મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશમાં ચૂંટણી : શું માહોલ છે ખેડૂતોમાં?

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : 'શું માહોલ છે' માં આજે વાત કરીશું મધ્ય પ્રદેશના ખેડૂતો અને એમના મૂડ અંગે...

Nov 22, 2018, 11:56 AM IST

અરે આ શું? ઉમેદવારને પહેરાવ્યો જૂતાનો હાર VIDEO

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ સંજોગોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉજ્જૈનની 7 વિધાનસભા બેઠકો પૈકીની નાગદા ખાચરોદ બેઠકના ભાજપના ઉમેદવાર દિલીપ સિંહ શેખાવત ચૂંટણી પ્રચાર માટે જનસંપર્ક કરી રહ્યા ત્યારે એક યુવકે એકાએક એમને ચપ્પલનો હાર પહેરાવી દેતાં બધા ચોંકી ઉઠ્યા હતા. આ બધુ એટલું ઝડપથી થયું કે ઉમેદવારને પણ ખબર ન પડી કે આ શું થયું, બાદમાં સમર્થકોએ યુવકને પકડી લીધો હતો અને મેથીપાક આપ્યો હતો. જુઓ વીડિયો

Nov 21, 2018, 11:50 AM IST

'કોંગ્રેસ પાસે MPમાં 230માંથી 200 બેઠકો જીતવાની તક હતી, પરંતુ ગુમાવી દીધી'

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને રાજ્યમાં સત્તા મેળવવામાં લાગેલી કોંગ્રેસ અહીં મહાગઠબંધન બનાવવામાં નિષ્ફળ ગઈ છે.

Nov 21, 2018, 08:28 AM IST

રીવામાં PM મોદી બોલ્યા 'મેડમજીએ વિકાસ રોકવા બધા પ્રયાસ કર્યા'

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના મેરાથોન પ્રચારમાં લાગેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાની બીજી ચૂંટણી રેલી રીવામાં સંબોધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, આ તાનસેન અને બીરબલની ધરતી છે. હું આ પાવન ધરતીને નમન કરું છું. તેમણે જણાવ્યું કે, રીવાના સપના સાથે મારા સપના જોડાયેલા છે. પીએમ મોદીએ જણાવ્યું કે, 10 વર્ષ સુધી કેન્દ્રની રીમોટ કન્ટ્રોલવાળી મેડમજીની સરકારે મધ્યપ્રદેશનો વિકાસ રોકવાના દરેક શક્ય પ્રયાસ કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે, આ ચૂંટણી કોણ ધારાસભ્ય બને તેના માટે નથી, કોની સરકાર બને તેના માટે પણ નથી, આ ચૂંટણી તમારું નસીબ નક્કી કરવા માટે છે. 

Nov 20, 2018, 05:22 PM IST

વિધાનસભા ચૂંટણી 2018 : જુઓ ટોપ 10 ન્યૂઝ

વિધાનસભા ચૂંટણી 2018 : મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણી ચરમસીમાએ છે. ભાજપ કોંગ્રેસ સહિત પક્ષો ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કયા પક્ષે કોને મેદાનમાં ઉતાર્યા? સહિત વિગતો જાણો

Nov 20, 2018, 02:39 PM IST

મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા સુરક્ષાના કારણોથી અમિત શાહનો ભોપાલમાં રોડ શો રદ્દ

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અંહિયા ભોપાલ ઉત્તર વિધાનસભા ક્ષેત્રના BJP ઉમેદવાર ફાતિમા રસૂલ સિદ્ધિકીના સમર્થનમાં રોડ શો કરવાના હતા.

Nov 19, 2018, 11:02 AM IST

મધ્ય પ્રદેશમાં ભાજપે બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો 'દ્રષ્ટિ પત્ર', દર વર્ષે 10 લાખ નોકરીનું વચન

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે ભાજપે 'દ્રષ્ટિ પત્ર' નામના ઘોષણાપત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરાને જાહેર કર્યો છે.

Nov 17, 2018, 12:36 PM IST

બાળક તસ્કરી કેસમાં ભાજપના નેતા અને ડોક્ટરની સંડોવણી, 12 આરોપીઓની ધરપકડ

પોલીસ તપાસમાં સમગ્ર રેકેટનું ગુજરાત કનેક્શન સામે આવ્યા બાદ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લાના એક પછી એક મોટા માથાઓની બાળકોની તસ્કરીમાં સંડોવણી બહાર આવી રહી છે.

Nov 15, 2018, 07:09 PM IST

વિધાનસભા ચૂંટણી 2018 : JCC(J) નું થયું મોટું કામ...

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીની પાર્ટીનું મોટું કામ થયું છે અને ચૂંટણીને લઇને મોટો પડકાર દુર થયો છે. છત્તીસગઢની સ્થાનિક પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ(જે) ને આજે ચૂંટણી પંચે હળ ચલાવતા ખેડૂતનું ચૂંટણી ચિહ્ન આપ્યું છે. આ મામલે ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી છે. 

Nov 15, 2018, 12:49 PM IST

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : CM શિવરાજસિંહનો કોંગ્રેસ, ઇન્દિરા ગાંધી પર પ્રહાર

કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરાને લઇને ચર્ચામાં છે તો મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસના ઢંઢેરા અને કોંગ્રેસ પર પ્રહાર કરતી ટિપ્પણી કરી છે. 

Nov 15, 2018, 12:25 PM IST

નીચી જાતીનાં યુવક સાથે પ્રેમ વિવાહ, પરિવારે જીવતી પુત્રીનો અંતિમ સંસ્કાર કર્યો

મધ્યપ્રદેશના ઝાબુવા જિલ્લામાં યુવતીએ નીચી જાતીનાં યુવક સાથે વિવાહ કરી લેતા પરિવારજનોએ અંતિમ યાત્રા કાઢી, મુંડન કરાવ્યું અને મૃત્યુ ભોજનું આયોજન પણ કર્યુ

Nov 14, 2018, 07:01 PM IST

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : શિવરાજસિંહનો રણટંકાર

મધ્યપ્રદેશમાં કમળ ખીલવવા માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જન આશીર્વાદ યાત્રા દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યા છે અને ઠેર ઠેર જન સભા સંબોધી રહ્યા છે. ઝી ન્યૂઝ સાથે શિવરાજ સિંહ ચૌહાણે ખાસ મુલાકાત કરી જીતનો રણટંકાર કર્યો હતો. ખાસ મુલાકાતનો જુઓ વીડિયો

Nov 14, 2018, 12:57 PM IST

વિધાનસભા ચૂંટણી 2018 : ચિહ્ન જોઇ તમે હસી ઉઠશો...

પાંચ રાજ્યોમાં યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મતદાન કેન્દ્ર પર કેકથી લઇને ખાવાની થાળી સુધી મળશે. જી હા, હસો નહીં... આ સચ્ચાઇ છે. જ્યારે તમે મત આપવા જશો તો વોટીંગ મશીનમાં તમને આઇસ્ક્રીમ, લીલું મરચું. કેક, ખાવાની થાળી નજરે પડશે. ચૂંટણી વિભાગે અપક્ષ ઉમેદવારોને આ વખતે આવા ચૂંટણી ચિહ્ન ફાળવ્યા છે. જેમાં ખાધ્ય સામગ્રીનું લીસ્ટ લાંબુ છે. ચૂંટણી પંચે 162 ચૂંટણી ચિહ્ન જાહેર કર્યા છે. જે તમને ભ્રમમાં નાંખી શકે એમ છે...

Nov 14, 2018, 12:45 PM IST

મધ્ય પ્રદેશ ચૂંટણી 2018: જાણો BSP કયા પ્લાનના જોર પર જીતશે 32થી વધુ બેઠક

મધ્યપ્રદેશમાં આ વખતે બીએસપી તેમની 34 વર્ષના ઇતિહાસનું સૌથી સારૂ પ્રદર્શન કરી ઓછામાં ઓછી 32 સીટો જીતશે.

Nov 4, 2018, 03:30 PM IST

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસનો 'હાથ' ઊંચો, ભાજપને નડશે એન્ટી ઈન્કમબન્સી?

રાજસ્થાનમાં 7 ડિસેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે અને 11 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરાશે

Oct 25, 2018, 04:51 PM IST

પાંચ રાજ્યોમાં ચૂંટણીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખરાખરીનો જંગ

ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ દેશનાં પાંચ રાજ્ય- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ હતી. આ તમામ રાજ્યોની મતગમતરી એક જ દિવસે એટલે કે 11 ડિસેમ્બરે હાથ ધરાશે અને ત્યાર બાદ પરિણામ જાહેર કરાશે, મતદાન માટેની તારીખો અલગ-અલગ જાહેર કરાઈ છે 

Oct 22, 2018, 05:29 PM IST

MP: મોદી સરકારના આ મંત્રીએ ભાજપને આપ્યો મોટો ઝટકો, પોતાના 56 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા

કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએના સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)એ મધ્ય પ્રદેશ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી દીધી છે.

Oct 21, 2018, 02:07 PM IST

MPમાં વિવાદ: દારૂની બોટલો પર સ્ટિકર્સ, 'બટન દબાવવાનું છે અને મત આપવાનો છે'

મધ્ય પ્રદેશમાં વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રશાસન પ્રદેશની જનતાને તેમના મતાધિકાર પ્રત્યે જારૂક કરવા માટે નવી નવી વસ્તુઓનો અમલ કરી રહ્યાં છે.

Oct 21, 2018, 01:43 PM IST

MP ચૂંટણી 2018: આંતરિક કલેહ કોંગ્રેસને કરશે નુકસાન? 'પહેલી યાદી'થી ખુબ નારાજ છે કમલનાથ

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક ડખો જોવા મળી રહ્યો છે. બુધવારે  કોંગ્રેસે પ્રદેશની 230 વિધાનસભા બેઠકોમાંથી 80 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં.

Oct 18, 2018, 08:33 AM IST

રાહુલ ગાંધી કેમ PM મોદીનો કરે છે પ્રખર વિરોધ? ખાસ જાણો તેમણે શું આપ્યું કારણ

મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે અહીં એક જનસભા સંબોધી હતી.

Oct 17, 2018, 01:20 PM IST