Realme 7i થયો લોન્ચ, 4+ 64GB વેરિએન્ટની કિંમત છે 11,999 રૂપિયા

સ્માર્ટફોન બ્રાંડ રિયલમીએ પોતાના લોકપ્રિય રિયલમી 7 સીરીઝના Realme 7i ને બુધવારે ભારતમાં લોન્ચ કરી દીધો છે. Realme 7i માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ, એક હાઇ રિફ્રેશ રેટ સ્ક્રીન અને એક ઓક્ટાકોર પ્રોસેસર છે. આ એક સિંગલ રેમ અને સ્ટોરેજ કન્ફીગ્રેશન અને બે કલર ઓપ્શનમાં આવશે. 

Realme 7i થયો લોન્ચ,  4+ 64GB વેરિએન્ટની કિંમત છે 11,999 રૂપિયા

નવી દિલ્હી: સ્માર્ટફોન બ્રાંડ રિયલમીએ પોતાના લોકપ્રિય રિયલમી 7 સીરીઝના Realme 7i ને બુધવારે ભારતમાં લોન્ચ કરી દીધો છે. Realme 7i માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ, એક હાઇ રિફ્રેશ રેટ સ્ક્રીન અને એક ઓક્ટાકોર પ્રોસેસર છે. આ એક સિંગલ રેમ અને સ્ટોરેજ કન્ફીગ્રેશન અને બે કલર ઓપ્શનમાં આવશે. 

Realme 7i ની ભારતમાં કિંમત અને સેલ ડેટ
Realme 7i ના 4GB +64GB વેરિએન્ટની કિંમત 11,999 છે, જ્યારે તેના 4GB + 128GB વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા છે. આ ફોન ફ્યૂજન ગ્રીન અને ફ્યૂજન બ્લૂ કલર ઓપ્શનમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. Realme 7i નો પહેલો સેલ 16 ઓક્ટોબરના રોજ યોજાશે અને આ ફોનને ફ્લિપકાર્ટ, રિયલમી ડોટ કોમ અને ઓફલાઇન સ્ટોર પરથી ખરીદી શકાશે. 

Realme 7i સ્પેસિફિકેશન્સ
ડુઅલ સિમ (નૈનો) Realme 7i રિયલમી યૂઆઇ સાથે એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે. તેમાં 6.5 ઇંચ એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે અને તેની સ્ક્રીન ટૂ બોડી રેશિયો 90 ટકા છે. સ્માર્ટફોન ઓક્ટાકોર ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 662 ચિપસેટ દ્વારા સંચાલિત છે.  

કેમેરાની વાત કરીએ તો Realme 7i માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 64 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનું અલ્ટ્રાવાઇડ એન્ગલ સેન્સર, એક 2 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર અને એક 2 મેગાપિક્સલનું સેન્સર છે. ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે, જેને હોલ પંચ કટઆઉટમાં ફિક્સ કરવામાં આવ્યો છે. 

Realme 7i માં 128GB સુધીની સ્ટોરેજ આપવામાં આવી છે અને તેને માઇક્રોએસડે કાર્ડની મદદથી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G એલટીઇ, ડુઅલ બેંડ વાઇફાઇ, બ્લૂટૂથ 5.0, જીપીએસ/એ-જીપીએસ, યૂએસબી ટાઇપ-સી પોર્ટ અને એક 3.5 એમએમ હેડફોન જેક આપવામાં આવ્યો છે. સેન્સરની વાત કરીએ તો ફોનમાં એક્સેલેરોમીટર, એંબિએન્ટ લાઇટ અને પ્રોક્સીમિટી સેન્સર આપવામાં આવ્યા છે. તેમાંરિયર-માઉન્ટેડ ફિંગરપ્રિંટ સેન્સર પણ છે. Realme 7i માં 5,000mAh જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news