ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસનું ઈલુઈલુ! કસૂરવાર નેતાઓ છૂટી ગયા, નાના કાર્યકરો સામે FIR

The Dirty Picture of Gujarat: કોંગ્રેસ-ભાજપનું સેટિંગ! કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના MLAના છોકરા સામે FIR નહીં, કાર્યકરોને ધરી દીધાં. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારના ઈશારે ભાજપના MLA અને શહેર પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પથ્થરમારાની FIRમાં ન નોંધાયું, ઉશ્કેરણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ ફરિયાદમાં નથી. 

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસનું ઈલુઈલુ! કસૂરવાર નેતાઓ છૂટી ગયા, નાના કાર્યકરો સામે FIR
  • ગુજરાત કોંગ્રેસના પહેલી હરોળના મોટાભાગના નેતાઓ હાઈકમાન્ડને બનાવે છે ઉલ્લુ!
  • વર્ષોથી ગુજરાતમાં ચાલતું આવ્યું છે ભાજપ-કોંગ્રેસનું રાજકીય ઈલુઈલુ!
  • ગુજરાત કોંગ્રેસના પહેલાં 4 થી 5 નેતા વર્ષોથી પોતાનો કિલ્લો સંભાળીને બેસી રહ્યાં છે
  • કોંગ્રેસ હાઈકમાન્ડને અંધારામાં રાખીને ગુજરાતના નેતાઓનું ભાજપ સાથે ચાલે છે સેટિંગ
  • કોંગ્રેસ ભવન પાસે પથ્થરમારાની ઘટના પણ બની પોલિટિકલ ગેમ રાહુલ ગાંધીની શિખામણ ઝાંપા સુધી , કોંગ્રેસ-ભાજપ શહેર પ્રમુખનું રાજકીય ઇલુઇલુ
  • છુપાયેલો મામલો આ વખતે પહોંચી ગયો છે કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી 
  • 'રાહુલ ગાંધીની મહેનત પર પાણી ફેરવી રહ્યાં છે ગુજરાત કોંગ્રેસના પહેલી હરોળના કેટલાંક નેતાઓ'

The Dirty Politics of Gujarat: 'રાહુલ ગાંધીની મહેનત પર પાણી ફેરવી રહ્યાં છે ગુજરાત કોંગ્રેસના પહેલી હરોળના કેટલાંક નેતાઓ' આ અમે નથી કહી રહ્યાં પણ આ કહી રહ્યો છે ગુજરાત કોંગ્રેસનો એક એક કાર્યકર. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલાં પથ્થરમારાથી ઘટના બાદ રાહુલ ગાંધી છેક દિલ્લીથી અહીં કાર્યકરોને મળવા આવ્યાં. તેમના ખબરઅંતર પુછવા આવ્યાં. પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતાઓની તો અલગ ખિચડી રંધાતી હતી. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દર વખતની જેમ આ વખતે પણ હાઈકમાન્ડને અંધારામાં રાખીને ભાજપ સાથે પોતાનું સેટિંગ કરી લીધું. અલબત્ત ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસનું રાજકીય ઈલુઈલુ આજકાલનું નહીં વર્ષો જુનું છે. એવું નથી કે ગુજરાત કોંગ્રેસમાં બધા જ નેતાઓ આવા છે, શક્તિસિંહ ગોહિલ જેવા કેટલાંક સારા માણસો પણ આ પક્ષમાં છે, જેના કારણે હજુ પણ કાર્યકરો મહેનત કરતા હોય છે. એ જ કારણ છેકે, લાંબા સમય બાદ રાહુલ ગાંધીએ પણ ગુજરાત કોંગ્રેસની કમાન એક યોગ્ય વ્યક્તિના હાથમાં સોંપી છે. 

ગુજરાત આવે ત્યારે રાહુલ બાબાને ચા-નાસ્તો કરાવીને મોકલી દેવામાં આવે છે!
ખુદ કોંગ્રેસના કાર્યકરોની વાત માનીએ તો તેઓ કહે છેકે, અહીં બધુ સેટિંગ ચાલે છે. ગુજરાત આવે ત્યારે રાહુલ બાબાને ચા-નાસ્તો કરાવીને મોકલી દેવામાં આવે છે!
રાહુલ ગાંધી ગુજરાતમાં આવે ત્યારે તેમને ગોળગોળ વાર્તા કરીને સમજવી દેવામાં આવે છે. તેમની સામે ક્યારેય સાચી હકીકત લાવવામાં આવતી નથી. એમની જોડે ચા-નાસ્તો કરવા બેઠેલાં ગુજરાત કોંગ્રેસના પહેલી હરોળના નેતાઓમાંથી જ મોટાભાગના નેતાઓ ભાજપ સાથે ભળેલાં હોય છે. આ તમામ વાતો જગજાહેર છે, અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઝી મીડિયા સાથેની વાતચીતમાં પણ વખતો વખત જણાવવામાં આવી છે. 

ગુજરાતમાં કોંગ્રેસની ટીમ ભાજપની 'B' ટીમ ટીમ છે!
ગુજરાતમાં કોંગ્રેસની ટીમ ભાજપની 'B' ટીમ ટીમ છે! કોંગ્રેસના કોઈપણ કાર્યકરને આ અંગે પૂછતાની સાથે જ તની ખરાઈ અને ખાત્રી પણ અચુક થઈ જાય છે. એજ કારણ છેકે, ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય નથી જીતતું, કારણકે, અહીં જીતવા માટે નહીં સેટિંગ કરવા માટે અને પોતાનો કિલ્લો સંભાળીને બેસી રહેવા માટે વધારે રૂપિયા મળે છે. આવું પણ અમે નથી કહી રહ્યાં આ વાત પણ ખુદ કોંગ્રેસના પાયાના કાર્યકરો જ કરે છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલાં પથ્થરમારાની ઘટનામાં ફરી એકવાર ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના ઈલુઈલુનો મામલો સામે આવ્યો છે.

કસૂરવાર નેતાઓ અને તેમના પુત્રો પોલીસ ફરિયાદથી બાકાત, નિર્દોષ કાર્યકરો બની ગયા આરોપીઃ
સંસદમાં રાહુલ ગાંધીના હિન્દુઓ વિશેના નિવેદન બાદ અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થાય છે. અનેક કાર્યકરો ઘાયલ થાય છે. કોંગ્રેસના ધારાસભ્ય પણ આ બબાલમાં ઉશ્કેરણી કરવામાં હાજર હોય છે, અને ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખનો છોકરો પણ આ બબાલમાં સામેલ હોય છે. જોકે, જ્યારે વાત પોલીસ ફરિયાદની આવે છે, ત્યારે આ બન્ને અંદર અંદર સેટિંગ કરી લે છે. ન કોંગ્રેસના ધારાસભ્યનું નામ ફરિયાદમાં આવે છે, ન તો ભાજપના ધારાસભ્યના દિકરાનું નામ પોલીસ ફરિયાદમાં આવે છે. બીજા સામાન્ય કાર્યકરોને આગળ ધરી દેવામાં આવે છે અને એમના નામ પોલીસ એફઆઈઆરમાં લખાવી દેવામાં આવે છે. હાલ સોશિયલ મિડીયામાં આ ઘટનાને લઇને ભાજપ-કોંગ્રેસના નેતાઓ સામે કાર્યકરોએ કોમેન્ટો કરીને તડાપીટ બોલાવી છે. 

યુવાનોએ સમજવા જેવી છે ભાજપ-કોંગ્રેસની આ ગંદી રાજરમતઃ
રાજકીય પક્ષોના કાર્યકરોએ, ખાસ કરીને યુવાનોએ આ ગેમ સમજવા જેવી છે. અહીં મોટા મોટા નેતાઓ તમને ચઢાવીને આગળ ધરી દે છે. માર ખાવા તમને મોકલે છે અને માલ પોતે ખાઈ જાય છે. પાટિદાર આંદોલનમાં પણ આજ વસ્તુ જોવા મળી હતી. જે લોકો વિરોધ કરતા હતા આજે એ ખોળામાં જઈને બેસી ગયા છે, પણ અનેક ઘરોના દિવા આ બાબલમાં ઓલવાઈ ગયા હતા. આજે એમને કોઈ પૂછવા વાળું પણ નથી.

મહત્ત્વનું છેકે, રાહુલ ગાંધીના હિન્દુ અંગે કરેલાં નિવેદન બાદ અમદાવાદમાં કોંગ્રેસ ભવનમાં થયેલી તોડફોડ બાદ ભાજપ- કોંગ્રેસના કાર્યકરોએ સામસામે પથ્થરમાર્યો કર્યો હતો. આ આખીય ઘટના જાણે પોલિટિકલ ગેમ બની રહી છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચે રાજકીય ઇલુઈલુ આધારે પોલીસ ફરિયાદમાં નામ નોંધાયા છે તેમાંય કોંગ્રેસ ધારાસભ્ય શૈલેશ પરમારના ઈશારે ભાજપના ધારાસભ્ય અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પોલીસ ફરિયાદમાં નોંધાયુ નથી. બીજી તરફ, ઉશ્કેરણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું નામ ફરિયાદમાં નથી. ટૂંકમાં, ભાજપ-કોંગ્રેસના કસુરવાર નેતાઓએ નિર્દોષ કાર્યકરોને આગળ ધરી કામ તમામ કર્યું છે જેને પક્ષોમાં આંતરિક વિરોધની જવાળા ભભૂકી છે.

કોંગ્રેસના નેતાઓ સામે કાર્યકરોએ કોમેન્ટો કરીને સોશિયલ મીડિયા પર તડાપીટ બોલાવીઃ
કોંગ્રેસ ભવન પાસે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ઘટના બની પડે તેમ હતી. આ ઘટનામાં સીસીટીવી ફુટેજમાં અમિત સ્પષ્ટ દેખાઈ રહ્યુ છેકે, પથ્થરમારામાં ભાજપ-કોંગ્રેસના નેતા-કાર્યકરો સામેલ છે. બીજુ કે, કોંગ્રેસ કાર્યકરોનો જોમ જુસ્સો વધારવા જ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં. પણ જે શંકા વ્યક્ત કરવામાં આવી હતી તે વાત સાચી ઠરી રહી છે કેમકે, કોંગ્રેસના નેતાઓના ભાજપ સાથેના નજીકનો ઘરોબો છે. રાહુલ ગાંધીની શિખામણ જાણે ઝાંપા સુધી બની રહી હતી. ચર્ચાએવી છેકે, કોંગ્રેસના આ નેતાએ કેસમાં અમદાવાદ ભાજપના શહેર પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહને પથ્થરમારાની ઘટનાનો એક વિડીયો મોકલ્યો હતો. જેના પાછળનો આશય એ હતોકે, આ વિડીયોમાં ધારાસભ્ય અમિત શાહના પુત્ર પથ્થરમારો કરતાં સ્પષ્ટ દેખાતા હતા. સંબંધિ કોંગ્રેસના નેતાઓનો ઈરાદો એ હતોકે, ભાજપ જે ફરિયાદ નોંધાવે તેમાં તેમનું એટેલેકે, કોંગ્રેસના કોઈ મોટા નેતા કે ધારાસભ્ય નામ ન આવે. આમ, ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચેના રાજકીય ગોઠવણ પાડવામાં આવી હતી. આખરે કે બંને પક્ષે નિર્દોષ કાર્યકરોને ધરી દેવાયાને અને કસૂરવારને બચાવી લેવાયા હતાં. સોશિયલ મિડીયામાં આ ઘટનાને લઇને ભાજપ-કોંગ્રેસના નેતાઓ સામે કાર્યકરોએ કોમેન્ટો કરીને તડાપીટ બોલાવી છે. 

ભાજપના નેતાએ કરેલું ટ્વીટ પણ ચર્ચામાં છેઃ
ખુદ ભાજપના એક નેતાએ ટ્વીટ કર્યું કહ્યુંકે, કોંગ્રેસના ધારાસભ્યએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરતાં ભાજપના કાર્યકરો પર પથ્થરમારો કર્યો હતો. આ કૃત્ય કોંગ્રેસની ક્રૂર માનસિકતા છતી કરે છે. ઉલ્લેખનીય છેકે, પથ્થરમારામાં ઘાયલ ભાજપના એક કાર્યકરની એસવીપીમાં સારવાર ચાલી રહી છે. આ કાર્યકરની સ્થિતિ હાલ ખુબ જ નાજૂક છે. ફરીથી ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ છે. આમ, ભાજપના કાર્યકરો પણ અમિત શાહની કોંગ્રેસ સાથેની રાજકીય દોસ્તીને લઈને નારાજ છે. આ તરફ કોંગ્રેસમાં કાર્યકરો ધારાસભ્ય શૈલેષ પરમારની ભાગી છૂચવાની નીતિથી નાખુશ છે. જોકે, આ આખોય મામલો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો હોવાનું પણ કહેવાય છે. 

અગાઉ એક કાર અકસ્માતમાં નેતાની ગાડીએ માસુમને મોત આપ્યું હતું, મામલો ઢંકાઈ ગયોઃ
ઉલ્લેખનીય છેકે, થોડા સમય અગાઉ અમદાવાદમાં એક ધારાસભ્યના વાહનથી એક માસુમ કિશોરનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. એ વાહન કોણ ચલાવતું હતું? કોની બેદરકારી હતી? ભાજપ-કોંગ્રેસ વચ્ચે આમા શું સેટિંગ થયું આવા અનેક સવાલો પણ ચર્ચામાં છે? કારણકે, એ મામલો પણ પોલીસે ગમે તેમ કરીને ઢાંકી દીધો અને નિર્દોષ યુવકના મોત બાદ તેના પરિવારને ન્યાય ન મળ્યો. દોષિતો આજે પણ નેતા બનીને કોઈ રાજકીય પક્ષનો પટ્ટો ગળામાં નાંખીને બિંદાસ્ત ફરે છે. આવું ક્યાં સુધી ચાલતું રહેશે એ એક મોટો સવાલ છે...કાર્યકર બનીને રાજકીય પક્ષનો ઝંડો લઈને ઉંધું ખાલીને દોટ લગાવતા યુવાનોએ પણ આ વાત સારી રીતે સમજી લેવાની જરૂર છેકે, પક્ષ કોઈપણ હોય આ નેતાઓ કોઈના સગા નથી...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news