‘હવામાં ઉડતુ પ્રોટીન’ કહીને અનેક દેશો તીડની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં તીડ (Locusts) ના હુમલાથી માત્ર ખેડૂતો જ નહિ, પરંતુ સામાન્ય જનજીવન પણ પરેશાન થઈ ગયું છે. તેને ભગાવવા માટે લોકો લાખ ઉપાયો કરી રહ્યાં છે, પરંતુ એક દેશ એવો છે, જ્યાં તીડની વધતી વસ્તીથી કોઈ ડર નથી હોતો. નૈરોબી (Nairobi) દેશના લોકો તીડને એક સ્વાદિષ્ટ વ્યંજન તરીકે જુએ છે. 

Updated By: Jul 5, 2020, 08:21 AM IST
‘હવામાં ઉડતુ પ્રોટીન’ કહીને અનેક દેશો તીડની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે

ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં તીડ (Locusts) ના હુમલાથી માત્ર ખેડૂતો જ નહિ, પરંતુ સામાન્ય જનજીવન પણ પરેશાન થઈ ગયું છે. તેને ભગાવવા માટે લોકો લાખ ઉપાયો કરી રહ્યાં છે, પરંતુ એક દેશ એવો છે, જ્યાં તીડની વધતી વસ્તીથી કોઈ ડર નથી હોતો. નૈરોબી (Nairobi) દેશના લોકો તીડને એક સ્વાદિષ્ટ વ્યંજન તરીકે જુએ છે. 

શરમ કરો ગુજરાતીઓ, તમે કોરોનાના દર્દીને અંતિમ સંસ્કાર માટે 8 ફૂટ જમીન પણ ન આપી શક્યા

નૈરોબીમાં તીડને અનેક પ્રકારે બનાવીને ખાવામાં આવે છે. જેમ કે, ગ્રીલ્ડ તીડ, સલાડ કે પછી તીડનો કબાબ. તીડના ચાહકોની અહી કોઈ કમી નથી. આ કારણે અહીંના રેસ્ટોરન્ટ્સના મેનુમાં સમયાંતરે તીડની કોઈ નવી ડિશ સામેલ થઈ જ જાય છે. હકીકતમાં, કેન્યામાં લોકો તેને ઉડતુ પ્રોટીન કહે છે અને તેથી જ્યારે પણ તક મળે ત્યારે તેને ખાવાનું ચૂકતા નથી. 

અમદાવાદ : રાતના અંધારામાં રમરમાટ દોડી રહેલી STએ પાલડી ચાર રસ્તા પાસે કારને ટક્કર મારી

આ વિશે ઈપ્સિલના રિસર્ચર Chrystanus Tanga નું કહેવું છે કે, લોકોએ શરમાવવા અને તીડનો આદિમાનવની જેમ ભોજન બતાવીને દૂર ભાગવા કરતા તેનું  સેવન કરવા આગળ આવવું જોઈએ. આ તીડ આપણા ખેતરને મોટી સંખ્યામાં નુકસાન પહોંચાડે છે. જો તીડને આવુ કરવામાં શરમ નથી આવતી, તો આપણને પણ તેનુ ભોજન કરવામાં શરમ ન આવવી જોઈએ. નૈરોબીમાં તીડનો સ્વાદ વધારવા માટે ભોજનમાં તેને ક્રશ કરીને નાખવામાં આવે છે. અથવા તો ડીપ ફ્રાય કરીને તીખા સોસ સાથે પિરસવામાં આવે છે. આ ઉપરાંત અલગ અલગ રીતે તેની ડિશ બનાવવામાં આવે છે. 
  
આ માત્ર નૈરોબીની વાત નથી. અન્ય દેશોમાં પણ તીડને સ્વાદિષ્ટ ભોજનના રૂપમાં જોવામાં આવે છે. 2013માં ઈઝરાયેલમાં જ્યારે તીડનો હુમલો થયો હતો તો ત્યાંના લોકોએ તેને ફ્રાય કરીને ભોજન બનાવ્યું હતું. એટલું જ નહિ, તેને સ્વીટ બનાવીને પણ પિરસવામાં આવ્યું હતું. આ રીતે, 2004માં જ્યારે તીડોએ ઓસ્ટ્રેલિયામાં પાકને બરબાદ કર્યો હતો, તો લોકોએ તેની ડિશી બનાવીને આરોગી હતી. ઓસ્ટ્રેલિયામાં અનેક લોકો તેને હવામાં ઉડતા પ્રોન કહે છે. તેના પર એક પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર