આંધ્ર પ્રદેશ: આ સાંસદે પોલીસકર્મીના જૂતાને જાહેરમાં કરી KISS, વાઈરલ થયો VIDEO 

આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ (YSR Congress) ના એક સાંસદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પોલીસકર્મીના જૂતાને ચુંબન કરીને બધાને ચોંકાવી દીધા. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં વાયએસઆર સાંસદ એક પોલીસકર્મીના જૂતાને સાફ કરતા અને પછી ચુંબન કરતા જોવા મળી રહ્યાં છે. 
આંધ્ર પ્રદેશ: આ સાંસદે પોલીસકર્મીના જૂતાને જાહેરમાં કરી KISS, વાઈરલ થયો VIDEO 

હૈદરાબાદ: આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ (YSR Congress) ના એક સાંસદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પોલીસકર્મીના જૂતાને ચુંબન કરીને બધાને ચોંકાવી દીધા. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં વાયએસઆર સાંસદ એક પોલીસકર્મીના જૂતાને સાફ કરતા અને પછી ચુંબન કરતા જોવા મળી રહ્યાં છે. 

વાત જાણે એમ છે કે વાયએસઆર સાંસદ ગોરંતલા (Gorantla Madhav)  માધવ ટીડીપી નેતા જેસી દિવાકર રેડ્ડીના એક નિવેદનથી ખુબ જ નારાજ હતાં. રેડ્ડીના નિવેદનના વિરોધમાં જ તેમણે અનંતપુરમમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં તેમણે પોલીસકર્મીના જૂતાને ચુંબન કર્યું. રિપોર્ટસ મુજબ ટીડીપી નેતા રેડ્ડીએ કહ્યું હતું કે તેમની પાર્ટી જો ફરીથી જીતીને આવી તો તેઓ પોલીસવાળાઓ પાસે પોતાના જૂતા ચટાવશે. પ્રદેશ પોલીસ વિરુદ્ધના આ નિવેદનથી માધવ અકળાયા અને તેમને પોતાને આ નિવેદન જાણે પોતાનું અપમાન થયું હોય તેવું લાગ્યું. 

— ANI (@ANI) December 21, 2019

વિરોધમાં દેખાડી ગાંધીગીરી
આ જ કારણ છે કે જ્યારે વાયએસઆરની સરકાર  બની તો માધવે રેડ્ડી વિરુદ્ધ મોરચો ખોલ્યો અને તેમણે રેડ્ડીના આ નિવેદન સામે ગાંધીગીરી દર્શાવતા પ્રેસ કોન્ફરન્સમાં બધાની સામે એક પોલીસકર્મીનું જૂતું સાફ કર્યું અને ચુંબન કર્યું. મીડિયા રિપોર્ટસ મુજબ આ જૂતું એક શહીદ પોલીસકર્મીનું હતું અને ડ્યૂટી દરમિયાન તેણે જીવ ગુમાવ્યો હતો. 

જુઓ LIVE TV

વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મીડિયાની સામે માધવ પોલીસકર્મીના જૂતાને એક કપડાથી સાફ કરે છે અને પછી ખુરશી પર બેસીને તે જૂતાને ચુંબન કરે છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર લોકોની ખુબ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news