ટ્રંપની જવાબી કાર્યવાહીથી ગભરાયું ચીન, તાત્કાલિક આ નિર્ણય લેવા પર થયું મજબૂર

અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ના પ્રશાસન દ્વારા અમેરિકામાં ચીનના વિમાનો ઉડવા નહીં દેવાની ધમકી આપ્યા બાદ ચીને હવે યુએસ ફ્લાઇટ્સ પરના પ્રતિબંધો પાછી ખેંચી લીધી છે.
ટ્રંપની જવાબી કાર્યવાહીથી ગભરાયું ચીન, તાત્કાલિક આ નિર્ણય લેવા પર થયું મજબૂર

ન્યુયોર્ક: અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ના પ્રશાસન દ્વારા અમેરિકામાં ચીનના વિમાનો ઉડવા નહીં દેવાની ધમકી આપ્યા બાદ ચીને હવે યુએસ ફ્લાઇટ્સ પરના પ્રતિબંધો પાછી ખેંચી લીધી છે.

ચીન (China)એ ગુરુવારે યુએસ એરલાઇન્સ કંપનીઓને દેશ માટે મર્યાદિત ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. આ અગાઉ વોશિંગ્ટને કહ્યું હતું કે તે ચીનની એરલાઈનોને 16 જૂનથી અમેરિકામાં ઉડતા અટકાવશે.

વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન વચ્ચે સ્વાસ્થ્યથી લઈને કૂટનીતિ સુધી અનેક મોરચા પર વધી રહેલા તણાવ વચ્ચે હવે એરલાઇન્સનું સંચાલન કરવાનો મુદ્દો ગરમાયો છે. હવે ટ્રંપે ચીનની કંપનીઓમાં રોકાણના જોખમનો મુદ્દો ઉઠાવ્યો છે.

અમેરિકના રાષ્ટ્રપતિએ કહ્યું કે, પારદર્શિતાની જરૂરિયાતોને નિષ્ફળ કરવાના ચીનના પ્રયાસોથી યુ.એસ. સ્ટોક એક્સચેન્જોમાં સૂચિબદ્ધ ચીનની કંપનીઓના રોકાણકારો માટે નોંધપાત્ર જોખમ છે.

તેમણે ઉદાહરણ તરીકે ચીનની સરકાર દ્વારા ઓડિટરો પર પ્રતિબંધ મૂકવાની વાત કરી. તેમણે એમ પણ કહ્યું હતું કે, કડક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. ટ્રંપે જણાવ્યું હતું કે નાણાકીય બજારોમાં કાર્યકારી જૂથનું ગઠન કરી રહ્યા છે. જેથી અમેરિકાની કંપનીઓમાં સૂચિબદ્ધ ચીનની કંપનીઓને અમેરિકાના નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાનાં માટે ઉપાય સૂચવી શકાય.

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ એનએએસડીએક્યૂના ઉદાહરણનું પાલન કરવા અને ચીનની કંપનીઓ માટેના નિયમો કડક બનાવવા માટે વિશ્વભરના સ્ટોક એક્સચેંજને અપીલ કરી છે.

ચાઇનીઝ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં એનએએસડીએક્યૂએ ગયા મહિને જાહેરાત કરી હતી કે ઓડિટિંગ કંપનીઓએ સુનિશ્ચિત કરવું પડશે કે બધી લિસ્ટેડ કંપનીઓ આંતરરાષ્ટ્રીય અહેવાલ અને નિરીક્ષણના ધોરણોનું પાલન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news