પતિની હત્યા

સુરત: પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની કરી હત્યા, 3 આરોપીની ધરપકડ

સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ અટકાવાનું નામ જ નથી લઈ રહી, ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટના સુરતના અમરોલી વિસ્તારની છે, જ્યાં આવેલા કોસાડ આવાસમાં રહેતા કારખાના માલિકની પત્નીને મોબાઇલ ફોન પર કોલ કરી હેરાન કરવામાં આવતી હતી. જેથી પરણિતાના પતિ ઓળખી જતા પરિચિતને ઠપકો આપવા ગયા હતાં. આ દરમિયાન પતિને પરિચીતે તેના બે મિત્રો સાથે ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરી પત્ની અને પુત્રની નજર સામે જ રહેંસી નાખ્યો હતો.

Oct 28, 2020, 09:54 PM IST

આધેડ મહિલાએ પ્રેમને પામવા માટે પતિનું જ ઢીમ ઢાળી દીધું, ફિલ્મને ટક્કર મારે તેવી સ્ટોરી

શહેરના સરખેજ વિસ્તારમાં પ્રમોદ પટેલ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચ મરનારની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. પ્રેમ સંબંધમાં પ્રેમીએ 5 લાખ ની સોપારી આપી હત્યા કર્યા હોવાની વાત સામે આવી છે. પોલીસ ગિરફતમાં આવેલી આ મહિલા કિંજલ પટેલ છે. તેને પોતાના પ્રેમી અમરત સાથે મળી પોતાના જ પતિની હત્યાનો પ્લાન બનાવી દીધો છે. હત્યા માટે તેને અમરત સાથે મળી આ પ્લાનમાં અન્ય 2 લોકોને પણ સામેલ કરી લીધો હતો. 

Sep 6, 2020, 09:29 PM IST

બીજો પુરુષ ગમી જતા પત્નીએ પતિનો કાંટો કાઢી નાંખ્યો

પોલીસને ફરિયાદી પત્ની પર જ શંકા જતા ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં પત્ની ભાંગી પડી હતી અને તેના પ્રેમી સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી

Aug 14, 2020, 12:14 PM IST

મહેસાણા : હત્યારી પત્નીનો ભાંડો ફૂટ્યો, પતિની હત્યા છુપાવવા 5 દિવસ સામાન્ય રહેવાનો ડોળ કર્યો, પણ...

મહેસાણા (Mehsana) ના કડીમાં એક પત્નીએ પતિની ઘાતકી હત્યા (Murder) કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પતિના ચારિત્ર્ય ઉપર શંકા અને વહેમ રાખતી પત્નીએ પોતાના પતિની જ હત્યા (Wife killed husband) કરીને ખેતરની ઓરડીમાં દાટી દીધી. એટલું જ નહિ, પતિની હત્યા છુપાવવા પોતે 5 દિવસ સુધી સામાન્ય રહેવાનો ડોળ કર્યો અને પતિના ગુમ થયાની અરજી પણ આપી દીધી. પરંતુ આખરે હત્યારી પત્નીનો ભાંડો ફૂટ્યો હતો. 

Jan 6, 2020, 05:48 PM IST

રાજસ્થાની પ્રેમીના પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પતિને શાર્પ શૂટર્સ બોલાવી મારી નાંખ્યો

મહુવાના આંગલધરા ગામે ચકચારી હત્યાકાંડમાં સંજય દેસાઈ નામના ક્ષત્રિય યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડનો કોયડો ઉકેલવો સુરત જિલ્લા પોલીસ માટે પડકારસમાન બન્યો હતો. પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસમાં હત્યાકાંડની જે વિગત બહાર આવી એ ચોંકાવનારી હતી. કેમ કે પતિની હત્યા શાતિર પત્નીએ કરી હતી. રાજસ્થાની પ્રેમી સાથેના અનૈતિક સંબંધ પતિ જાણી જતા પત્નીએ રાજસ્થાની શુટર્સ બોલાવીને સોપારી આપી હતી અને પતિની ઘાતકી હત્યા કરાવી હતી. 

Jul 15, 2019, 04:04 PM IST

રાજકોટ મર્ડર કેસમાં જોરદાર ટ્વિસ્ટ, મહિલાએ 2 પ્રેમી સાથે મળી પૂર્વ પતિની કરી હત્યા

રાજકોટમા ફરી એક વાર સંબંધોનું ખૂન થયાનુ સામે આવ્યુ છે. છુટાછેડા લીધા બાદ અવારનવાર પૂર્વ પતિ દ્વારા ત્રાસ આપવામા આવતા પૂર્વ પત્નીએ પોતાના બે પ્રેમીઓ સાથે મળી પોતાના પૂર્વ પતિની હત્યા કરી છે. જે મામલે પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 

Jul 11, 2019, 04:35 PM IST

પતિની હત્યારણ પત્ની અને તેના પ્રેમીને આજીવન કેદની સજા

આ ચોંકાવનારી ઘટના વર્ષ 2011ની છે.

May 8, 2019, 09:34 PM IST

પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપવાની આપી સોપારી, રૂવાડાં ઉભા કરી દેનાર છે આ ક્રાઇમ સ્ટોરી

મધ્યપ્રદેશના જબલપુરમાં ક્રાઇમ જગતમાંથી એકદમ ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપવા માટે સોપારી આપી અને પછી તેની હત્યા કરાવી દીધી. સ્વાસ્થ્ય વિભાગમાં નાયબ નિયામક ડો. શફાત ઉલ્લાહ ખાન (55) ઉર્ફે શૈફુતુલ્લાની હત્યા તેમની પત્ની આયશા ખાને (50) કરાવી અને તેમના પર પોતાની જ પુત્રી પર ખરાબ નજર રાખતા હોવાનો વાત કહી પહેલાં પતિનું લિંગ કાપવાની સોપારી આપી. 

Jun 18, 2018, 12:53 PM IST