તીડનો આતંક News

ગુજરાતના 9 જિલ્લામાં તીડના ટોળા ફરી વળ્યાં, સરકારી અધિકારીઓ દોડતા થયા
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર તીડનું સંકટ આવીને ઉભુ રહ્યું છે. રાજ્યના 9 જિલ્લાઓમાં તીડના ટોળા (Loctus attack) જોવા મળ્યા છે. અમરેલી, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને ગાંધીનગર જિલ્લામાં તીડના ઝુંડ જોવા મળ્યા છે. રાજસ્થાનના અજમેર, જોધપુર અને નાગોર જિલ્લામાં તીડનું ઝુંડ સ્થિર થઈ ગયું છે. 200થી 500 ની સંખ્યામાં તીડના ઝુંડે ગુજરાતમાં આક્રમણ કરી દીધું. 9 જિલ્લાઓમાં તીડનો આતંક ફરી વળ્યો છે. આ અગાઉ ગુજરાતમાં 4 કરોડથી વધુની સંખ્યામાં તીડ ત્રાટક્યા હતા. રાજસ્થાનમાં સ્થિર તીડનું ઝુંડ પૂર્વ તરફ ફંટાયું છે. આ મામલે રાજ્ય સરકાર રાજસ્થાન સરકાર સાથે સતત સંપર્કમાં છે. 
May 22,2020, 16:10 PM IST
સૌરાષ્ટ્રમાં પહોંચ્યો તીડનો આતંક, સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગરના આકાશમાં ફરી વળ્યું તીડ
May 21,2020, 9:56 AM IST
ગુજરાતમાં ચીન બાદ હવે પાકિસ્તાની સહરદથી આવ્યુ જૂનુ અને જાણીતું સંકટ
કોરોનાના સંકટ વચ્ચે રાજ્યના સરહદી વિસ્તારોના લોકોના માથે વધુ એક સંકટ આવીને ઉભુ છે. સરહદી વિસ્તારોમાં ફરીથી તીડનું આક્રમણ થવાની તૈયારીમાં છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લાની બોર્ડર પર તીડના આતંકની શક્યતા છે. આ મામલે કૃષિ વિભાગ દ્વારા ચેતવણી આપી દેવાઈ છે. ગમે ત્યારે તીડોનું ટોળુ (Loctus attack) ગુજરાતના સરહદી વિસ્તારોમાં દસ્તક આપી શકે છે. પાકના પંજાબ અને બલુચિસ્તાન પ્રાંતમાં મોટી સંખ્યામાં તીડના ઝુંડ દેખાઈ રહ્યાં છે, જેનુ આગળ ડેસ્ટિનેશન ગુજરાત હોઈ શકે છે. ગમે ત્યારે બનાસકાંઠા અને કચ્છમાં તીડ ત્રાટકે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, તીડનું આગમન એટલે ખેડૂતોને નુકસાન. તીડનુ આખેઆખુ ટોળુ એક રાતમાં આખા ખેતરનો સફાયો કરવામાં સક્ષમ હોય છે. છેલ્લાં એક વર્ષમાં ગુજરાતમાં તીડનો ત્રાસ સતત વધી રહ્યો છે. 
May 6,2020, 16:35 PM IST
તીડનો આતંક કેડો મૂકતા નથી, બનાસકાંઠાના સરહદી જિલ્લામાં ફરી તીડના ધામા જોવા
Jan 18,2020, 11:26 AM IST

Trending news