નોઈડામાં તૈયાર થઇ રહ્યો છે Samsung નો નવો ફોન, કિંમતમાં Xiaomi ને આપશે ટક્કર
Trending Photos
નવી દિલ્હી: ભારતના સ્માર્ટફોન બજારમાં હાલ હાર્ડવેર અને સોફ્ટવેર બંને સ્તરો પર ખૂબ મંથન ચાલી રહ્યું છે. જોકે, આ મહિને સેમસંગની એમ-સીરીઝના ડિવાઇસમાં મોટો ફેરફાર કરવા જઇ રહ્યા છે. આ ફેરફાર વ્યાજબી અને મધ્યમ સ્તરની કિંમતોના સેગમેંટ જ્યાં ચીની કંપનીઓના સ્માર્ટફોનની બોલબાલા છે ત્યાં સેગમેંટની ફરીથી નવી પરિભાષા રચી શકે છે. ભારતમાં પોતાની મહત્વપૂર્ણ હાજરી નોંધાવનાર દિગ્ગજ કંપની સેમસંગ બે સ્માર્ટફોન લોંચ કરવા જઇ રહી છે, જેમાં એમ-10 (M-10)ની કિંમત લગભગ 9,500 રૂપિયા અને એમ-20 (M-20) ની કિંમત લગભગ 15,000 રૂપિયા હોઇ શકે છે. આ બંને ફોન ફિન ઇનફિનિટી-વી ડિસ્પ્લેથી સજ્જ હશે, જો આ સેગમેંટમાં આ પહેલાં દેખાયો નથી.
નોઇડા સ્થિત ફેક્ટરીમાં બની રહ્યો છે ફોન
સૂત્રોના અનુસાર ત્રણ કેમેરાવાળો વધુ એક સ્માર્ટફોન એમ-30 (M-30) આગામી વર્ષે બજારમાં લોંચ થઇ શકે છે. એમ-સીરીઝનો પહેલો સ્માર્ટફોન હાલ નોઈડા સ્થિત સેમસંગની ફેક્ટરીમાં તૈયાર થઇ રહ્યો છે.
સેમસંગના નવા ફોન્સનો શાઓમી સાથે મુકાબલો
કાઉંટરપોઈન્ટ રિચર્સના પાર્ટનર તથા રિસર્ચ ડાયરેક્ટર નીલ શાહે જણાવ્યું કે 'હાર્ડવેરની દ્વષ્ટિએ સેમસંગે પોતાની હાલની ડિસ્પ્લે, કેમેરા, મેમરી અને કનેક્ટિવિટી ટેક્નોલોજીમાં પગપેસારો કર્યો છે. આગળ એમ-મોડલમાં આ વૈશ્વિક સ્તર પર શાઓમીથી વધુ સારો કરી શકે છે. નીલ શાહના અનુસાર જો ડિઝાઇન, સ્પેક્સ અને કેમેરાના મામલે તેણે યોગ્ય કિંમત રજૂ કરી તો અવશ્ય શાઓમીને ટક્કર આપી શકે છે.
ઓફલાઇન બજારમાં સેમસંગથી સ્થિતિ મજબૂત
નીલ શાહે કહ્યું કે 'ઓફલાઇન બજારમાં પણ સેમસંગની સ્થિતિ સારી છે અને તેનું એક મજબૂત સર્વિસ નેટવર્ક છે. ચેતાવણી ફક્ત એ વાતની છે કે શાઓમી નફાનો ત્યાગ કરી રહ્યો છે અને સ્પર્ધાથી બહારની કિંમત રાખે છે. સેમસંગને પોતાના આ નવા મોડલો સાથે આ પડકારને તોડવો પડશે. 'ગેલેક્સી એમ-20માં 5,000 મિલી એંપિયર અવર (એમએએચ)ની બેટરી હશે, જે કોઇ સેમસંગ સ્માર્ટફોનમાં પહેલીવાર જોવા મળશે અને દેશના ફોન યૂજર માટે આ સૌથી ખાસ વાત હશે કારણ કે લોકો બેટરીની લાઇફને એમ મોટી જરૂરિયાત માને છે. એમ-20 માં 3,5000 એમએએચ બેટરી હશે.
સાઇબર મીડિયા રિસર્ચ (સીએમઆર)ના ઈંડસ્ટ્રી ઈંટેલીજેંસ ગ્રુપ હેડ પ્રભુ રામે કહ્યું કે 'સેમસંગની નવી ગેલેક્સી એમ-સીરીઝના સ્માર્ટફોનનું મહત્વ એ પ્રમાણે પણ છે કે આ ભારતને એક ઝડપથી વિકસિત થનાર બજારના રૂપમાં જોઇને તેની સાથે સામંજસ્ય સ્થાપિત કર્યું છે. રામે કહ્યું 'આ કિંમતના સેગમેંટમાં શાઓમીને પડકાર આપશે અને ભારતીય બજારમાં અગ્રણી તરીકે પોતાની મજબૂત પકડ બનાવશે. ટીઆરએ રિસર્ચના એન. ચંદ્વમૌલીએ કહ્યું, ''સેમસંગના ફોનની કિંમત- 8,000-75,000 રૂપિયાની રેંજમાં હોય છે અને બીજા મોબાઇલ વિનિર્માતાઓથી અલગ તેમાં ખૂબ વિવિધતાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે