તેવું જણાવ્યું હતું. ડોક્ટર જીજ્ઞેશભાઇએ પૈસા આપવા માટે તૈયાર હતા. ઠગ કાર્તિકે એડમિશન પ્રોસેસ પેટે 30 લાખ રૂપિયા મેળવી લીધા. જોકે, બાદ ઠગ કાર્તિકનો ફોન બંધ આવતો હતો અને કોઈ સંપર્ક ન થતાં ફરિયાદ નોંધાવી હતી.
ડો.જીગીશ દેસાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પુત્રની નીટના પરિણામ રિઝલ્ટ આવ્યા બાદ MBBS માં એડમીશન માટે અનેક લોકોના ફોન આવ્યા હતા. જેમાં માર્ચ 2022માં હૈદરાબાદમાં આવેલ Pnplrc.in કંપની માંથી ડોકટર જીગીશભાઈ ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે અમારી કંપની કોલેજ સાથે એડમીશન માટે ટાઇઅપ કર્યું છે. જેની ડોકટર જીગીશભાઈ કંપની વિશે ઓનલાઇન તપાસ કરતા કંપની 2017ની હોવાનું સામે આવ્યું હતું. ઠગ ટોળકી પર શંકા ના જાય માટે ડોકટરને હૈદરાબાદ બોલાવ્યા હતા જ્યાં કંપનીએ તેમની સાથે એમ.ઓ.યુ કરીને અલગ અલગ રકમના ચેક લેવામાં આવ્યા હતા. કંપનીનો એક માણસ 12 લાખ રૂપિયા લેવા ડોકટરના ઘરે અમદાવાદ આવ્યો હતો. આમ કરી 30 લાખ રૂપિયા આપ્યા હતા.
જો કે ઠગ કંપની દ્વારા એડમીશન ના કરી આપે તો ગેરેન્ટી એક ચેક પણ ડો.જીગીશ દેસાઈ આપ્યો હતો. આમ 30 લાખ જેટલી રકમ પડાવી લઈને ઠગ ટોળકીઓ સંપર્ક બંધ કરી દીધો હતો. નોંધનીય છે કે ડૉક્ટર સાથે થયેલી છેતરપીંડી 10 મહિના બાદ ફરિયાદ નોંધાઇ છે. જેથી આરોપીએ આ મોડ્સઓપરેન્ડી અનેક લોકો સાથે છેતરપીંડી કરી હોવાની આંશકા છે. પરતું હાલ સાયબર ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે