બાળક અકસ્માત સર્જશે તો વાલીને થશે 3 વર્ષની કેદ! લબરમૂછિયાને ભૂલથી પણ ના આપતા વાહન
શાળા શરૂ થાય તે પહેલાં બાળકોની સલામતી માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ કમિશનર, RTO, DEO, AMCના અધિકારીનો સેમિનારમાં હાજર રહ્યાં. જ્યાં વાહન ચલાવવાથી લઈને કડક નિયમો અંગે વાત કરવામાં આવી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા માટે તંત્ર હવે સતર્ક થયું છે. અથવા તો વખતો વખત થતાં અકસ્માતોની હારમાળા જોઈને તંત્ર હવે સુતેલી નિદ્રા માંથી જાગ્યું છે અને કંઈક બોધપાઠ લઈને વધુ કડકાઈથી કામ લેવાની વાત કરી રહ્યું છે. જેને ધ્યાને લઈને આજે અમદાવાદમાં એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળા શરૂ થાય તે પહેલાં બાળકોની સલામતી માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર, RTO, DEO, AMCના અધિકારીનો એક મહત્ત્વનો સેમિનાર યોજાયો. જેમાં અકસ્માતોને રોકવા અને ફરજિયાત કાયદાનું પાલન થાય તે માટે નવા નિયમો લાગૂ કરવામાં આવ્યાં. ડીસીપી સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં શાળાઓમાં ફાયર સેફ્ટી, રોડ ટ્રાફિક અકસ્માત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી.
ઉલ્લેખનીય છેકે, 1500થી વધુ શાળાના સંચાલકો બેઠકમાં રહ્યા હાજર હતા. શાળાઓમાં બાળકોની સાવચેતી રાખવા અંગે અપાઈ સૂચના આપવામાં આવી હતી. આગામી સપ્તાહથી RTO, ટ્રાફિક, ફાયર અને DEOની ટીમ કરશે ચેકિંગ તેવું પણ નક્કી કરવામાં આવ્યું. RTO માન્ય વાહનોમાં જ બાળકો શાળાએ પહોંચે તે જરૂરી છે તેવી પણ સુચના આપવામાં આવી. આ સાથે નિયત કરેલી ઝડપે જ સ્કૂલ બસ ચલાવવાની ટ્રાફિક પોલીસ કમિશ્નર દ્વારા કડક સૂચના આપવામાં આવી.
શું છે નવો નિયમ?
અમદાવાદના ટ્રાફિક વિભાગની જવાબદારી સંભાળતા આઈપીએસ અધિકારી સફીન હસને જણાવ્યું હતુંકે, ઘણીવાર વાલીઓની બેદરકારીને કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે. તેથી ગિયર વાળા વાહનો ચલાવવા માટે 18 વર્ષથી વધુ ઉંમર હોવી જરૂરી છે. એનાથી નાની ઉંમરના બાળકો ગિયરવાળું વાહન ન ચાલે તે તકેદારી વાલીઓએ રાખવી પડશે. લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હોય તેને 25 હજારનો દંડ અને 3 વર્ષની કેદની સજા થશે.
રજીસ્ટ્રેશન ન ધરાવતી સ્કૂલ વાન સામે RTO ની કાર્યવાહીઃ
રજીસ્ટ્રેશન ન ધરાવતી સ્કુલ વાન સામે અમદાવાદ આરટીઓની લાલ આંખ. અમદાવાદના RTO જે જે પટેલે જણાવ્યુંકે, રજીસ્ટ્રેશન નહીં હોય તેવી સ્કૂલ વાનને નહીં ચલાવી લેવાય. આરટીઓ આવતીકાલથી ચલાવશે સ્કૂલ વાન ચેકીંગ અભિયાન હાથ ધરાયું હતું. અમદાવાદમાં ૧૫૦૦૦ હજાર થી વધારે સ્કુલ વાન હોવાનો અંદાજ છે. આરટીઓના ચોપડે ૨૦૧૯ થી અત્યાર સુધી માત્ર ૮૦૦ સ્કુલ વાન નોંધાયેલી છે. હાલ આરટીઓ ખાતે સ્કુલ વાન રજીસ્ટ્રેશન હાલ ચાલુ છે. દરરોજની સરેરાશ નોંધણી માટે ૮૦ એપ્લિકેશન આવતી હોય છે. તમામ શાળા સંચાલકોને સ્કુલ વાન રજીસ્ટ્રેશનની સુચના આપી દેવાઈ છે. સોમવારથી પોલીસ વિભાગ સાથે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે. રજીસ્ટ્રેશમન બાબતે છૂટ છાટ આપવાનો કોઈ પ્રશ્ન બનતો નથી. ચાલુ વાહને મોબાઈલ ઉપયોગ વાહન ચાલક કરશે તો થશે કાર્યવાહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે