PMJAY યોજના અંતર્ગત મેડીકલ કેમ્પમાં જાઓ તો સાચવજો! નહીંતર આવશે જીવ ગુમાવવાનો વારો!

ખ્યાતિ હોસ્પિટલની મહાન આત્માઓએ એટલે કે હોસ્પિટલ મેનેજમેન્ટ અને તબીબઓએ મળીને 10 તારીખે કડીના બોરીસણા ગામમાં મેડીકલ કેમ્પ કર્યો અને એમની ઝડપની તો શું વાત. બીજાને બીજા જ દિવસે 19 લોકોને હૃદયરોગી બનાવી દીધા.

PMJAY યોજના અંતર્ગત મેડીકલ કેમ્પમાં જાઓ તો સાચવજો! નહીંતર આવશે જીવ ગુમાવવાનો વારો!

ઝી બ્યુરો/અમદાવાદ: જો તમે પણ કોઈ મફતિયા મેડીકલ કેમ્પમાં સારવાર લેવા જવાના હોવ તો ભાઈ પહેલા બધી તપાસ કરી લેજો કે આ કેમ્પની પરવાનગી તો લીધેલી છે ને...ડોક્ટરનાં નામ પર કોઈ લે ભાગુ તો નથી ને. પૈસા એંઠવાનું કોઈ કારસો તો નથી ને એ તો ખાસ જોઈ લેજો. નહીં તો સારવાર તો બાજુમાં જ રહી જશે પણ તમારે જીવ પણ ગુમાવવો પડી શકે છે. જી હા અમે એટલા માટે આવુ કહી રહ્યા છે કારણ કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે અમને આવુ કહેવા માટે મજબૂર કરી દીધા છે.

ખ્યાતિ હોસ્પિટલની મહાન આત્માઓએ એટલે કે હોસ્પિટલ મેનેજમેન્ટ અને તબીબઓએ મળીને 10 તારીખે કડીના બોરીસણા ગામમાં મેડીકલ કેમ્પ કર્યો અને એમની ઝડપની તો શું વાત. બીજાને બીજા જ દિવસે 19 લોકોને હૃદયરોગી બનાવી દીધા. અમદાવાદથી બસ મોકલી બોરીસણાથી અમદાવાદ લઈ આવ્યા અને અઘરી વાત તો એ છે કે રાતો રાત 12 જેટલા લોકોનું ઓપરેશન કરી નાંખ્યું હતું. જેમાથી 2 લોકોનો જીવ ગયો છે. હવે સવાલ એ છે કે ભાઈ એવી તો શું ઉતાવળ હતી. કે રાતો રાતો ઓપરેશન કરી નાંખવા પડ્યા. રુકો જરા સબર કરો...આમ રાતોરાત કંઈ પૈસાવાળા ન થઈ જવાય. ભણવા ગયા ત્યારે મુલ્યો નતા શિખ્યા કે શું? લાગતું તો નથી કે આ કાંડી લોકોના જીવનમાં કોઈ મૂલ્યો કે નિયમ હોય, કારણ કે જે લોકો પોતે મનુષ્ય થઈને જો મનુષ્યનાં જીવની સાથે રમત કરતાં ખચકાતા નથી એવા લોકો પાસો માણસાઈની શું અપેક્ષા રાખવી?

— Zee 24 Kalak (@Zee24Kalak) November 12, 2024

આરોગ્ય સેવાનાં નામે પૈસા કમાવાની મોતની હાટડી ખોલીને બેઠેલા લોકોને ભાન નથી કે આરોગ્યસેવા શબ્દમાં જ સેવા શબ્દ સંકળાયેલો છે. પણ આ પૈસાની પાછળ આંધળા બનેલા લોકોને ક્યાં દેખાય. હાલ આ દર્દીનાં પરિવારજનો હૈયાફાટ કલ્પાંત કરી રહ્યા છે. રોષ ઠાલવી રહ્યા છે. ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલ પહોંચી તોડફોડ પણ કરી. અને સાથે આક્ષેપ પણ લગાવ્યો કે  PMJAY યોજનાના નાણા એંઠવા માટે આ કારસો રચ્યો હતો. હવે આ લાલચુડાને કોઈ બુધ્ધી આપો કે ભાઈ PMJAY યોજના એટલા માટે શરુ કરવામાં આવી છે કે જેને લાભ લઈને આર્થિક રીતે નબળા વર્ગનાં લોકો નાણાંનાં અભાવે સારવારથી વંચિત ન રહી જાય અને સમયસર સારવાર મળી રહે. નહીં કે લોભીયાના ખિસ્સા અને બેંક એકાઉન્ટ ભરવા માટે હવે આ બેશરમોની બેશરમીની હદ જુઓ...આખી ઘટનાને અંજામ આપી દીધો અને જયારે આ કૌભાંડ ઉજાગર થવા તરફ આગળ વધ્યુ ત્યારે ભોંયરામાં ભરાઇ ગયા. ભાઈ હવે તમે ગમે તે ભોંયરામા ભરાઇ જાવ તમારો દહાડોના વળે. હકીકતમાં તો આ ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાના નામે કૌભાંડ કરવા કુખ્યાત લાગી રહી છે. અગાઉ 2022માં પણ સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવ્યા હતા અને ત્રણ દર્દીને સ્ટેન્ટ મુક્તા એક દર્દીનું મોત થયું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. હવે ફરી એક વખત મોટાપાયે આ કારસ્તાન કર્યું છે.

  • આ ઘટના અનેક સવાલ ઉપજાવી રહી છે.
  • કઈ રીતે થયા બે દર્દીના મોત?
  • તબીબની ભૂલના કારણે ગયા દર્દીના જીવ?
  • હોસ્પિટલ તંત્ર કેમ નથી આપતું યોગ્ય જવાબ?
  • જાણ બહાર જ કરી નાખ્યા દર્દીઓના ઓપરેશન?
  • ફ્રી કેમ્પના નામે લોકોને ભરમાવાય છે?
  • પહેલા ફ્રી કેમ્પ, પછી ઉઘાડી લૂંટ કરે છે હોસ્પિટલ?
  • નિયમો નેવે મુકીને આરોગ્યના નામે ચાલે છે ધંધો?
  • બે દર્દીના મોતના જવાબદાર કોણ?
  • દર્દીઓ માટે કેમ સ્પેશિયલ બસની કરાઈ વ્યવસ્થા?
  • બસથી દર્દીઓને અમદાવાદ લાવવાની જરૂર કેમ પડી?
  • રાતોરાત ઓપરેશન કરવાની શું ઉતાવળ હતી?
  • જો તમે સાચા છો તો ભૂગર્ભમાં કેમ ઉતરી ગયા?

આ ઘટનાને પગલે કોંગ્રેસે પણ સરકાર પર અને આરોગ્ય વિભાગ પર સવાલ ઉઠાવ્યા. આવા કૌભાંડીઓને સરકાર છાવરી રહી હોવાના આરોપ સાથે આરોગ્ય વિભાગને ભ્રષ્ટાચારનું એપીસેન્ટર ગણાવી દીધું. કહ્યું કે ભ્રષ્ટાચારનાં તાર ગામડાથી ગાંધીનગર સુધી અને શહેર થી સચિવાલય સુધી જોડાયેલા છે. હવે હાલ તો આ કેસમા તપાસનો ધમધમાટની શરુઆત થઇ છે પણ લોકોને માત્ર તપાસ નથી જોઈતી. આરોપીને સજા થાય એ જોઇએ છે. દાખલારુપ કાર્યવાહી જોઈએ છે. કારણ કે અગાઊ ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા ત્યારે પણ તપાસ ચાલી રહી છે. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એ કેસેટો બહું સંભળાઇ...પણ શું હકીકતમાં કાર્યવાહી થઈ. કોઈને સજા થઈ. ખૈર હવે એ દિશામાં વાત કરવા જઈશું તો કલાકોના કલાકો અરે સોરી કલાકો નહીં દિવસોનાં દિવસો ઓછા પડશે. એટલે અહીં અટકીને કહું છુ કે જે પણ લાગતા વળગતા કર્મચારી, અધીકારી, સત્તાધીશો હોય. 

જો થોડી પણ માણસાઈ બચી હોય થોડી પણ લાજ શરમ જેવું કંઈ બચ્યું હોય તો આ ઘટનામાં કાર્યવાહીની માત્ર વાતો નહી પણ હકીકતમાં કાર્યવાહી કરજો. લોકોનાં જીવનો સવાલ છે. અને હા બીજા તબીબ પણ સાંભળી લેજો. જો તમે પણ પૈસા કમાવાની લ્હાયમાં આવી મોતની હાટડી ચલાવતા હોય કે ચલાવવાનું વિચારતા હોય તો હવે એ નહીં ચાલે. જેલનાં સળિયા ગણવા તૈયાર રહેજો. દરેક નાગરિકને પણ અપીલ છે કે જ્યારે તમે કોઈ પણ ડોક્ટર પાસે સારવાર કરાવવા જાવ છો ત્યારે જે તે  ડોક્ટર અને હોસ્પિટલની હિસ્ટ્રી જાણી લો..હવે આ મામલે તો હજુ શું ખુલાસા થાય છે અને શું કાર્યવાહી થાય છે તે સમય સાથે ખબર પડશે પણ  જો તમે પણ આવી કોઈ ગેરરીતીનો ભોગ બન્યા હોવ તો કોમેન્ટ જરુરથી કરજો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news