નાણાવટી હોસ્પિટલનું હેલ્થ બુલેટિનઃ જાણો કેવી છે અમિતાભ-અભિષેક બચ્ચનની તબિયત
મુંબઈની નાણાવટી હોસ્પિટલે પોતાનું મેડિકલ બુલેટિન જારી કરીને અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના સ્વાસ્થ્યની જાણકારી આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આ દિવસોમાં દેશભરમાં બચ્ચન પરિવાર માટે દુવાઓ માગવામાં આવી રહી છે. કારણ કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) બાદ એશ્વર્યા અને આરાધ્યા બચ્ચન પણ કોરોનાનો શિકાર બન્યા છે. ત્યારબાદ દેશ જ નહીં વિશ્વભરના લોકોને અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્યની ચિંતા થઈ રહી છે. હવે નાણાવટી હોસ્પિટલે હેલ્થ બુલેટિન જારી કરીને અમિતાભ અને અભિષેકના સ્વાસ્થ્યની જાણકારી આપી છે.
હોસ્પિટલે જારી કરેલા નિવેદનામાં કહ્યું છે, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની સ્થિતિ સ્થિર છે. ડો. અંસારી અનુસાર બંન્ને સ્વસ્થ છે, વધુ ખતરા વાળી ઉંમરને કારણે અમિત જીની સારવાર દરમિયાન અમે ખાસ વાતોનું ધ્યાન રાખીએ છીએ.
તો બીએમસી પશ્ચિમ વોર્ડે પુષ્ટિ કરી છે કે પરિવારના કોઈ સભ્ય વર્તમાનમાં હોસ્પિટલ જતા નથી. અમે તેમને ઘર પર ક્વોરેન્ટીન માટે સલાહ આપીએ છીએ. આ સિવાય બીએમસીએ 54 લોકોનું સ્ક્રીનિંગ કર્યું, જે બચ્ચન પરિવારના નજીકના સંપર્કમાં હતા. 26 વ્યક્તિના સ્વાબ ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, આશા છેકે રિપોર્ટ આજે બપોરે આવી જશે.
BMCએ અમિતાભ બચ્ચનના ચારેય બંગલા કર્યા સીલ, કન્ટેઈમેન્ટ ઝોન જાહેર
મહત્વનું છે કે અમિતાભ બચ્ચનને હળવો તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી, ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. રવિવારે સાંજે મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ પર પોતાના ફેન્સ માટે રાહત આપી હતી. કારણ કે તેમણે એક મેસેજ લખ્યો જેમાં બધા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. આ ટ્વીટને વાંચીને બિગ બીના ફેન્સ ભાવુક થયા હતા. સાથે તેમને રાહત પણ મળી કે મહાનાયકની તબિયત પહેલાથી સારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે