તીડનો આતંક કેડો મૂકતા નથી, બનાસકાંઠાના સરહદી જિલ્લામાં ફરી તીડના ધામા જોવા મળ્યાં

ગુજરાના સરહદી વિસ્તારમાં તીડનો આતંક (Loctus attack) નાબૂદ થવાનું નામ જ નથી લેતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરીથી તીડોના ધામા જોવા મળ્યા છે. વાવના કુંડાળીયા, રાધાનેસડા અને બોર્ડર વિસ્તારમાં તીડોના ઝુંડો ફરી રહ્યાં છે, જેને કારણે ઉભા પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. કુંડાળીયામાં ખેડૂતોએ ટ્રેકટર ઉપર ડ્રમ લગાવી જાતે તીડો ઉપર દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તો કેન્દ્ર અને રાજ્યસરકારની તીડ નિયંત્રણની ટીમો હાલ તીડગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી છે. તો બીજી તરફ, જલ્દીથી તીડોની નાશ કરાય તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

Updated By: Jan 18, 2020, 11:26 AM IST
તીડનો આતંક કેડો મૂકતા નથી, બનાસકાંઠાના સરહદી જિલ્લામાં ફરી તીડના ધામા જોવા મળ્યાં

અલ્કેશ રાવ/બનાસકાંઠા :ગુજરાના સરહદી વિસ્તારમાં તીડનો આતંક (Loctus attack) નાબૂદ થવાનું નામ જ નથી લેતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરીથી તીડોના ધામા જોવા મળ્યા છે. વાવના કુંડાળીયા, રાધાનેસડા અને બોર્ડર વિસ્તારમાં તીડોના ઝુંડો ફરી રહ્યાં છે, જેને કારણે ઉભા પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. કુંડાળીયામાં ખેડૂતોએ ટ્રેકટર ઉપર ડ્રમ લગાવી જાતે તીડો ઉપર દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તો કેન્દ્ર અને રાજ્યસરકારની તીડ નિયંત્રણની ટીમો હાલ તીડગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી છે. તો બીજી તરફ, જલ્દીથી તીડોની નાશ કરાય તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

ગુજરાતના આ દરવાજાથી કોઈ ભૂખ્યું પરત ફરતુ નથી, 200 વર્ષથી ક્રમ ભૂલાયો નથી   

બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનને અડીને આવેલા નડાબેટના ઝીરો પોઇન્ટ ઉપર ફરીથી તીડનું ઝુંડ દેખાતા જિલ્લાના ખેડૂતો ભયભીત બન્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં 17 દિવસ સુધી તીડોએ આતંક મચાવી 13 તાલુકાઓના 114 જેટલા ગામડાઓમાં તરખાટ મચાવ્યો હતો. ખેડૂતોના ખેતરમાં ઉભેલો એરંડા, દાડમ, જીરું, રાયડા તેમજ અન્ય રવિ પાકનો સફાયો બોલાવ્યો હતો. જેમાં તીડોએ 5842 ખેડૂતોની 12,109 હેક્ટર જમીનમાં નુકશાન કર્યું હતું. આ દિવસોમાં તીડનો નાશ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની 117 ટીમોએ દવાનો છંટકાવ કરીને તીડોનો નાશ કર્યો હતો. જોકે હજુ સુધી ખેડૂતોને નુકશાનીનું વળતર મળ્યું નથી. ત્યારે ફરીથી તીડ આવી ગયા છે. પાલનપુર તાલુકાના વસણા ગામના ખેડૂતો સરકાર પાસે અપેક્ષા કરી રહ્યા છે કે, સરકાર કોઈપણ રીતે તીડનું નિયંત્રણ કરે જેના કારણે તીડ જિલ્લામાં પ્રવેશે નહિ અને ખેડૂતો પાયમાલ થતા બચી શકે.  

એકતરફ તીડ ફરીથી દેખાતા ખેડૂતોમાં ભય ફેલાયો છે, તો બીજી તરફ ખેતીવાડી અધિકારીઓ દોડતા થયા છે. અધિકારીઓએ કહ્યું હતું કે, મોટાભાગના તીડ પાકિસ્તાન તરફ જતા રહ્યા છે. પરંતુ થોડા બચેલા તીડ છે તેને ઝડપી નિયંત્રણ કરી લેવાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક