Covid-19 Update: રાજ્યમાં રેકોર્ડ 687 નવા કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 34,686


ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 687 નવા કેસ સામે આવ્યા છે. 

 Covid-19 Update: રાજ્યમાં રેકોર્ડ 687 નવા કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 34,686

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ (Corona Virus)ના સંક્રમિતોની સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 687 નવા કેસ નોંધાયા છે. તો કુલ 18 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન 340 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 34 હજાર 686 પર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક 1906 થઈ ગયો છે. ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંક્યા 24 હજાર નવસો 41 છે. 

ગુજરાતમાં મૃત્યુઆંક 1900ને પાર
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 10 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ પાંચ, પંચમહાલમાં 1 અને ખેડામાં 2 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધી કુલ 1906 લોકોના મૃત્યુ થયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન રેકોર્ડ 687 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 195 નોંધાયા છે. ત્યારબાદ સુરત શહેરમાં 190 તો વડોદરામાં નવા 50 કેસ નોંધાયા છે. જુનાગઢ શહેરમાં પણ 24 નવા કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 340 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. 

રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે એક્ટિવ કેસોની સંખ્યા 7 હજાર 839 છે. જેમાં 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 24 હજાર 941 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો રાજ્યમાં અત્યાર સુધી થયેલા ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો કોરોના વાયરસના કુલ 3 લાખ 95 હજાર 873 ટેસ્ટ થયા છે. હાલ સમગ્ર રાજ્યમાં 2 લાખ 56 હજાર 27 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news