અમદાવાદના બે કપલે કર્યો મોટો કાંડ; પોલીસકર્મીની વરદી ફાડી લોખંડના પાઇપ વડે કર્યો હુમલો

શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર અમદાવાદના બે કપલે હુમલો કરી બેફામ બની એક મહિલાએ પોલીસકર્મી પર નજીકમાં પડેલ લોખંડની પાઇપ વડે હુમલો કરતા પોલીસકર્મી ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અમદાવાદના બે કપલે કર્યો મોટો કાંડ; પોલીસકર્મીની વરદી ફાડી લોખંડના પાઇપ વડે કર્યો હુમલો

સમીર બલોચ/અરવલ્લી: અરવલ્લી જીલ્લાના શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર ફરજબજાવતા શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર અમદાવાદના બે કપલે હુમલો કરી બેફામ બની એક મહિલાએ પોલીસકર્મી પર નજીકમાં પડેલ લોખંડની પાઇપ વડે હુમલો કરતા પોલીસકર્મી ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે શામળાજી પોલીસે બે પુરુષ અને બે મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શામળાજીના રતનપુર ચેકપોસ્ટ પર 25 તારીખના રાત્રી દરમિયાન  પોલીસ કર્મીઓ પર હુમલાનો વિડીયો સામે આવ્યો છે. જ્યાં શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજસિંહ લાલસિંહ નામના કોન્સ્ટેબલ અન્ય પોલીસકર્મીઓ સાથે ધુળેટીની રાત્રે રતનપુર  ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હતા. ત્યારે રાજસ્થાન તરફથી આવતી બ્રેઝા કારને અટકાવી તલાસી લેતા અંદર બે કપલ બેઠેલ હતા. 

તલાસી દરમિયાન પાછળથી એક હોન્ડા અમેઝ કારમાં કપલ આવ્યું હતું અને કાર અટકાવી બ્રેઝા કારમાં રહેલ બંને કપલે તેમની સાથે ઓવરટેક કરવા બાબતે ઝગડો કર્યો હોવાનું જણાતા ભયભીત કપલને અંદર પોલીસ ચોકીમાં પોલીસ કર્મી બેસાડ્યા હતા. જ્યાં  બ્રેઝા કારમાં રહેલા બે પુરૂષ અને બે મહિલાઓ ઝગડો કરવા લાગયા.

કોસ્ટેબલ જયરાજસિંહ સહિત અન્યપોલીસે બંને કપલને સમજાવવા ગયા હતા ત્યારે  બંને કપલ ઉશ્કેરાઈ જઈ પોલીસકર્મીઓની ફેટ પકડી લઇ તેમજ પોલીસને કેમ વીડિયો ઉતારો છો કહી પ્રીતિબા અર્જુનસિંહઝાલાએ  કોસ્ટેબલ જયરાજસિંહ પર લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો, તેમજ બંને કપલે ગડદા પાટુનો માર મારવામાં આવતા કોસ્ટેબલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી બે પુરુષ તેમજ બે મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ આ જે આરોપીઓ છે તેમાં સહદેવસિંહ ગણપતસિંહ જાડેજા સામે આ અગાઉ 15 ગુના નોંધાયેલા છે અને અર્જુનસિંહ કનકસિંહ ઝાલા સામે 3 ગુના નોંધાયા છે. હાલ આ બન્ને આરોપીઓને સાબરમતી જેલ ખસેડવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news