રાજકોટમાં બુટલેગરો સાથે મળીને દારૂની હેરાફેરી કરતા ASI ઝડપાયા

વિરેન્દ્રસિંહ દરબાર જે પોતે ગુજરાત પોલીસમાં અમદાવાદ ખાતે ટ્રાફિક બ્રાન્ચ આઈ ડિવિઝનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. એએસઆઈ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ બુટલેગરો સાથે મળીને દારૂનું વેચાણ કરતા હતા.
 

રાજકોટમાં બુટલેગરો સાથે મળીને દારૂની હેરાફેરી કરતા ASI ઝડપાયા

રક્ષિત પંડ્યા, રાજકોટઃ આમ તો ગુજરાતમાં દારુબંધી છે અને તેમ છતાં પણ ગુજરાતમાં દારુની રેલમછેલ થતી જોવા મળે છે. આ દારૂબંધીના કાયદાની કડક અમલવારીની જવાબદારી ગુજરાત પોલીસની છે.. અમદાવાદ પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર બુટલેગરો સાથે મળી દારુની હેરાફેરી કરતા રાજકોટ SOG પોલીસના હાથે ઝડપાયા છે. 

વિરેન્દ્રસિંહ દરબાર જે પોતે ગુજરાત પોલીસમાં અમદાવાદ ખાતે ટ્રાફિક બ્રાન્ચ આઈ ડિવિઝનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. એએસઆઈ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ બુટલેગરો સાથે મળીને દારૂનું વેચાણ કરતા હતા. રાજકોટના વિદ્યાનગર રોડ પર ખાનગી હોસ્પિટલ નજીક બે સફેદ કલરની કાર ઉભી હોય અને જેમાં દારુનો જથ્થો હોવાની બાતમી રાજકોટ SOG પોલીસને મળી હતી. આ બાતમી બાદ રેડ કરતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા કારમાં વિદેશી દારુની અલગ અલગ બ્રાન્ડની મોંઘીદાટ બોટલો 72 નંગ મળી આવી હતી. પોલીસે દારુ નો જથ્થો , બે મોટર કાર સહિત કુલ 9 લાખ 53 હજાર મુદ્દામાલ કબજે કરી આરોપી ASI સહિત 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં PPF કીટ પહેરીને ગરબે રમ્યા ડોક્ટર, વીડિયો થયો વાયરલ  

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી પૈકી એક આરોપી વિરેન્દ્રસિંહ દરબાર પોતે અમદાવાદ આઇ ડિવિઝન ટ્રાફિક શાખામાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. જેમાં પોતે બુટલેગરની મોટર કારને પેટ્રોલિંગ પૂરું પાડતા હતા અને દારુની હેરાફેરી કરવા મદદરૂપ બનતા હતા. જે એક ટ્રીપ દરમિયાન રૂપિયા 10,000 મળતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સાથે પકડાયેલ આરોપીઓ પૈકી કૃણાલ શાહ અગાઉ અમદાવાદ બોપલ ખાતે પ્રોહિબિસનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ છે. 

રાજકોટ SOG પોલીસે પકડી પાડેલ ASI વિરેન્દ્રસિંહ દરબાર સહિત 3 આરોપી દારુ જથ્થો કોની પાસેથી લાવી કોને આપવા હતા સાથે અન્ય કોઈ ની સંડોવણી છે કે કેમ સહિતના મુદે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં ફરજ બજાવતા ASIની ધરપકડ થી ગુજરાત પોલીસની કાર્યશૈલી માટે કલંક સમાન માની શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news