વાઘોડિયા : કોઈ મદદ પહોંચે તે પહેલાં જ અલ્ટો કાર દેવ નદીમાં તણાઈ, ચાલકની શોધ શરૂ

વડોદરા શહેર તથા જિલ્લામાં ગઈકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે. આવામાં વાઘોડિયા તાલુકમાં એક અલટો કાર કોઝવે પરથી પસાર થતા સમયે દેવ નદીના પાણીમાં તણાઈ ગઈ છે. કોઈ મદદ મળે તે પહેલા કાર સાથે ચાલક પણ નદીમાં તણાયો છે. 
વાઘોડિયા : કોઈ મદદ પહોંચે તે પહેલાં જ અલ્ટો કાર દેવ નદીમાં તણાઈ, ચાલકની શોધ શરૂ

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા શહેર તથા જિલ્લામાં ગઈકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે. આવામાં વાઘોડિયા તાલુકમાં એક અલટો કાર કોઝવે પરથી પસાર થતા સમયે દેવ નદીના પાણીમાં તણાઈ ગઈ છે. કોઈ મદદ મળે તે પહેલા કાર સાથે ચાલક પણ નદીમાં તણાયો છે. 

વડોદરાના વાઘોડિયા તાલુકામાં છેલ્લાં 24 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વ્યારા પાસે આવેલ કોઝવે પર ભયજનક સપાટીએ દેવ નદીનું પાણી વહી રહ્યું છે. આવામાં અજાણ્યા અલ્ટો ચાલક કોઝવે પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે દેવ નદીમા તણાયો હતો. અલટો ચાલકે મદદ માટે બૂમો પાડતા સ્થાનિકોની નજર ગઈ હતી. પરંતુ કોઈ મદદ પહોંચે તે પહેલાં જ અલ્ટો કાર ચાલક વ્યક્તિ સાથે દેવ નદીમાં તણાઈ હતી. ત્યારે સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરી હતી. વાઘોડિયા પોલીસ અને મામલતદારે સ્થળ પર પહોંચીને કાર ચાલકને શોધવાની કામગીરી શરૂ કરી છે. કાર ચાલકને શોધવા NDRFની ટીમની પણ મદદ લેવાઈ છે. 

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ભારે વરસાદને કારણે સિટી બસના રૂટની 50 ટકા બસો બંધ કરાઈ છે. શહેરની 80 રૂટની બસો બંધ કરાઈ છે. 160 માંથી 80 સિટી બસ બંધ થતાં મુસાફરો પરેશાન થયા છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા મુસાફરો છે. આજવા રોડ, વાઘોડિયા રોડ, વડસર, કલાલી, મુજમહુડા સહિતના અનેક વિસ્તારના રૂટ બંધ કરાયા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news