પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપવાની આપી સોપારી, રૂવાડાં ઉભા કરી દેનાર છે આ ક્રાઇમ સ્ટોરી

મધ્યપ્રદેશના જબલપુરમાં ક્રાઇમ જગતમાંથી એકદમ ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપવા માટે સોપારી આપી અને પછી તેની હત્યા કરાવી દીધી. સ્વાસ્થ્ય વિભાગમાં નાયબ નિયામક ડો. શફાત ઉલ્લાહ ખાન (55) ઉર્ફે શૈફુતુલ્લાની હત્યા તેમની પત્ની આયશા ખાને (50) કરાવી અને તેમના પર પોતાની જ પુત્રી પર ખરાબ નજર રાખતા હોવાનો વાત કહી પહેલાં પતિનું લિંગ કાપવાની સોપારી આપી. 

Updated By: Jun 18, 2018, 12:53 PM IST
પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપવાની આપી સોપારી, રૂવાડાં ઉભા કરી દેનાર છે આ ક્રાઇમ સ્ટોરી

જબલપુર: મધ્યપ્રદેશના જબલપુરમાં ક્રાઇમ જગતમાંથી એકદમ ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપવા માટે સોપારી આપી અને પછી તેની હત્યા કરાવી દીધી. સ્વાસ્થ્ય વિભાગમાં નાયબ નિયામક ડો. શફાત ઉલ્લાહ ખાન (55) ઉર્ફે શૈફુતુલ્લાની હત્યા તેમની પત્ની આયશા ખાને (50) કરાવી અને તેમના પર પોતાની જ પુત્રી પર ખરાબ નજર રાખતા હોવાનો વાત કહી પહેલાં પતિનું લિંગ કાપવાની સોપારી આપી. 

જબલપુર પોલીસ અધીક્ષક શશિકાંત શુક્લાએ જણાવ્યું કે ડો. શફાત ઉલ્લાહ ખાનની હત્યાનું કાવતરું તેમની પત્ની આયશા ખાને રચ્યું હતું. તેમણે કહ્યું કે 'આ બંનેએ વર્ષ 1991માં પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ શફાત ઉલ્લાહ ખાનના ખરાબ ચરિત્રના લીધે તેમની વચ્ચે તણાવ રહેતો હતો.'

શુક્લાએ જણાવ્યું હતું કે 'આયશાએ દુઆ ગુજરાત નિવાસી પોતાની ભત્રીજી નંદિની વિશ્વકર્મા ઉર્ફે જન્નત (30)ને શફાત ઉલ્લાહ ખાનને જાનથી મારી નાખવાની સોપારી આપી હતી. તેના માટે નંદિનીએ પોતાના પતિ પવન વિશ્વકર્મા (32) સાથે વાત કરી. પવને પોતાના બે માણસો રાજેંદ્ર માલવીય (23) અને ધીરજને પણ આ કાવતરામાં સામેલ કર્યા'

VIDEO : તેલંગાણામાં TRSના નેતાએ તમામ હદો પાર કરી, મહિલાની છાતી પર મારી લાત

તેમણે કહ્યું 'આયશાએ નંદિની તથા પવનને શફાત ઉલ્લાહ ખાનની હત્યા કર્યા બાદ પાંચ લાખ રૂપિયા તથા એક ફ્લેટ આપવાનો વાયદો કર્યો હતો. તેમણે રાજેંદ્ર તથા ધીરજને દસ હજાર રૂપિયા આપ્યા તથા કામ કરવા પર 50-50 હજાર રૂપિયા આપવાની વાત કરી હતી. 

શુક્લાએ જણાવ્યું કે નંદિની, પવન, રાજેંદ્ર તથા ધીરજ 12 જૂનના રોજ જબલપુર આવ્યા. દિવસે આયશાએ તેમની સાથે ટાગોર ગાર્ડનમાં મુલાકાત કરી અને તે રાત્રે તેમણે ડો. શફાત ઉલ્લાહની હત્યા કરી દીધી. પોલીસે હત્યામાં સામેલ પાંચ લોકોમાંથી ત્રણ આરોપીઓ આયશા, નંદિની તથા રાજેંદ્રની ધરપકડ કરી લીધી. બે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. 

તેમણે કહ્યું કે પૂછપરછમાં નંદિનીએ પોલીસને જણાવ્યું હતું કે તે ઘટનાવાળા દિવસે ગુજરાતમાં હતી. તપાસમાં જોવા મળ્યું કે તે જબલપુરમાં હતી. કસ્ટડીમાં પૂછપરછ કર્યા બાદ તેણે સમગ્ર ઘટનાક્રમનો ખુલાસો કરી દીધો.

ભાજપના ધારાસભ્ય પર જીવલેણ હુમલો, બાઇક સવાર કર્યું ફાયરિંગ  

આ દરમિયાન ધરપકડ થયા બાદ આયશાએ જણાવ્યું કે હિંદૂ હોવા છતાં પણ તેણે ડો. શફાદ ઉલ્લાહ ખાન સાથે લગ્ન કર્યા હતા. આયશાએ આરોપ લગાવ્યો હતો કે 'મારા પતિના ઘણી મહિલાઓ સાથે શારીરિક સંબંધ હતા. નર્સની નોકરી અપાવવાના નામે મારા પતિ તે વરિષ્ઠ અધિકારીઓને જબલપુરની એક હોટલમાં ઘણી યુવતિઓનું શોષણ કર્યું. તેણે પોતાની ભત્રીજી સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું, જેથી તે 11 વર્ષની ઉંમરમાં ગર્ભવતી થઇ ગઇ હતી. મારી પહેલી બે પુત્રીઓ હોવાના લીધે મારા પતિએ સાત વખત અનૈતિક રીતે લિંગ તપાસ કરાવી ગર્ભપાત કરાવ્યો હતો.'

viral video : સભ્ય સમાજને શર્મસાર કરતો વીડિયો જોઇ તમે પણ ઉકળી ઉઠશો... 

તેણે લિંગ તપાસ તથા ગર્ભપાત કરનાર ડોક્ટરોના નામ પણ જણાવ્યા. તેણે જણાવ્યું કે 'મારા પતિની ખરાબ નજર મારી પુત્રી પર હતી એટલા માટે મારા પતિનું લિંગ કાપવાની સુપારી આપી હતી. પરંતુ યોજના સફળ થઇ શકી નહી. આયશાએ કહ્યું કે 'ભત્રીજી સાથે મારા પતિએ ખોટું કૃત્યું કર્યું તો હું ચુપ થઇ ગઇ, કારણ કે મારી બે પુત્રીઓ હતી અને પુત્ર ગર્ભમાં હતો.  

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. શફાત ઉલ્લાહની જબલપુરમાં તેમના કૃર્તિકા એપાર્ટમેન્ટ સ્થિત ઘરમાં 12 જૂનના રોજ રાત્રે ધારદાર હથિયાર વડે હત્યા કરવામાં આવી. ત્યાં તે સંયુક્ત સંચાલક સ્વાસ્થ્ય વિભાગના કાર્યાલયમાં લીગલ સેલના પ્રમુખ હતા.