આજે લોન્ચ થશે Realme 5i સ્માર્ટફોન, કમાલના છે ફીચર્સ

Realme 5iના લોન્ચિંગની તારીખ 09 જાન્યુઆરી 2020 નક્કી કરવામાં આવી છે. આ સ્માર્ટફોન સોમવારે વિયતનામામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારતમાં ગુરૂવારે તેને લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. 5000 Mah બેટરીવાળા આ ફોનમાં વોટરડ્રોપ નોચ સાથે 6.52-ઇંચ ડિસપ્લે આપ્વામાં આવી છે.

આજે લોન્ચ થશે Realme 5i સ્માર્ટફોન, કમાલના છે ફીચર્સ

નવી દિલ્હી: Realme 5iના લોન્ચિંગની તારીખ 09 જાન્યુઆરી 2020 નક્કી કરવામાં આવી છે. આ સ્માર્ટફોન સોમવારે વિયતનામામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારતમાં ગુરૂવારે તેને લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. 5000 Mah બેટરીવાળા આ ફોનમાં વોટરડ્રોપ નોચ સાથે 6.52-ઇંચ ડિસપ્લે આપ્વામાં આવી છે. Mi ના સ્માર્ટફોન્સની ખાસિયત તેમની પાવરપેક બેટરી હોય છે. એ જ પ્રમાણે આ ફોનમાં પણ 5000 Mah ની સ્ટ્રોન્ગ બેટરી છે. 

કેમેરો છે એકદમ ખાસ
Realme 5i ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 665 SoC દ્વારા ઓપરેટેડ છે જેમાં 4GB સુધી રેમ છે. Realme 5i માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે જેમાં ડેડિકેટેદ વાઇડ-એંગલ અને મેક્રો સ્નૈપર પણ સામેલ છે. આ ફોનમાં કુલ 4 કેમેરા છે. આટલા વ્યાજબી ભાવોમાં આટલા 4 કેમેરાનો ઓપ્શન આપનાર આ પ્રથમ સ્માર્ટફોન ભારતના માર્કેટમાં લોન્ચ થશે. 

10000 થી શરૂ થશે કિંમત
Realme 5i નો આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં માર્કેટમાં અવેલેબલ છે. પહેલો 3 GB RAM અને 32 GB સ્ટોરેજ જેની કિંમત વિયતનામામાં 11,500 નક્કી કરવામાં આવી છે. બીજું 4 gb RAM 64 GB સ્ટોરેજ છે જેની કિંમત વિયતનામાં 13500 રૂપિયા રાખવામાં આવી છે. જોકે ભારતમાં આ ડિવાઇસની કિંમત 10000 રૂપિયા અને 14,000 રૂપિયાની સમાન રેંજમાં રાખવાની સંભાવના છે. નવો Realme ફોન બ્લૂ અને ગ્રીન રંગમાં મળશે. Realme 5i ની ઓછી કિંમત અને સારી સ્પેસિફિકેશન્સ જ ગત વખતે લોન્ચ થયેલા સ્માર્ટફોન્સથી તેને સારો બનાવવામાં આવ્યો છે. 

આ છે જરૂરી સ્પેસિફિકેશન્સ
સ્માર્ટફોન ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 665 પ્રોસેસરથી પાવર્ડ છે. Realme 5i માં બે સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. લેટેસ્ટ મોડલ એંડ્રોઇડ 9 પાઇ બેસ્ડ ColorOS 6.0.1 પર ઓપરેટ થાય છે. જો ડિસ્પ્લેની વાત કરીએ તો સ્માર્ટફોન્માં 6.5-inch ની ડિસ્પ્લે આપવામાં આવી છે. જોકે મિની ડ્રોપ ડિઝાઇનથી સજ્જ છે. સ્માર્ટફોનની સ્ક્રીન પેનલ HD+ રિઝોલ્યુશન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news