અમદાવાદ: ફાયર વિભાગને મળ્યાં અત્યાધુનિક સાધનો 'શેષનાગ' અને રોબોટ, આંગળીના ઈશારે ઓલવશે આગ
ફાયર વિભાગના અત્યાધુનિક સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મેયર બીજલબેન પટેલના હસ્તે શેષનાગ અને રોબોટનું લોકાર્પણ કરાયું. અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા કાર્યક્ષમ વાહન "શેષનાગ" તથા તેની સાથેના રોબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તમામ સુવિધા એક જ વાહનોમાં ઉપલબ્ધ હોય તેવું આ પ્રથમ વાહન છે. અચાનક થતા અકસ્માતોને પહોંચી વળવા મદદરૂપ મળશે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ: ફાયર વિભાગના અત્યાધુનિક સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મેયર બીજલબેન પટેલના હસ્તે શેષનાગ અને રોબોટનું લોકાર્પણ કરાયું. અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા કાર્યક્ષમ વાહન "શેષનાગ" તથા તેની સાથેના રોબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તમામ સુવિધા એક જ વાહનોમાં ઉપલબ્ધ હોય તેવું આ પ્રથમ વાહન છે. અચાનક થતા અકસ્માતોને પહોંચી વળવા મદદરૂપ મળશે.
આ અત્યાધુનિક ફાયર રોબોટ સંપૂર્ણપણે સ્વદેશી છે. આ રોબોટ 4K અને થર્મલ વિઝન કેમેરાથી સજ્જ છે. આ રોબોટ વાહનથી 500 મીટર સુધી આગળ પાછળ જઈ શકે છે. રોબોટમાં લાગેલો ફૂવારો 40 મીટર સુધી પહોંચી શકે છે. આ રોબોટ ફાયર જવાનની આંગળીના ઈશારે કામ કરશે.
અમદાવાદમાં ભીડભાડ વાળી જગ્યાએ લાગતી આગ બૂઝવવા ફાયર બ્રિગેડને એકદમ સરળતા પડશે. ફાયર રોબોટ સહિત વેનની કિંમત અંદાજીત ત્રણ કરોડની છે. રોબોટની કિંમત એક કરોડ, જ્યારે વાહનની કિંમત બે કરોડ રૂપિયા છે. રોબોટ ફાયરના જવાનો જ્યાં ન પહોંચી શકે, રસ્તા સાંકડા હોય, પોળમાં, સિલિન્ડર બ્લાસ્ટ થયો હોય તેવા કિસ્સામાં આ સાધનો મદદરૂપ બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે